ડોકટરોએ પણ હાથ અઘ્ધર કરી લીધા હતા પછી પુસ્તકો વાંચીને કર્યો પોતાનો ઈલાજ, 11 વર્ષ પછી પોતાના પગ પર ઉભો થયો, જાણો વિગત

0
515

આજના સમયમાં વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે, છતાં પણ ઘણી વખત એવા પ્રકારની બીમારી જોવા મળે છે કે, ડોકટરો પણ હાથ ઊંચા કરી લેતા હોય છે, અને તે બીમારી ચમત્કારિક રીતે ઠીક થઇ જતી હોય છે.

માણસ જો ધારે તો તે બધું જ પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ મોટા યુદ્ધને જીતી શકે છે. એવાજ ઉત્સાહે અમેરિકાના એક છોકરાને ૧૧ વર્ષ પછી પથારી માંથી ઉભો કરી દીધો. ખાસ વાત એ છે કે ડોકટરોએ છોકરાના કુટુંબ વાળાને જવાબ આપી દીધો હતો કે અમારાથી હવે કંઈ નહિ થાય. અને તેના પથારીમાંથી ઉભા થવાની કોઈ શક્યતા જોવા મળી રહી ન હતી. દરેક ક્ષેત્રમાંથી નિરાશા મળ્યા પછી પણ છોકરાએ પોતાનો વિલ પાવર નબળો ન થવા દીધો, અને એ કરી દેખાડ્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

અમેરિકાના ડોઉ લીંડસે છેલ્લા ૧૧ વર્ષથી પથારીવશ હતા. ડોઉના કુટુંબવાળાએ તેને ઘણા ડોકટરોને બતાવ્યા, પણ કોઈએ તે બીમારી ઠીક થવાની વાત ન કરી. ડોકટરોનું કહેવું હતું કે ડોઉને થાઈરોઈડ છે જે ગંભીર સ્ટેજ ઉપર પહોંચી ગયો છે. ડોકટરો પાસેથી જવાબ મળ્યા પછી ડોઉએ પોતે અઢી હજાર પાનાંનું એંડોક્રિનોલોજી પુસ્તક વાચ્યું. ૨૦૧૦માં તેને ખબર પડી કે તેને એડ્રીનલ ગ્લેન્ડ્સમાં ગાંઠ છે.

ત્યાર પછી ડોઉ લીંડસેએ પોતાના મિત્રોની મદદથી પોતાની સર્જરી કરાવી અને ચમત્કાર થઇ ગયો, હવે તે માત્ર હરી ફરી જ નહિ દોડી પણ શકે છે. હવે તે મોટીવેશનલ કલાસીસ ચલાવે છે.

રોકહર્ટસ યુનીવર્સીટીમાં ભણતા ડોઉ લીંડસેએ જણાવ્યું કે, જયારે તે ૨૧ વર્ષના હતા ત્યારે એક દિવસ તે ઘરમાં બેભાન થઇને ડાઈનીંગ ટેબલ ઉપર જ પડી ગયા. તેને ઘણી વખત ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે વારંવાર બેભાન થઇ જતો હતો. ડોઉને ઘણા ડોકટરો પાસે દેખાડવામાં આવ્યો પરંતુ કોઈ પણ તેનો ઈલાજ સમજી શક્યા નહિ. ડોઉએ જણાવ્યું કે તેની માં અને માસીને પણ આવા પ્રકારની બીમારી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.