ગરીબોના મસિહા અને અસંખ્ય દર્દીઓની બીમારી દૂર કરનાર આજે પોતે બીમાર છે, આવી થઇ ગઈ હાલત

0
1893

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવાના છીએ જે ગરીબોના મસિહા એટલે કે જીવનદાતા ગણાય છે. જીવનદાતા પરથી તમે એ અંદાજો લગાવી દીધો હશે કે એ વ્યક્તિ કોઈ ડોક્ટર હોઈ શકે છે. તો જણાવી દઈએ કે તે ડોક્ટર જ છે.

અને તે એવા માણસ છે જેમના નામે એક સમયે કેનેડામાં સૌથી વધારે કમાણી બોલાતી હતી. પણ તેઓ તેને છોડીને સાવ મફતમાં ગરીબોની સેવા કરવા ભારત આવી ગયા હતા. અને કદાચ આ દેશના ઈતિહાસમાં એક જ અદનો આદમી હશે કે આટલી મોટી આવક અને નામના દેશના ગરીબો માટે છોડી હોય.

જણાવી દઈએ કે, કેનેડાના હોસ્પિટલમાં યોજાયેલા એમના વિદાય સમારંભમાં તેમના સાથી ડોકટરોએ કહયું હતું કે, “ડો. ત્રિવેદી આ દુનિયાનો ગાંડામાં ગાંડો માણસ છે, કે જે કેનેડાનો સૌથી વધારે આવક ધરાવતો અને દુનિયામાં ખ્યાતનામ કિડની નિષ્ણાંતની નામના ધરાવતો માણસ આ બધુ છોડીને નફાને બદલે નુકસાન કરવા જઈ રહ્યા છે.”

એમની મહાનતાની વાત કરીએ તો, ડો. ત્રિવેદીએ જયારે કેનેડા છોડયુ હતું ત્યારે તેનુ કેનેડાનુ મકાન વેચવાની વાત પણ આવી હતી. એ વખતે કાયમ તેમની સાથે ચાલવા આવતા તેના પાડોશી એવા એક દરજીએ તેમને એક વખત કહેલુ કે, તમે મકાન વેચો તો મારે ખરીદવુ છે. આ વાતને ડો. ત્રિવેદીએ યાદ રાખી અને કરોડોમાં એ મકાનના ખરીદદારો લાઈનમાં હતા, છતાંપણ ડો. ત્રિવેદીએ એ દરજીને બોલાવીને કિધુ કે, આ મકાન તમારે ખરીદવાનુ છે.

ત્યારે એ દરજીના શબ્દો હતા કે “સાહેબ અત્યારે મારી કોઈ કેપેસિટી નથી કે હું મકાન ખરીદવાની વાત કરી શકુ. ત્યારે ડો. ત્રિવેદીએ પૂછ્યું કે, “કેટલા પૈસા છે તમારી પાસે?” ત્યારે દરજીએ કિધુ કે, “મારી પાસે ખાલી 188 ડોલર છે.” અને આ વાત સાંભળીને ડો. ત્રિવેદીએ કહ્યું કે ” બસ આટલા પૈસામાં જ મારે વેચવું છે.” હવે એ મકાન તો તેને મફતમાં જ આપ્યુ ગણાય. આ મહાન વિભુતીએ ડોલર સામું ના જોયુ, અને ઉચ્ચ વિચાર સાથે ગરીબોની સેવામાં પોતાનું બાકીનું જીવન વ્યતીત કરવાનુ નક્કી કર્યું, અને કાયમી ભારત આવી ગયા.

એજ ખ્યાતનામ ડોક્ટર એચ. એલ. ત્રિવેદી જેમણે પોતાના જીવનમાં 5 હજારથી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે એમની તબિયત હાલ ખરાબ છે. મળેલી જાણકારી અનુસાર 90 વર્ષના ડો. એચ. એલ. ત્રિવેદીને અમદાવાદની કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અને આખા દેશમાં પ્રતિષ્ઠિત આ કીડની હોસ્પિટલની સ્થાપના જ એચ. એલ. ત્રિવેદીએ કરી છે.

લોકોની સેવા માટે વિદેશથી પોતાના વતન ગુજરાત પાછા આવ્યા :

આપણા ગુજરાતના ઘણા બધા ડોક્ટરોએ વિશ્વભરમાં નામના મેળવી છે, અને એ બધામાંથી એક ડોક્ટર એચ. એલ. ત્રિવેદીનું સ્થાન વિશિષ્ટ છે. વર્ષો પહેલા એચ. એલ. ત્રિવેદી વિદેશમાં પોતાની ધીખતી પ્રેક્ટિસ, પ્રતિષ્ઠા અને પૈસો છોડી વતનના લોકોની સેવા કરવા માટે પાછા આવ્યા હતા.

અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર એચ. એલ. ત્રિવેદીનું આખું નામ હરગોવિદ લક્ષ્મીશંકર ત્રિવેદી છે. તેમણે બી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ યુએસમાં નેફ્રોલોજીનો અભ્યાસ કર્યો હતો. તેઓ યુએસ અને કેનેડામાં 10 વર્ષ પ્રેક્ટિસ બાદ 1990ના વર્ષમાં ગુજરાતના દર્દીઓની સેવા કરવા પરત ફર્યાં હતા.

પોતે 30 વર્ષના સમયગાળામાં 5 હજારથી વધુ ઓપરેશન્સ કર્યા :

જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતભરમાં ન હોય તેવી કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અમદાવાદમાં ઉભું કરનાર એચ. એલ. ત્રિવેદીના નેતૃત્વમાં 25-30 વર્ષમાં 5000 કરતા વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આશરે 125 ડોક્ટર્સ અને 600 નો સ્ટાફ ધરાવતી અમદાવાદની આ ઈન્સ્ટિટ્યૂટ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

એટલું જ નહીં ડો. ત્રિવેદીનો જન્મદિવસની ઉજવણી પણ કિડની દર્દી કલ્યાણ દિવસ તરીકે કરવામાં આવે છે, આનાથી વિશેષ તો બીજું શું હોય? ભારત સરકાર દ્વારા એચ. એલ. ત્રિવેદીને વર્ષ 2015માં પદ્મશ્રી એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.

એમના અંગત જીવનની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લાના ચરાવડા ગામે જન્મેલા હરગોવિંદભાઈ ત્રિવેદીના પિતા લક્ષ્મીશંકર શિક્ષક હતા. હરગોવિંદભાઈ પહેલાથી જ ભણવામાં તેજસ્વી હતા, આથી એમને ઘણીવાર 100માંથી 100 માર્ક મળેલા છે. 12મુ ધોરણ ભણ્યા બાદ એમણે અમદાવાદની બી. જે. મેડિકલ કોજેલમાં અભ્યાસ કર્યો.

 

ત્યારબાદ વિદેશ ભણવા જવા માટે એમણે ઘણી યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં અને સાથે એક પત્ર પણ લખ્યો. એ પત્રમાં એચ. એલ. ત્રિવેદીએ લખ્યું હતું કે, તમે મને પ્રવેશ આપો તો એરફેર પણ આપવું પડશે, મારી પાસે પૈસા નથી. જો કે તેમની ઉજ્જવળ કારકિર્દીને જોઈને અમેરિકાની એક યુનિવર્સિટીએ પ્રવેશ સાથે ટિકિટ પણ મોકલાવી.

પછી ગુજરાતથી અમેરિકા ગયેલા ત્રિવેદીએ ક્લેવલેન્ડ ક્લિનિકમાં નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો. એમણે કેનેડામાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી અને 1090 માં ગુજરાત પરત ફર્યા. પછી એમણે અમદાવાદમાં કીડની હોસ્પિટલ શરૂ કરી, અને 30 વર્ષમાં 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ કર્યા. આ મહા માનવને લાંબી જીંદગી આપે તેવી આપણા સૌ ની પ્રભુને પ્રાર્થના.