શું તમે જાણો છો જનોઈ શું છે? જાણો તેનું મહત્વ અને આપણી ભારતીય પરંપરાનું રહસ્ય.

0
824

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો તમે ઘણા જનોઈ પહેરેલા લોકોને જોયા હશે. પણ કદાચ તમને એમ કરવા પાછળની ભારતીય પરંપરા વિષે વિસ્તૃત માહિતી નહિ હોય. આજે અમે તમને આ લેખના માધ્યમથી જનોઈ શું છે? તેનું મહત્વ શું છે? એ બધા વિષે માહિતી આપવાના છીએ. તો આવો તમને એના વિષે જણાવીએ.

પહેલો પ્રશ્ન એ છે કે, જનોઈ શું છે?

તો મિત્રો, તમે એ નોંધ્યું હશે કે ઘણા લોકોના ખભાની ડાબી બાજુની તરફ એક કાચો દોરો શરીર પર વીંટેલો હોય છે. અને આ દોરાને જનોઈ કહેવામાં આવે છે. આ સામાન્ય જાણકારી છે જે બધાને ખબર હોય છે. પણ વધુમાં જણાવી દઈએ કે, જનોઈ એ ત્રણ દોરા વાળું એક સૂત્ર હોય છે. અને સંસ્કૃત ભાષામાં જનોઈને ‘યજ્ઞોપવીત’ કહેવાય છે. જનોઈ સૂતરમાંથી બનેલો એક પવિત્ર દોરો હોય છે, જેને વ્યક્તિ ડાબી બાજુના ખભાની ઉપર અને જમણી બાજુની નીચે પહેરે છે. એટલે તે ગળામાં એવી રીતે નાખવામાં છે કે તે ડાબા ખંભાની ઉપર રહે.

બીજો પ્રશ્ન એ કે એમાં ત્રણ સૂત્રો જ શા માટે?

તો જણાવી દઈએ કે, જનોઈમાં જે ત્રણ દોરા હોય છે. એ ત્રણ સૂત્રો દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણનું પ્રતીક હોય છે. અને તે સત્વ, રજ અને તમનું પ્રતીક છે. તેમજ એ ગાયત્રી મંત્રના ત્રણ ચરણોનું પ્રતીક પણ છે. આ ત્રણ આશ્રમોનું પ્રતીક છે. જેમાં સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવીતને ઉતારવામાં આવે છે.

ખબર ન હોય તો જણાવી દઈએ કે એમાં નવ તાર હોય છે. મિત્રો, યાજ્ઞોપવીતના એક એક તારમાં ત્રણ-ત્રણ તાર હોય છે. આ રીતે કુલ તારોની સંખ્યા નવ હોય છે. એક મુખ, બે નાસિકા, બે આંખ, બે કાન, મળ અને મૂત્રના બે દ્વાર મળીને કુલ નવ હોય છે. તેમજ તેમાં પાંચ ગાંઠ હોય છે. જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતિક છે. તે પાંચ યજ્ઞો, પાંચ જ્ઞાનેદ્રિયો અને પાંચ કર્મોના પણ પ્રતિક હોય છે.

શાસ્ત્રો અનુસાર વૈદિક ધર્મમાં દરેક આર્યનું કર્તવ્ય છે જનોઈ પહેરવી અને તેના નિયમોનું પાલન કરવું. અને દરેક આર્ય(હિંદુ) જનોઈ પહેરી શકે છે. પણ એના માટે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, તેના નિયમોનું પાલન થાય. ફક્ત બ્રાહ્મણ જ નહીં પણ સમાજના દરેક વર્ગ જનોઈ ધારણ કરી શકે છે. જનોઈ ધારણ કર્યા પછી જ દ્વિજ બાળકને યજ્ઞ અને સ્વાધ્યાય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અહીં દ્વિજનો અર્થ થાય છે બીજો જન્મ. અને કન્યાઓને પણ જનોઈ ધારણ કરવાનો અધિકાર છે.

જો આપણે જનોઈની લંબાઈની વાત કરીએ તો એની લંબાઈ 96 અંગુલ હોય છે. તેનો અર્થ એ છે કે, જનોઈ ધારણ કરનારને 64 કળાઓ અને 32 વિદ્યાઓ શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાણકારી માટે જણાવી દઈએ કે, ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગ, છ દર્શન, ત્રણ સૂત્રગ્રંથ અને નવ અરણ્યક મળીને કુલ 32 વિદ્યાઓ થાય છે. અને 64 કલાઓની વાત કરીએ તો એમાં વાસ્તુ નિર્માણ, સાહિત્ય કલા, હસ્તકલા, ભાષા, વ્યંજન કલા, ચિત્રકામ, યંત્ર નિર્માણ, સિલાઇ, કડાઈ, વણાટ, હસ્તકલા, જ્વેલરી બનાવટ, કૃષિ જ્ઞાન વગેરે જેવી બીજી પણ કલાઓનો સમાવેશ થાય છે.

આવો તમને જનોઈના નિયમ વિષે પણ જણાવી દઈએ.

મિત્રો, જનોઈને મળ-મૂત્ર વિસર્જન પહેલા જમણા કાન ઉપર ચડાવી લેવી જોઈએ અને હાથ સ્વચ્છ કરીને જ ઉતારવી જોઈએ. તેનો મુખ્ય ભાવ એ છે કે તે કમરથી ઉંચી થઇ જાય અને અશુદ્ધ ન થાય. અને તે બહાને પોતાના વ્રતશીલતાના સંકલ્પનું ધ્યાન પણ વારંવાર કરવામાં આવે.

એ સિવાય જો જનોઈનો કોઈ તાર તૂટી જાય, કે પછી એને ધારણ કર્યાને ૬ મહિનાથી વધુ સમય થઇ જાય, તો એને બદલી દેવી જોઈએ. તૂટેલી જનોઈ શરીર ઉપર નથી રાખવામાં આવતી. દોરા કાચા અને ગંદા થવા લાગે તો એને પહેલા જ બદલી દેવી યોગ્ય છે. તેમજ જન્મ-મૃત્યુનાં સૂતક પછી પણ તેને બદલાવની પરંપરા છે. અને સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ પછી પોતાની જનોઈ બદલી દેવી જોઈએ.

એને સાફ કરવા માટે ગળામાં પહેરી રાખીને જ ફેરવીને ધોઈ લેવામાં આવે છે. અને જો ભૂલથી તે શરીર પરથી ઉતરી જાય તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને જો તમે એને ધારણ કરો છો, તો એની મર્યાદા જાળવી રાખવા માટે તેમાં ચાવી કે ગુચ્છા ન બાંધવા. તેના માટે અલગ વ્યવસ્થા કરો. અને બાળક જ્યારે આ બધા નિયમોનું પાલન કરવા યોગ્ય થઇ જાય, ત્યારે જ તેમની યજ્ઞોપવીત કરવી જોઈએ.

હવે આપણે ચિકિત્સા વિજ્ઞાન મુજબ વાત કરીએ, તો આપણા ડાબા કાનની નસો, અંડકોષ અને ગુપ્તેન્દ્રિયો સાથે જોડાયેલી હોય છે. એટલે મૂત્ર વિસ્જનના સમયે ડાબા કાન પર જનોઈ લપેટીને શુક્રાણુનું રક્ષણ થાય છે. વારંવાર ખરાબ સપના આવતા હોય તો જનોઈ ધારણ કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

મળેલી જાણકારી અનુસાર કાનમાં જનોઈ લપેટવાથી માણસની સૂર્ય નાડી જાગૃત થાય છે. અને કાન ઉપર જનોઈ લપેટવાથી પેટ સંબંધી બિમારી અને લોહીના દબાણની સમસ્યાથી પણ રક્ષણ થાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે, શરીરના પાછળના ભાગમાં પીઠ ઉપર જતી એક કુદરતી રેખા છે. જે વિદ્યુત પ્રવાહ જેવું કામ કરે છે. તે રેખા જમણા ખંભાથી લઇને કમર સુધી આવેલી છે. અને જનોઈ ધારણ કરવાથી એ વિદ્યુત પ્રવાહ નિયંત્રિત રહે છે. જેથી કામ-ક્રોધ ઉપર નિયંત્રણ રાખવામાં સરળતા રહે છે.

એવું માનવામાં આવે છે કે, જનોઈથી ધારણ કરવાથી આપણને પવિત્રતાનો અનુભવ થાય છે. તે મનને ખરાબ કામ કરવાથી બચાવે છે. ખંભા ઉપર જનોઈ છે, તેનો માત્ર અનુભવ થવાથી જ માણસ ભ્રષ્ટાચારથી દૂર રહેવા લાગે છે. મિત્રો, જો તમને આ જાણકારી ગમી હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.