તમારા માંથી કેટલા જાણો છે ભારતીય ટીમના ક્રિકેટર સોનું, ગીલ્લી, ચીકુ અને એશને, જાણવા માટે અહી ક્લિક કરો….

0
2076

મિત્રો, એ તો તમે જાણો જ છો કે ક્રિકેટ દુનિયામાં લોકપ્રિય રમતો માંથી એક છે, અને એ કારણ છે કે તેને ગેમ ઓફ ફન પણ કહેવામાં આવે છે. જો વાત ભારતની કરવામાં આવે તો ભારતમાં તો તેની લોકપ્રિયતાનો અંદાજ પણ નથી લગાવી શકાતો. ક્રિકેટ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમત છે. એટલે સુધી કે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે પણ લોકોને સૌથી વધુ ક્રિકેટ ગમે છે. ક્રિકેટની એવી ફેન ફોલોઈંગ છે કે લોકો ક્રિકેટના નિયમથી લઈને ક્રિકેટરો વિષે બધું જ જાણવા ઈચ્છે છે. તમે તમારા પસંદગીના ક્રિકેટર વિષે બધું જાણો છો પરંતુ શું તમે તેમના નીકનેમથી માહિતગાર છો. જો નહિ, તો આવો જાણીએ ભારતીય ખેલાડીના થોડા વિચિત્ર પરંતુ વ્હાલથી ભરેલા નીકનેમ.

મહેન્દ્ર સિંહ ધોની :

ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહને ધોનીને તેમના સાથી ખેલાડી ‘માહી’ ના નામથી ઓળખે છે. તેમજ લોકો તેમને ‘કેપ્ટન કુલ’ ના નામથી પણ ઓળખે છે.

ઋષભ પંત :

ઋષભ પંતને તો સૌ ઓળખતા હશે. એમણે આઈપીએલ પછી આતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર એન્ટ્રી કરી છે. પોતાની ઘાતક બેટિંગને કારણે જ આઈપીએલમાં સમાચારોમાં રહેવા વાળા ઋષભને પણ તેના મિત્રો અને ઘર વાળા તેને ‘છોટા ગીલ્લી’ કહીને બોલાવે છે.

વિરાટ કોહલી :

ભારતીય ક્રિકેટ ટીમના હિટ મશીન અને હાલના ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નેકનેમ ચીકુ છે. આ જ નામથી ટીમના સાથી ખેલાડીઓ તેમને ક્રિકેટ ફિલ્ડ ઉપર પણ બોલાવે છે. જે આપણા ચીકુ ક્રિકેટની પીચ ઉપર આગળ જોવા મળે છે અને તે ડ્રેસિંગ રૂમ અને પીચની બહાર પોતાના આનંદિત અંદાઝ માટે જાણીતા છે. સમાચારોનું માનીએ તો જયારે વિરાટ નાના હતા તો તે એકદમ ગોળમટોળ હતા, તે કારણે તેનું નામ ચીકુ પડી ગયું.

સચિન તેંડુલકર :

સચિન તેંડુલકરને બધા જ લોકો ‘લિટિલ માસ્ટર’ અને ‘માસ્ટર બ્લાસ્ટર’ ના નામથી ઓળખે છે, પરંતુ સાથી ખેલાડીઓ તેમને મેદાન ઉપર તેંડલ્યા અને પાજી (મોટા ભાઈ) ના નામથી બોલાવતા હતા.

અંજીક્ય રહાણે :

આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે. જો આપણે રહાણેના નીકનેમની વાત કરીએ તો એમના ઘરવાળા અને એમના મિત્રો વચ્ચે તેને ‘અજ્જુ’ ના નામથી ઓળખવામાં આવે છે.

સુરેશ રૈના :

ઉત્તર પ્રદેશના રહેવાશી એવા સુરેશ રૈના ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક મુખ્ય સભ્ય છે. તે હંમેશા પોતાની પાળીથી ટીમ ઇન્ડિયાને વિજય રથ સુધી લઇ જાય છે. મેચ દરમ્યાન પીચ ઉપર શાંત સ્વભાવ રાખવા વાળા સુરેશ રૈનાને અન્ય ખેલાડીઓ સોનું છે. એમનું નીકનેમ સોનું છે, અને તેમને ઓળખવા વાળા અને સાથી ખેલાડી તેને સોનુંના નામથી જ બોલાવે છે.

રોહિત શર્મા :

મિત્રો ‘હીટમેન’ ના નામથી જાણીતા રોહિત શર્માને ભારતીય ટીમના બીજા ખેલાડીઓ ‘શાના’ કહીને બોલાવે છે. રોહિત શર્માને તે નામ તેના ખાસ મિત્ર યુવરાજ સિંહએ આપ્યું હતું. આમ તો તે ઉપરાંત તેને ફેન્સ વચ્ચે ‘હીટમેન’ અને ‘રો’ ના નામથી પણ ઓળખવામાં આવે છે.

રવીચન્દ્રન અશ્વિન :

સ્વાભાવિક છે કે એશ નામ સાંભળતા જ તમારા મનમાં બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની યાદ આવી ગઈ હશે. પરંતુ અમે અહી એમની વાત નથી કરી રહ્યા. અમે તો વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના ફીરકી માસ્ટર આર અશ્વિનની. ઘણા ઓછા લોકો જાણે છે કે અશ્વિનનું નેકનેમ એશ છે. આમ તો તમે ક્રિકેટને ધ્યાનથી જોયું હશે તો સ્ટમ્પની પાછળ વિકેટ કીપિંગ કરી રહેલા ધોનીના મોઢેથી તમે અશ્વિનનું આ નામ જરૂર સાંભળ્યું હશે.