જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા છે તો અપનાવો આ ઉપાય, એનાથી ઘસઘસાટ ઊંઘ આવી જશે

0
6041

આજકાલ ભાગદોડ વાળા જીવનને કારણે લોકોને ઘણી બધી સમસ્યાઓ થઈ ગઈ છે. એમાંથી એક છે અનિંદ્રા. અનિંદ્રા એટલે ઊંઘ ન આવવાની સમસ્યા. લોકો અનિંદ્રા અને ચિંતાથી છુટકારો મેળવવા માટે ઊંઘની ગોળીઓ ગળે છે. એ ગોળીઓથી ઊંઘ તો આવી જાય છે, પણ એની આડઅસર થાય છે. તેમજ તેનાથી જલ્દી મૃત્યુ થવાનો ભય રહે છે.

એવામાં જો તમને આવી સમસ્યા છે અને તમે પણ મીઠી અને મધુર નીંદર લેવા માટે ઊંઘની ગોળીઓ લો છો, તો જરા સંભાળજો. કારણ કે આ ગોળીઓ લાંબા સમય સુધી અને વધારે માત્રામાં લેવાથી તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. અને આ દાવો અમે નહિ પણ કેનેડાની લવલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાઇકોલોજીની લેટેસ્ટ શોધમાં કરવામાં આવ્યો છે.

એમના દ્વારા કરાયેલી શોધ પ્રમાણે ઊંઘની ગોળી લેવાથી નીચે જણાવેલા નુકશાન થાય કે.

(૧) આ દવાઓના વધારે સેવનથી લોકોની વિચારવા અને સમજવાની ક્ષમતા, સતર્કતા અને સમન્વયની ક્ષમતા પ્રભાવિત થાય છે. (૨) તેમજ આ દવાથી એમની દુર્ઘટના કરવાની સંભાવના વધી જાય છે. એટલું જ નહિ એનાથી સૂતી વખતે શ્વાસ સંબંધિત સમસ્યા પણ થાય છે એ અલગ.

(૩) જાણકારી માટે જણાવી દઈએ કે આ દવાઓની મુખ્ય રીતે ચેતાતંત્ર પર ખરાબ અસર પડે છે. (૪) અન્ય એક ગંભીર અસર એ છે કે આ દવાઓનું વારંવાર સેવન કરવાથી આત્મહત્યા કરવાની પ્રવૃત્તિ પણ વધે છે.

હવે ઊંઘની દવાઓના સેવન પર થયેલા શોધના નિષ્કર્ષ જાણી લો.

જણાવી દઈએ કે આ શોધ વર્ષ 1994 થી 2007 ની વચ્ચે 14,000 લોકો પર આધારિત છે. શોધના પરિણામ કેનેડિયન જર્નલ ઓફ સાઈકાઈટ્રીમાં પ્રકાશિત થયા છે. અને શોધકર્તા જેનેવિવ બેલેવિલેના મત અનુસાર, ‘આ દવાઓ ચોકલેટ નથી હોતી. આનું સેવન શરીરને નુકશાનકારક છે.’ એવું જણાવાયું છે.

હાર્ટ એટેકનો ભય :

આ વાંચીને તમને આશ્ચર્ય થશે કે ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ઊંઘની ગોળીઓનું વધારે સેવન કરવાથી હાર્ટઅટેક આવવાનો ભય 50% વઘી જાય છે. અને શોધકર્તાઓનું પણ માનવું છે કે, ઊંઘની ગોળીના 35 મિલીગ્રામના સ્ટાન્ડર્ડ ડોઝ લેવાથી હાર્ટઅટેકનો ભય 20% વધી જાય છે.

કોઈ વ્યક્તિ દ્વારા વર્ષમાં લગભગ 60 ઊંઘની ગોળી લેવાથી આ રિસ્ક 50% થઈ જાય છે. બીજી એક શોધ દરમ્યાન લગભગ 50,000 લોકોનું નિરીક્ષણ થયું જેમાં એમના ઊંઘવાની આદત, દવાનું સેવન અને હૃદયના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જેનું પરિણામ ઉપર જણાવ્યા અનુસાર આવ્યું. એના થોડા બીજા નુકશાન નીચે જણાવ્યા છે.

એનાથી યાદશક્તિ નબળી થાય છે :

જાણકારી માટે જણાવી દઈએ કે લાંબા સમય સુધી ઊંઘની ગોળી લેવાથી રક્ત વાહિનીઓમાં ક્લોટિંગ બની જાય છે. એનાથી યાદશક્તિ નબળી થઇ જાય છે, અને બેચેનીની ફરિયાદ શરૂ થઇ જાય છે. એટલા માટે ઊંઘની ગોળીઓનું સેવન કરતા પેહલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

કેન્સર :

ઊંઘની ગોળીઓનો સંબંધ સામાન્ય રૂપથી થતી મૃત્યુ સાથે છે. આ દવાઓના વધારે ઉપયોગથી કેન્સર જેવી ભયંકર બીમારી થવાનો ભય 35% થી વધારે થઇ જાય છે. અને આ વાત બીએમજી ઓપન પત્રિકામાં છપાયેલા અમેરિકી અભ્યાસમાં કહેવામાં આવી છે.

આજકાલ લોકોના મોઢે “ઊંઘ ના આવવી” એ સાંભળવામાં ઘણું સામાન્ય લાગે છે. પરંતુ એને સામાન્ય સમજવાની ભૂલ ક્યારેય કરવી જોઈએ નહિ. આ ઇન્સોમેનિયા કે સ્લીપિંગ ડિસઑડર પણ હોઈ શકે છે. આજકાલની ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલની વચ્ચે ઘણા એવા કારણો હોય છે જેને લીધે રાત્રે ઊંઘ ઉડી જાય છે.

ઊંઘની જરૂરિયાતની વાત કરીએ તો દરેકના શરીર માટે ઊંઘની જરૂરિયાત જુદી જુદી હોય છે. જેમકે,

શાળાએ જતા બાળકો માટે 8 થી 10 કલાક ઊંઘવું જરૂરી છે. તો તરુણાવસ્થામાં 8 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. જયારે યુવાન અને વૃદ્ધ લોકો માટે 7 થી 8 કલાકની ઊંઘ પૂરતી છે. તેમજ એક સ્વસ્થ વ્યક્તિને 10 થી 15 મિનિટની અંદર સારી ઊંઘ આવી જાય છે, જેના માટે એણે પ્રયત્ન નથી કરવો પડતો.

સારી ઊંઘ માટે આ થોડી ટીપ્સ યાદ રાખી લો. રાત્રે સમજી વિચારીને ભોજન કરવું, સુતા પહેલા આલ્કોહોલ ન પીવું, રાત્રે આઈસ્ક્રીમ ખાવું ઊંઘમાં અડચણ લાવી શકે છે. અને રાત્રે સુતા પહેલા સમૃદ્ધ આહાર લેવાથી બચો.

આવો જાણીએ શું છે અનિંદ્રા?

આજકાલના જીવન ધોરણ અનુસાર અનિંદ્રાના ઘણા કેસ સામે આવે છે. તે ઘણા પ્રકારના હોઈ શકે છે. જેવાકે પલંગ પર પડ્યા પછી ઘણા સમય પછી ઊંઘ આવવી, દિવસે ઝોંકા આવતા રહેવા, રાત્રે વધારે સપના આવવા, વારંવાર ઊંઘ ઉડી જવી, મોઢું સુકાઈ જવું, પાણી પીવા કે પેશાબ કરવા વારંવાર ઉઠવું, નસકોરા બોલવા, રાત્રે પગનું ઉછળવું, ઊંઘમાં ચાલવું વગેરે.

જોકે સામાન્ય રીતે લોકો દ્વારા ઊંઘને થાક કે પછી માનસિક તણાવ સાથે જોડીને વિચારવામાં આવે છે, અને તે જાતે જ કોઈ ઊંઘની ગોળી લઇને ઊંઘી જાય છે. જો તમે આ રીતે કારણ જાણ્યા વગર ઊંઘની ગોળી લો છો, તો એનાથી બીમારી હજી વધી શકે છે. થઇ શકે કે ઊંઘ ન આવવાનું ફક્ત આજ કારણ ન હોય, બીજું કંઈ પણ હોય.

જેમ કે કોઈ વાર કામ કરવાના સમયમાં ફેરફાર થવાથી ઊંઘ નથી આવતી. તેમજ સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે પછી કોઈ અન્ય સમસ્યા હોઈ તો પણ આખી રાત ઊંઘ નથી આવતી. તેમજ ઘણીવાર સુતા પેહલા લેવામાં આવેલ આહાર પણ ઊંઘ ન આવવાનું કારણ હોઈ શકે. આવો જોઈએ એ આહાર વિશે જે ઊંઘમાં ખલેલ નાખી શકે છે.

૧) આઇસક્રીમ :

એક વાતનું ખાસ ધ્યાન રહે કે સુતા પેહલા કયારેય આઈસ્ક્રીમ ન ખાવું જોઈએ. કારણ કે આઈસ્ક્રીમમાં ફેટ અને સુગરની માત્રા વધારે હોય છે, જે શરીરમાં જઈને એક્દમથી ગરમી કરે છે અને ઉર્જાનો સંચાર થવા લાગે છે, આ કારણથી ઊંઘનું ઉડી જવું સ્વાભાવિક છે.

૨) દારૂ :

ઘણા બધા લોકોને રાત્રે દારૂ પીવાની આદત હોય છે અને એમનું એવું માનવું છે કે એનાથી સારી ઊંઘ આવે છે. પણ હકીકતમાં આ વાત ખોટી છે. કારણ કે દારૂ પીવાથી માનવીની ઊંઘ આવવાની કુદરતી પ્રક્રિયા પર અવળી અસર થાય છે. દારૂ પીને સૂઈ જવાથી તમને સવારે ઉઠીને સામાન્ય દિવસ જેવી સ્ફૂર્તિ અને તાજગી નથી મળતી. વળી ઘણી વાર દારૂના નશાને લીધે ભાન નથી રહેતું ને લોકો એને સારી ઊંઘ સમજે છે.

૩) ડાર્ક ચોકલેટ :

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે ડાર્ક ચોકલેટમાં કેફીનની માત્રા ઘણી વધારે હોય છે. એ કેફીન તમારા શરીરને એકદમથી બૂસ્ટ અપ કરી દે છે. એમાં વળી ઘણી વાર ડાર્ક ચોકલેટમાં થિયોબ્રોમાઇન પણ નાખેલું હોય છે. જે હૃદયને ઝડપથી ધબકાવે છે અને શરીરને ઉર્જા આપે છે, હવે એવામાં ઊંઘવું અઘરું થઇ જાય છે.

૪) ભારે ખોરાક લેવો :

મિત્રો જો તમે રાત્રે સુતા પહેલા વેજ ફૂડ પણ ખાતા હો, તો એ હલકું અને સરળતાથી પચે એવું ખાવાની આદત પાડો. જેમકે ઘઉંના લોટની રોટલી, ખીચડી વગેરે. કારણ કે વધારે ભારે ખોરાક ખાવાથી તમને પેટ સંબંધી સમસ્યા થઇ શકે છે.

૫) કેફિનયુક્ત પદાર્થ. :

તમારે આ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ રાત્રે સુતા પહેલા કોફી પીવી જોઈએ નહિ. કારણ કે કોફી પીવાથી તમારી ઊંઘમાં અડચણ આવી શકે છે. એને પિવાથી પેહલા તો ઊંઘ સમયસર આવશે નહિ અને આવી જાય તો વારંવાર ડિસ્ટર્બ થશે. કારણ કે કેફીન તમારી ઊંઘ ઉડાડવાનું કામ કરે છે.

મિત્રો જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમે અનિંદ્રાની સમસ્યાથી દૂર રહી શકો છો. જો એના પછી પણ તમને ઊંઘ ન આવે તો ડોકટરની મદદ લેવામાં અચકાશો નહિ. અને એમને પૂછ્યા વગર ઊંઘની ગોળી લેશો નહિ.