તમે ક્યારેય કમળગટ્ટા ખાધા છે, ઘણાએ તો નામ પણ પહેલીવાર સાભળ્યું હશે, જાણો કમળગટ્ટા વિષે.

0
2725

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આમ તો તમે જાત જાતની વસ્તુઓ ખાધી હશે. આને જે લોકો વિદેશ ફરવા ગયા હશે, એમણે તો ભારતમાં ન જોવા મળતી વસ્તુઓ અને વાનગીઓ ખાધી હશે. છતાં પણ અમુક એવી વસ્તુઓ હોય છે જે સ્વાદમાં સારી હોય છે, અને સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. પણ દરેક લોકોએ એ ખાધી નથી હોતી.

અને આજે અમે તમને એક એવી જ વસ્તુ વિષે જણાવવાના છીએ. જણાવી દઈએ કે, આજે અમે તમને કમળગટ્ટા વિષે જણાવીશું. જેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. તો આવો જાણીએ કમળગટ્ટા વિષે.

મિત્રો, તમારા માંથી ઘણા લોકોએ કમળગટ્ટાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. જો કે અમુક લોકો એવા પણ હશે જેમણે આ નામ પહેલી વાર સાંભળ્યું હશે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે, પૂજાપાઠ અને મંત્રજાપની માળામાં ઉપયોગમાં લેવામાં આવતા કમળગટ્ટા ખાવાના કામમાં પણ આવી શકે છે. ખરેખર તમને નવાઈ લાગશે, પણ એક વખત તમે તેનો સ્વાદ ચાખી લેશો તો તે વારંવાર ખાવા માંગશો.

જણાવી દઈએ કે, કમળગટ્ટા એ કમળનું જ ફળ હોય છે, જેનું ઉત્પાદન કમળના ફૂલમાંથી જ થાય છે. કમળના આ ફૂલમાં રહેલા બીજને છોલીને ખાવામાં આવે છે, જે મગફળી જેવા હોય છે. તેનો સ્વાદ પણ મગફળી જેવો જ હોય છે. પણ એવું કહેવામાં આવે છે કે, તે મગફળીથી વધુ સ્વાદિષ્ટ હોય છે. આ સ્વાદિષ્ટ નાનું એવું બીજ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. તે ડાયાબીટીસ, મગજની શક્તિ, પ્રજનન શક્તિ અને પાચન તંત્ર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કમળગટ્ટાની ખાસિયત એ છે કે, તે વર્ષમાં એક જ વખત થોડા સમય માટે જ બજારમાં મળતા હોય છે. પણ તેની જરૂરિયાત જળવાઈ રહે છે અને તેના ચાહકોની સંખ્યા ક્યારેય પણ ઓછી થતી નથી.

કમળગટ્ટાની જેવી કમળની ડાળી એટલે કમળકાકડીનો ઉપયોગ પણ શાક બનાવવામાં કરવામાં આવે છે. ખાસ કરીને પંજાબમાં તેને લોકો વધુ પસંદ કરે છે. તે ઉપરાંત પણ સિંધી અને પંજાબી લોકોમાં કમળકાકડીને ખુબ પસંદ કરવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.