ઘડપણ રોકવા માટે માત્ર આટલું કામ કરો, અને સફેદ વાળ, ચામડી પર કરચલી વગેરે દુર કરો

0
5037

આજકાલ ઘણા બધ યુવાનોમાં એક સામાન્ય સમસ્યા જોવા મળે છે, અને એ છે નાની ઉંમરમાં સફેદ વાળ થઇ જવા. વાળ સફેદ થવાથી લોકોને ઘણી ચિંતા થઇ જાય છે કે, પોતાના સફેદ વાળને કાળા કેવી રીતે કરવા? વાળ કાળા કરવાં માટે ઘણા લોકો કલર લગાડે તેમજ બીજા ઉપાય પણ કરે છે. પણ તેનાથી કુદરતી રીતે વાળ કાળા થતા નથી.

અને બીજી વાત કરીએ તો ઘડપણ આવે તે પણ માણસને ગમતું નથી. ધડપણ આવે તો શરીર પર કરચલી પડી જાય છે અને શરીરમાં અશક્તિ આવી જાય છે, આંખનું તેજ ઓછું થઇ જાય છે, ઓછું સંભળાય છે, વગેરે સમસ્યાઓ થવા લાગે છે. પણ આજે અમે તમારા માટે સફેદ વાળ અને ઘડપણ બંને માટે એક ઉપાય લઈને આવ્યા છીએ. તો ચાલો જણાવી દઇએ તે ઉપાય શું છે.

મિત્રો આપણે જે કપડાં પહેરીએ છીએ તે પહેરવાથી અને ધોવાથી ઘસાઈ જાય છે. અને એક સમય એવો આવે છે તે ઉપયોગ કરવાં લાયક રહેતા નથી. એટલે આપણે તેને કાઢી નાખીએ છીએ. બસ એવું જ કંઈક માણસના શરીરમાં પણ છે. આપણે જે શારીરિક કે માનસિક કોઈ પણ કામ કરીએ તો આપણા શરીરના ઘણા કોષો ખત્મ થઇ જાય છે. અને તે ખત્મ થયેલા કોષની જગ્યાએ શરીર નવા કોષ બનાવે છે.

હવે જો આપણા શરીરમાં નવા કોષ બને છે, તો આપણું શરીર તાજું અને જુવાન થઇ જાય છે. અને જો બધા કોષ બદલાઈ જતા હોય તો શરીર યુવાન જેવું થઇ જાય છે અને ઘડપણની વાત જ આવતી નથી. જો સીધી વાત કરવામાં આવે તો કુદરત જે છે, તે ધડપણ આવવા દેવા માંગતી નથી, એટલે શરીરમાં નવા નવા કોષો બને છે. ઘણા કોષો તો ઓછા સમયમાં બદલાય જાય છે. એના માટે બહારથી કોઈ વસ્તુ લાવવી પડતી નથી.

એટલે માનવીમાં ધડપણ આવે છે તે આપણી કુદરત વિરુદ્ધ રીત-ભાતના કારણે આવે છે. બીજું આપણા જુના દાદાઓની પેઢીથી આપણને મળેલા વિચારો આપણા મગજમાં ફર્યા કરે છે. આપણને વિચાર આવે છે કે, આપણે 42 થી 50 વર્ષના થયા એટલે આપણા વાળ સફેદ થવા માંડ્યા, એટલે આપણને ઘડપણ આવી ગયું. અને હવે આપણે મરી જવાના છે એવા ખોટા વિચારો આવે છે.

મિત્રો આપણા એ જ વિચાર આપણા શરીરમાં ઘડપણ આપી જાય છે. અને નવા કોષ બનાવવામાં કુદરતને આપણે રોકીએ છીએ. આપણે જેવા વિચાર કરીએ તેવું જ આપણા શરીરની અંદર રસાયન ઉત્પન્ન થાય છે. એટલે આપણે ખરાબ વિચાર લાવવા નહિ, અને કુદરતી રીતે જીવવાનું છે.

તો એના માટે તમારે આટલી આદત પાડવી જોઈએ, જેથી તમારી આ સમસ્યા માંથી તમને છુટકારો મળી જશે. મિત્રો યુવાન રહેવા માટે બને ત્યાં સુધી એક જ ટાઈમ જમવું. અને સવારનું જમવાનું તદ્દન બંધ કરી દેવાનું છે. ભલે તમે સવારમાં મહેનત કરો તો પણ સવારે જમવાનું બંધ કરો.

મિત્રો એક અભ્યાસ અનુસાર આપણે સવાર થાય એટલે ખાઈએ છીએ. પણ એ બંધ કરો. જંગ ફૂડ પણ ખાવાનું બંધ કરો. જો જઈએ તો આપણે ખાઈએ છીએ કેવી રીતે? તો જો કોઈનો જન્મ દિવસ આવે તો ખાવાનું, કોઈના સારા માર્ક આવ્યા, કોઈને ત્યાં બાળક કે બાળકી થાય તો ખાવાનું, એટલે આપણે ડુક્કર જેવા થઇ ગયા છીએ.

રસ્તા પર આપણે જઈએ તો પાણીપુરી, આલુપૂરી વગેરે ખાઈએ છીએ. એટલે આપણે આવી રીતે આપણા શરીરને નુકશાન પહુંચાડીએ છીએ. ખરેખર આપણે એક વાર ખાઈ લીધું પછી ઉઠ્યા પછી ગમે તે વસ્તુ હોય તે ખવાય નહિ. ખાવાની સાથે પાણી પીવામાં પણ ધ્યાન રાખવાનું છે. ખવાઈ ગયા પછી જેમ બને તેમ વધારે સમય પછી પાણી પીવું.

તમારે હંમેશા જમ્યા પછી અડધો, એક કે દોઢ કલાક પછી પાણી પીવાનું છે. ખાય અને પાણી પી અને તરત ખાવાનું નથી, એ વાત પણ ધ્યાન રાખવાની છે. ઊંઘ પુરે પુરી લેવાની છે. ઊંઘ આપણે પુરી ન કરીએ એનાથી પણ આપણા શરીરમાં ઘડપણ આવવા લાગે છે. ઊંઘ આપણે પુરી ન કરીએ અને આપણે જો કોઈ કામ કરીએ તો આપણને બગાસા આવે છે. એટલે પૂરતી ઊંઘ લેવી.

તમે સફેદ વાળ અને કરચલી માટે લીમડાનો ઉપાય અપનાવો. વાડી કે ખેતર હોય છે ત્યાં લીમડાની ગળો થાય છે. શહેરમાં એ ન મળતું હોય તો, શહેરમાં જે દેશી ઔષધી વેચે છે એને ત્યાંથી મળી રહેશે. ત્યાંથી ગળો લઇ આવવું. અને તેના કટકા કરી દેવાના છે, અને તે કટકાને છાંયડામાં સુકવી નાખવાના છે. નહીંતર તમે કરિયાણા અથવા દેશી દુકાનમાંથી બે રૂપિયા ભાર લઇ આવવાનું છે.

તેને રાત્રે કાચના કે સ્ટીલના વાસણમાં પાણીમાં પલાળીને મુકી દો, અને સવારે ઉઠી કોગળા વગેરે કરી તે ગળોને નીચવી અને એ પાણીને ગાળીને પી જવાનું છે. આ પણ સફેદ વાળ કાળા કરવાનો એક ઈલાજ છે. એટલે આ પી જવાનું છે અને પછી દાતણ પાણી કરી લેવાનું.

એ કામ કર્યા પછી તમારે 5 ગ્રામ આંબળાનો પાઉડર દેશી ઘી અને મધમાં લેવાનો છે. એના માટે 5 ગ્રામ પાઉડરમાં સૌથી પહેલા ઘી એડ કરી તેને સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. પછી તમારા આધારે વધારે કે ઓછું મધ નાખવાનું છે. અને ફરી બધું મિક્ષ કરી લેવાનું છે. સારી રીતે મિક્ષ કર્યા પછી તેને ચાટી લેવાનું છે. ચાટી લીધા પછી તમારે સ્નાન કરવા જવાનું છે.

હવે સ્નાન કરવા પહેલા 2 ચમચી આંબળાનો પાઉડર એક વાટકીમાં લઈને એમાં પાણી નાખવાનું છે, અને તેને રગડા જેવું કરવાનું છે. હવે તેને આખા શરીર પર લગાડી દેવાનું છે. તેને લગાવી શરીરને સારી રીતે મસળી લેવાનું છે. ત્યારબાદ સ્નાન કરી લેવાનું છે. પણ ધ્યાન રહે કે સાબુથી સ્નાન કરવાનું નથી. અને જો તમને સાબુનો ઉપયોગ જ કરવો છે તો તમે પહેલા સાબુથી સ્નાન કરી લો અને તેના પછી આ પાઉડર શરીરને લગાડવાનો છે. આ પાઉડરથી સ્નાન કર્યા પછી સાફ અને કોરા કપડાથી શરીર સાફ કરી લેવાનું છે.

મિત્રો જણાવી દઈએ કે આંબળાનો પાઉડર વાળો ઉપાય તમારે રોજ કરવાનો છે. જેથી તમારા વાળ સફેદ વાળ થશે નહિ અને થઇ ગયેલા હોય તે પણ ધીમે ધીમે કાળા થઇ જશે. દરરોજ આવું કરવાનું છે અને ખોટા વિચારો આપણે આપણા મગજમાં લાવવાના નથી. જેમ કે, હવે હું ઘરડો થઇ ગયો છું અને મારી શક્તિ ઓછી થઈ ગઈ છે અને મારુ મૃત્યુ થઈ જશે વગેરે વગેરે. કારણ કે ખરાબ વિચારથી આપણા શરીરમાં એવું જ રસાયન બનવા લાગે છે. એટલે આપણને આવું વિચારવું કે જેથી ચામડીને કરચલી પડશે નહિ અને સફેદ વાળ થશે નહિ.