જો ગરીબીનું મોં ન જોવું હોય, તો રોજ ભોજનનો કોળિયો ખાતા પહેલા કરવું જોઈએ આ કામ

0
1448

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને ભોજન અને ઘરની બરકત સંબંધિત વાત કરીશું. આ તમને થોડું અટપટું લાગી રહ્યું હશે પણ જણાવી દઈએ કે, ભોજન અને ઘરની બરકતનો પરસ્પર સંબંધ છે. અને એ સંબંધ આપણા શાસ્ત્રોમાં જણાવ્યો છે. એના વિષે અમે તમને થોડી વાતો જણાવીશું.

જો આપણે ખાવાની એટલે કે ભોજનની વાત કરીએ, તો દુનિયાના દરેક સજીવ માટે તે જીવન જીવવા માટેની મુખ્ય વસ્તુ છે. અને માણસની મુખ્ય ત્રણ જરૂરિયાત રોટી, કપડાં અને મકાન માંથી એક છે. અને તમે એ વાત તો જાણો જ છો કે, આ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાનું પેટ ભરવા માટે જ આખો દિવસ મહેનત કરતો હોય છે. અને ખાધા વગર આ ધરતી ઉપર જીવવું અશક્ય છે.

વિજ્ઞાન મુજબ ખોરાક માંથી આપણા શરીરને ઉર્જા મળે છે, અને આપણે કામ કરી શકીએ છીએ. જો આપણે સતત થોડા દિવસ સુધી ખાવાનું બંધ કરી દઈએ, તો આપણે જીવી શકીએ નહિ. અને આ બધું આપણે સ્કૂલમાં ભણીને જ આવ્યા છીએ.

પણ આજે આપણે એના ઘરની બરકત સાથેના સંબંધ વિશે જાણવાના છીએ. મિત્રો તમે એ વાત તો જાણો જ છો કે, ભારત દેશમાં અને ખાસ કરીને હિંદુ ધર્મમાં ભોજનની અન્ન દેવતા તરીકે પૂજા થાય છે. અને આપણે ત્યાં એવી પણ માન્યતા છે કે, જે અન્નની કદર નથી કરતા, અન્ન તેની ક્યારે પણ કદર નથી કરતું. ભોજન આપણા શરીરને તાજું માજુ અને સ્વસ્થ રાખવા માટે ઘણું જરૂરી છે.

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, જે ઘરમાં ભોજનની કદરને સમજવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પણ ધનની તંગી નથી સર્જાતી. અને જો તમે પણ તમારા ઘરમાં બરકત લાવવા માંગો છો, તો આ લેખ માત્ર તમારા માટે છે. કારણ કે, આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલા એવા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે ગરીબીનો હંમેશા માટે ત્યાગ કરી શકો છો. તેના માટે તમારે વધુ મહેનતની જરૂર પણ નથી.

ગરીબીનું મોં ન જોવું હોય, તો રોજ ભોજન કરતા પહેલા કરો આ કામ :

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમે પણ બરકત મેળવવા માંગો છો અને ઈશ્વરને પ્રસન્ન કરવા માંગો છો, તો તમારે રોજ એક નાનકડું કામ કરવું પડશે. અને આ કામને તમે ભૂલ્યા વગર રોજ નિયમિત રીતે ભોજનનો પહેલો કોળિયો ખાવાના બરોબર પહેલા કરો.

એમ કરવાથી તમને ક્યારેય પણ ધનની તંગી નહિ આવે, અને માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહેશે. એના માટે તમે જયારે પણ ભોજન કરવા બેસો, તો સૌથી પહેલા બે હાથ જોડીને ઈશ્વરનું નામ જરૂર લો. તેનાથી ન માત્ર તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થશે પરંતુ તમે પ્રેમ પૂર્વક ભોજન ખાઈ શકશો.

ગરીબી નહિ કરે ઘરમાં વાસ :

આપણે ત્યાં એવી માન્યતા છે કે, ઈશ્વર આ સૃષ્ટિના કણે કણમાં વસે છે. એટલા માટે જો તમે ભોજન કરતા પહેલા જો ઈશ્વરનું નામ લેશો, કે પછી એમનું ધ્યાન ધરીને ભોજન કરવાનું શરુ કરો છો, તો તમારું મન શાંત રહેશે અને ઈચ્છા શક્તિ બમણી થઇ જશે. તેનાથી શરીરને એક નવી ઉર્જા મળે છે, જે ઘરમાં સમૃદ્ધી અને ખુશાલી લાવે છે. આ કામ કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ગરીબીનો વાસ થતો નથી, અને ન તો આ ઉપાય ઘરમાં ગરીબી આવવા દે છે.

ભૂલથી પણ થાળીમાં ન ધોવા હાથ :

જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જે ઘરમાં અન્નનો અનાદર કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પણ ખુશીઓ આવતી નથી. એવા ઘરમાં હંમેશા ધનની તંગી બની રહે છે. એટલે ભોજન પૂરું કર્યા પછી ભૂલથી પણ ખાવાની થાળીમાં હાથ ધોવા જોઈએ નહિ. કારણ કે આ કામ કરવાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે, અને પાછા વળીને ઘરમાં પ્રવેશ નથી કરતા. એટલા માટે ખાતા પહેલા હાથ સારી રીતે ધુવો અને ઈશ્વરને યાદ કરીને પછી જ ખાવાનું ખાવ. અને જમ્યા પછી થાળીમાં હાથ ધોવા નહિ. જેથી તમને આગળ જતા તમારે કોઈ પ્રકારની કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.