ધન લાભ માટે 30 ડિસેમ્બર પહેલા કરો આ સરળ ઉપાય, ખુલી શકે છે નસીબના દરવાજા.

0
439

શ્રીકૃષ્ણ અને માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાય, ધન સંબંધિત સમસ્યા થશે દૂર. આ વખતે ડિસેમ્બરમાં માગશર માસ શરૂ થશે. ધર્મ ગ્રંથો અનુસાર માગશર મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ઘણો પ્રિય છે. આ મહિનામાં શંખની પૂજા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જ્યોતિષ અનુસાર જો આ મહિને શંખ સાથે સંબંધિત અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો ધન સાથે સંબંધિત અનેક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. તે ઉપાય નીચે પ્રમાણે છે.

માગશર મહિનામાં દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેનાથી લાભ થશે.

ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખનું દાન કરો. તેનાથી પણ ધન સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થશે.

જે સ્થાન પર પીવાનું પાણી રાખો છો, ત્યાં દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને રાખો. તેનાથી પિતૃદોષ ઓછો થશે.

માગશર માસમાં મોતી શંખમાં આખા ચોખા ભરીને રાખો. પછી તેની પોટલી બનાવો અને પોતાની તિજોરીમાં મૂકી દો.

પોતાના પૂજા ઘરમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરો અને રોજ વિધિ-વિધાનથી તેની પૂજા કરો.

દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ અને કેસર મિક્સ કરીને તેનાથી માતા લક્ષ્મીનો અભિષેક કરો. ધન લાભ થશે.

કોઈ પવિત્ર નદીમાં શંખ પ્રવાહિત કરો અને મારા લક્ષ્મી સામે મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો.

એક સફેદ કપડાંમાં સફેદ શંખ, ચોખા અને પતાસા લપેટીને નદીમાં પધરાવી દો. તેનાથી શુક્ર દોષ દૂર થશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.