સતત 11 દિવસ કરો આમાંથી કોઈ પણ એક ઉપાય, મળશે બધુ, ચમકી જશે ભાગ્ય

0
572

આમાંથી કોઈ પણ એક ઉપાય ફક્ત 11 દિવસ સુધી સતત કરવાથી ચમકી ઉઠશે તમારું ભાગ્ય, મળશે દરેક વસ્તુ

આપણામાંથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેને ક્યારેય ધનની સમસ્યા ન થાય અને તેનો આખો પરિવાર દરેક સુખોથી સંપન્ન રહે. પણ તમને જણાવી દઈએ કે, કોઈ કેટલા પણ પ્રયાસ કરી લે પણ ક્યારેકને ક્યારેક તો દરેકે પૈસાની તંગીનો સામનો કરવો જ પડે છે. તેમાં કોઈ બે મત નથી કે આ દુનિયામાં પૈસા જ એક એવી વસ્તુ છે, જેનાથી વ્યક્તિ દરેક સુખ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. અને તેના માટે ઘણા લોકો ભગવાન પાસે આશીર્વાદ પણ માંગે છે.

એટલું જ નહિ ઘણા લોકો તો ઘણા પ્રકારના ઉપાય પણ કરે છે જેને અપનાવીને તે ધનવાન બની શકે. આમ જો જોવામાં આવે તો શાસ્ત્રોમાં પણ આ પ્રકારના ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને કરવાથી માણસ ધનવાન તો બને જ છે, સાથે સાથે તેનું નસીબ પણ ચમકી જાય છે. બસ ધ્યાન રહે કે તમારે એમાંથી કોઈ પણ ઉપાયને સતત ૧૧ દિવસ સુધી કરવો પડશે. તો આવો જાણીએ છેવટે કયા છે તે ઉપાય?

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ દર શુક્રવારે સંપૂર્ણ વિધિ વિધાન સાથે માતા વૈભવ લક્ષ્મીનું વ્રત અને પૂજા કરે છે, તો તે દરમિયાન તેણે પૂજા પછી માતાને મીઠો પ્રસાદ ધરાવવો જોઈએ. એવું કરવાથી માતા વૈભવ લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

તેમજ વાત કરીએ ભગવાન શનિની તો એતો તમને પણ ખબર હશે કે, તેમને અન્ય ગ્રહોના સ્વામી માનવામાં આવે છે, એટલા માટે ક્યારેય પણ જીવનમાં સમસ્યા આવે છે, તો તેને દૂર કરવા માટે શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઓછામાં ઓછું 1 રૂપિયાનું દાન કરવું જોઈએ. તેની સાથે જ તમે ઇચ્છો તો આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહાર પણ સરસવનો દીવો પ્રગટાવો. કારણ કે એવું કરવાથી શનિદેવની કૃપા બની રહે છે.

તમે ઈચ્છો તો દર શનિવારે પીપળાના ઝાડની નીચે માટીના દીવામાં સરસવનું તેલ નાખીને દીવો પ્રગટાવી શકો છો. એવું કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે, અને ઘરમાં બરકત પણ થાય છે.

તેના સિવાય તમને એ પણ જણાવી દઈએ કે, હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. અને માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં હંમેશા જ સકારાત્મકતાનો વાસ હોય છે. એટલું જ નહિ તેની સાથે સાથે તે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને સારું બની રહે છે.

આમ તો શાસ્ત્રમાં દાન કરવાને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે, અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને પોતાના સામર્થ્ય અનુસાર વસ્તુઓ દાન કરવાથી તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.

એ તો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બજરંગબલીને નારંગી રંગનું સિંદૂર કેટલું પસંદ છે. આ જ કારણ છે કે માતા સીતાએ તેમને જણાવ્યું હતું કે તે પોતાના સુહાગ એટલે કે રામ ભગવાનની લાંબી ઉંમર માટે સિંદૂર લગાવે છે. એટલા માટે ભક્ત તેમને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને અર્પણ કરે છે. આ સિંદૂરથી તિલક લગાવવા પર બજરંગબલીનો આશીર્વાદ હંમેશા બની રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.