ભૂલથી પણ મોબાઈલમાં આ 6 વસ્તુઓને “સેવ” કરવાની ભુલ ન કરવી, નહીં તો લાગશે મોટો ઝટકો.

0
4088

જો આજના ટેકનોલોજીથી સજ્જ જમાનાની વાત કરીએ, તો આજકાલ મોબાઈલ લોકોની મુખ્ય જરૂરીયાત બની ગયો છે. એ વાત તમે પણ અનુભવી હશે કે કોઈ પણ વ્યક્તિ એક પળ પણ મોબાઈલ વગર નથી રહી શકતો. દિવસના 24 કલાક માંથી 12 થી 14 કલાકનો આપણો સમય મોબાઈલ સાથે પસાર થાય છે.

એ પણ કહી શકાય છે કે આજકાલના સમયમાં મોબાઈલ લોકોની આદત બની ગયો છે. પરંતુ શું તમે આ વાતથી પરિચિત છો? કે આપણી આ આદત આપણને લાખો કરોડોનું નુકશાન પહોંચાડી શકે છે. જી હાં, તમે એકદમ સાચું વાંચી રહ્યા છો. આપણે લોકો જાણે અજાણે આપણા મોબાઈલની અંદર પોતાના ઘણા બધા જરૂરી દસ્તાવેજોની જાણકારી સેવ કરીને રાખીએ છીએ. જેના કારણે આપણે પાછળથી પસ્તાવું પડે છે.

જો તમે પણ એનાથી બચવા માંગો છો તો આ લેખ ધ્યાનથી વાંચજો. કારણ કે આજે અમે તમને આ લેખમાં એવી 6 વસ્તુઓ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે ક્યારેય પોતાના મોબાઈલમાં ભૂલથી પણ સેવ નહીં કરવી જોઈએ. નહીં તો તમારે ભારે નુકશાન ભોગવવું પડી શકે છે.

આવો જાણીએ મોબાઈલમાં કઈ 6 વસ્તુઓ “સેવ” ન કરવી જોઈએ :

બેન્ક એકાઉન્ટની જાણકારી :

મિત્રો સુરક્ષિત રહેવા માટે તમારે બધાએ સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમે પોતાના મોબાઈલમાં ભૂલથી પણ પોતાના બેન્ક એકાઉન્ટની જાણકારી ન રાખો. અને જો તમારા મોબાઈલમાં આ પ્રકારની કોઈ પણ જાણકારી છે, તો એને તરત ડીલીટ કરી નાખો. કારણ કે આ પ્રકારની જાણકારી મોબાઈલમાં રાખવી તમારા માટે ઘણી નુકશાનકારક સાબિત થઈ શકે છે. જયારે પણ કોઈ હેકિંગ એપ મારફતે તમારા ડેટા ચોરી થાય તો તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય છે.

એટીએમ પિન :

ઘણા બધા લોકોમાં આ એક ખોટી આદત જોવા મળે છે. ઘણા બધા લોકો એવા જોવા મળે છે, જે પોતાના મોબાઈલમાં કોઈ ફોલ્ડરમાં પોતાના એટીએમની પિન સેવ કરી રાખે છે. કોઈ વાર થઈ શકે કે તમારા મોબાઈલની સાથે એટીએમકાર્ડ પણ ખોવાય જાય, અને તે કોઈના હાથમાં આવી શકે છે. જેના કારણે તમારે ભારે નુકશાન ભોગવવું પડી શકે છે. માટે એટીએમ પીન હંમેશા મગજમાં સેવ રાખો ન કે મોબાઈલમાં.

એકાઉન્ટ અથવા પાસબુકનો ફોટો :

મિત્રો આ પ્રકારની ભૂલ પણ ઘણા બધા લોકોથી થાય છે. ઘણા બધા લોકો પોતાના મોબાઈલની ઈમેજ ગેલેરીમાં પોતાના બેન્ક એકાઉન્ટની બધી જાણકારીના ફોટા સેવ કરીને રાખે છે. જેના કારણે આપણે પાછળથી ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમે બેન્ક સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની જાણકારી મોબાઈલમાં ન રાખો.

મોબાઈલ માંથી ઓનલાઈન બેન્કિંગની ડિટેઈલ હટાવતા રહો :

ઘણા બધા લોકો સુવિધા માટે મોબાઈલમાં ઓનલાઈન બેન્કિંગનો વપરાશ કરે છે. અને કામ પૂરું થઈ ગયા પછી એને મોટેભાગે ઓન જ રાખે છે. અથવા મોબાઈલમાં જે બેન્કની એપ્લિકેશન હોય છે એના માધ્યમથી ઓનલાઈન બેન્કિંગનો વપરાશ કરીએ છીએ. પણ આ આનંદ તમારા માટે ઘણો ભારે થઈ શકે છે.

માટે તમે પોતાના મોબાઈલ માંથી ઓનલાઈન શોપિંગની ડિટેઈલ સમય સમય પર હટાવતા રહો. અને એપ્લીકેશનના પાસવર્ડ પણ બદલતા રહો. તેમજ કામ ન હોય તો નેટ બેન્કિંગ માંથી લોગ આઉટ થઈ જાવ. પછી જયારે કામ હોય ત્યારે લોગ ઈન કરવું ફાયદાકારક રહે છે.

વોટ્સએપ પર વધારે જાણકારી શેયર અને સેવ ન કરો :

મોબાઈલમાં વોટ્સએપ ઘણી વધારે વપરાતી એપ્લીકેશન છે. એના પરથી તમારી જાણકારી લીક થઈ શકે છે. માટે તમારે બધાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એની પર બેંક એકાઉન્ટને લગતી કોઈ માહિતી સેવ અને શેયર ન કરવી.

પાન કાર્ડ અને આધારકાર્ડની ડિટેલ :

જાણકારી માટે જણાવી દઈએ કે, તમે પોતાના મોબાઈલમાં પાન કાર્ડ અને આધાર કાર્ડની જાણકારી અથવા ફોટા સેવ ન કરો. જો તમે આ બધાના ફોટા પાડો છો તો અન્ય ઠગ દ્વારા એનો ઉપયોગ ખોટી જગ્યાએ કરી શકાય છે.

આ માહિતી શેર કરો જેથી બીજા પણ સાવધાન રહી શકે.