રાત્રે આ 3 જગ્યા પર જવું નહિ, નહિ તો જીવનમાં દુઃખ સિવાય કાંઈ નહિ મળે

0
238

વિષ્ણુ પુરાણ અનુસાર રાત્રે આ ત્રણ વસ્તુથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમે પણ મુશ્કેલીમાં ફસાઈ જશો. જીવન સારી રીતે જીવવા માટે લાઈફ મેનેજમેન્ટ ઘણું જરૂરી હોય છે. જો તમારા જીવનમાં દરેક વસ્તુ વ્યવસ્થિત થાય છે તો ન ફક્ત તમારો સમય બચે છે, પણ તમારા દરેક કામ પણ સમયસર પુરા થઈ જાય છે. આજના સમયમાં તમને ઓનલાઇન લાઈફમેનેજમેન્ટ સાથે સંબંધિત ટિપ્સ મળી જશે.

પણ શું તમે જાણો છો કે, પ્રાચીન સમયમાં લોકો મહાન વિદ્વાનો જેવા કે આચાર્ય ચાણકય અથવા વિદુર પાસેથી લાઈફ મેનેજમેન્ટ શીખતાં હતા. તેમજ લોકો તેમના પુસ્તકો ચાણક્ય નીતિ અને વિદુર નીતિ દ્વારા તેમની વાતો સમજતા હતા અને તેને જીવનમાં ઉતારતા હતા.

આમ તો આપણા ધર્મ ગ્રંથોમાં પણ લાઈફ મેનેજમેન્ટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે વિષ્ણુ પુરાણમાં તમને લાઈફ મેનેજમેન્ટ સાથે સંબંધિત કામની વસ્તુઓ મળી જાય છે. આજે અમે તેનો જ ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. તેમાં જણાવવામાં આવ્યું છે કે, તમારે રાત્રે કઈ ત્રણ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, નહિ તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

રાત્રે ચાર રસ્તા પર જવું : વિષ્ણુ પુરાણ અનુસાર એક સમજદાર વ્યક્તિએ ક્યારેય પણ રાત્રે ચાર રસ્તા પર નહિ જવું જોઈએ. તેનું કારણ એ છે કે, રાતના સમયે મોટાભાગના ચાર રસ્તા પર અસામાજિક તત્વ હોય છે. એટલા માટે જો એક સજ્જન વ્યક્તિ રાત્રે ચાર રસ્તા પર જાય છે, તો તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમ પણ આવા કામ કરવા એટલે સદાચારના નિયમોનું ઉલ્લંઘન કરવું. એટલે એક સજ્જન વ્યક્તિએ રાત્રે પોતાના ઘરમાં જ રહેવું જોઈએ.

રાત્રે સ્મશાનની આસપાસ જવું : સ્મશાનમાં હંમેશા નકારાત્મક ઉર્જા એક્ટિવ રહે છે. એવામાં આપણે રાત્રીના સમયે સ્મશાન અથવા તેની આસપાસની જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ. જો તમે એવું નથી કરતા અને રાત્રે સ્મશાનમાં જાવ છો તો તેની તમારા મન અને મગજ પર અસર પડી શકે છે. એટલું જ નહિ, આ વસ્તુ તમારા જીવન પર પણ પ્રભાવ પાડી શકે છે. એટલા માટે એજ સારું રહેશે કે તમે રાત્રે સ્મશાનની આસપાસ ભૂલથી પણ નહિ જાવ.

ખરાબ ચરિત્ર વાળા વ્યક્તિ પાસે : જે વ્યક્તિ ખરાબ ચરિત્રવાળા હોય છે તેમની આસપાસ પણ નહિ ફરવું જોઈએ. આવા ખરાબ વ્યક્તિની સંગત તમને પણ ખરાબ બનાવી દે છે. તે ખરાબ લોકો મોટાભાગે રાત્રે અધાર્મિક અને ખોટા કામ કરે છે. એટલા માટે જો કોઈ સજ્જન વ્યક્તિ રાત્રે તેમની પાસે જાય છે, તો તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે એવા લોકોથી ફક્ત રાત્રે જ નહીં પણ દિવસે પણ દૂર રહેવામાં જ ભલાઈ હોય છે.

જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.