ક્યારેય ભૂલથી પણ મૂળાની સાથે આ 2 વસ્તુ ખાશો નહિ, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખૂબ ખરાબ અસર

0
1363

આપણે ત્યાં અલગ અલગ પ્રકારની શાકભાજીઓ અને ફળો ખાવામાં આવે છે. જેમાં અમુક બારેમાસ મળતા હોય છે, તો અમુક માત્ર સિઝનમાં મળે છે. આ બધા માંથી એક છે મૂળા. મૂળા સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે. અને શિયાળામાં મૂળા મોટાભાગે દરેક ઘરોમાં મળી આવે છે. કોઈ એને સલાડમાં ખાવાનું પસંદ કરે છે, તો કોઈને એના પરોઠા પસંદ હોય છે. તેમજ ઘણા ઘરોમાં તો મૂળાનું અથાણું પણ વપરાય છે.

મિત્રો મૂળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને મૂળા આપણી પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એક રીતે તે આપણા પેટ માટે વરદાન સમાન છે. પણ શું તમને ખબર છે? જો એનું સેવન યોગ રીતે ન કરવામાં આવે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જી હાં, એવી એને ખાવામાં થોડી તકેદારી રાખવી પડે છે. કારણ કે એવી બે વસ્તુઓ છે જે મૂળા સાથે ક્યારેય ખાવી જોઈએ નહિ. આવો જાણીએ કે કઈ છે એ બે વસ્તુઓ જેની સાથે ભૂલથી પણ મૂળાનું સેવન કરવું જોઈએ નહિ.

જાણકારી માટે જણાવી દઈએ કે મૂળા ખાધા પછી કરેલા ખાવા જોઈએ નહિ. કેમ કે મૂળા ખાધા પછી કારેલાનું સેવન કરવું તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. કારણ કે આ બંનેની જોડી તમારા પેટમાં રિએક્શન કરી શકે છે. જયારે પણ તમે મૂળાનું સેવન કરો તો એના 24 કલાકની અંદર કારેલાનું સેવન ન કરો. એનાથી શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય સંબંધિત પરેશાની થવાની સંભાવના રહે છે.

બીજી જે વસ્તુ છે જેનું મૂળાની સાથે સેવન કરવાથી બચવું જોઈએ એ છે સંતરા. મિત્રો આ બંનેની જોડી પણ ઝેરથી ઓછી નથી હોતી. આ બંનેના સાથે સેવનથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બંનેના સેવનમાં પણ લગભગ 12 કલાકનું અંતર રાખો.

ચાલો હવે એ પણ જણાવી દઈએ કે, એવી કઈ વસ્તુ છે જેની સાથે મૂળાનું સેવન કરવું સારું રહે છે.

તો મિત્રો જો તમારા માંથી કોઈના પેટમાં કૃમિ છે, તો એના માટે કાચા મૂળાનું સેવન કરો. તેમજ જે લોકોનું સંયોજન ખરાબ છે તે એનું સેવન દાડમના રસ સાથે કરો. તમે ઈચ્છો તો મૂળાનું સેવન ઘી માં શેકીને પણ કરી શકો છો. એના સિવાય મૂળાને હળદળ સાથે ખાવું પણ ફાયદાકારક હોય છે. હરસના રોગીએ મૂળાને હળદળ સાથે જ ખાવા જોઈએ.

જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને ભૂખ ન લાગવાની સમસ્યા છે, તો એના માટે તમે મૂળાના રસમાં આદુંનો રસ ભેગો કરી પીવો. એવું કરવાથી તમારી ભૂખ વધશે અને તમને જો પેટ સંબંધિત કોઈ રોગ છે તો એ પણ દૂર થઈ જશે.

મિત્રો આવાજ બીજા આર્ટીકલ વાંચવા માટે ફેસબુક પર અમારા પેજ ફોલો કરો અને અમારી સાથે જોડાયેલી રહો.