શનિવારે ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ, ભોગવવો પડી શકે છે શનિનો પ્રકોપ

0
3045

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શનિને સરસવનું તેલ ચડાવવાથી એમની કૃપા પ્રાપ્ત થાય છે. પણ આ દિવસે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહિ તો શનિના પ્રકોપને સહન કરવો પડી શકે છે. તો આવો જાણીએ કે એ કઈ વાતો છે જેનું શનિવારના દિવસે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

1. જ્યોતિષ શાસ્ત્રી રામ પાંડેના જણાવ્યા અનુસાર, શનિવારના દિવસે કયારેય પણ કેરીનું અથાણું ખાવું જોઈએ નહિ. કારણ કે તે ખાટું અને કસાણું (કષાય સ્વાદનું) હોય છે. શનિદેવને એ બિલકુલ પસંદ નથી. એટલા માટે શનિવારે એને ખાવાથી બચો.

2. શનિવારના દિવસે લાલ મરચું પણ નહિ ખાવું જોઈએ. કારણ કે એને મંગળ અને સૂર્ય ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. બંને જ ગ્રહ શનિના વિરોધી છે. એટલા માટે લાલ મરચું ખાવાથી વ્યક્તિએ શનિના પ્રકોપને સહન કરવો પડે છે.

3. શનિવારના દિવસે ચણા, અડદ, મગ અને મસૂરની દાળ ખાવાથી બચો. કારણ કે આ બધા મંગળ ગ્રહના પ્રભાવને દર્શાવે છે. એમને શનિવારના દિવસે ખાવાથી વ્યક્તિના બનતા કામ બગડી શકે છે.

4. શનિવારે કોઈ પણ પ્રકારના દારૂનું સેવન નહિ કરવું જોઈએ. એનાથી શનિદેવ નારાજ થઇ શકે છે. શનિના પ્રકોપને કારણે વ્યક્તિ પર મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે.

5. શનિવારના દિવસે દૂધ અથવા દહીંનું સેવન ન કરો. કારણ કે તે ચંદ્ર ગ્રહનું પ્રતીક છે. એને ખાવાથી શનિદેવ નારાજ થઇ શકે છે. એમ થવાથી વ્યક્તિએ માનસિક પરેશાની સહન કરવી પડી શકે છે.

6. શનિવારના દિવસે માંસાહારી ભોજન ન કરો. તે શનિદેવના ગુસ્સાને વધારી શકે છે. એનાથી વ્યક્તિ ખરાબ સંગતિમાં ફસાઈ શકે છે. સાથે જ ઘનનું નુકશાન પણ થઇ શકે છે.

7. જ્યોતિષ શાસ્ત્રી રામ પાંડેના જણાવ્યા અનુસાર, શનિવારે ક્યારેય પણ પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું જોઈએ નહિ. કારણ કે એ ગુરુ દેવનું અન્ન માનવામાં આવે છે. અને શનિ અને ગુરુમાં પરસ્પર બનતું નથી. એટલા માટે એને ખાવાથી વ્યક્તિના જીવનમાં અડચણો આવી શકે છે.

8. શનિવારના દિવસે અમુક ખાવાની વસ્તુઓને ન ખાવા સિવાય, આપણે અમુક વસ્તુઓને ખરીદવાથી પણ બચવું જોઈએ. અને એ વસ્તુઓ માંથી એક છે મીઠું. કહેવાય છે કે શનિવારે મીઠું ઘરે લાવવાથી દરિદ્રતા આવી શકે છે.

9. શનિવારના દિવસે સરસવનું તેલ પણ ખરીદવું જોઈએ નહિ. કારણ કે તે શનિદેવ પર ચડે છે, પરંતુ આ દિવસે એને ખરીદવું શનિદેવનું અપમાન સમજવામાં આવે છે.

10. શનિવારના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહિ. કારણ કે એ પણ શનિનું પ્રતીક હોય છે. શનિવારે એને ઘરમાં લાવવું અશુભ ફળ આપી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.