નવી નોકરીમાં ભૂલથી પણ ન કરો આ ભૂલો, મુશ્કેલીમાં પડી શકો છો તમે.

0
185

જો તમે કોઈ પણ જગ્યાએ નવી નોકરી જોઈન કરી છે તો ત્યાં ભૂલથી પણ આ ભૂલો કરવી નહિ, જાણો કઈ.

પ્રાઈવેટાઈઝેશનના આ સમયમાં વચ્ચે વચ્ચે નોકરી બદલવી એક સામાન્ય વાત બની ગઈ છે. જોબ ચેંજ કરવાથી આપણી કારકિર્દી ગ્રોથ અને પગાર ઉપર મોટી અસર પડે છે. જોબ ચેંજ કર્યા પછી આપણે નવા વાતાવરણમાં સેટ થવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. જો આપણે એવું ન કરીએ તો તે નિર્ણય આપણા માટે ખતરનાક પણ બની શકે છે. આવો જાણીએ કે તે કઈ બાબતો છે, જે આપણે જોબ ચેંજ કરીને ભૂલથી પણ ન કરવી જોઈએ.

જોબ બદલતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન :

અંગત અને ઓફીશીયલ લાઈફમાં રાખો અંતર : કોઈ પણ નવી જગ્યાએ જોઈન કરતી વખતે એકાએક બીજા લોકો સાથે હળવા મળવાનો પ્રયત્ન ન કરો. ધીમે ધીમે ટીમ મેમ્બર્સ વિષે જાણો અને પછી તમારા વિષે જણાવો. તમારી ઘરની વાતો ભૂલથી પણ ઓફીસમાં ડિસ્કસ ન કરો. કોર્પોરેટ કલ્ચરમાં આ પ્રકારની વાતો પસંદ કરવામાં આવતી નથી. ત્યાં માત્ર ઓફીસ અને તમારા કામ સાથે જોડાયેલી વાતોની જ ચર્ચા કરો.

ઓળખ બનાવવા માટે રાહ જુવો : દરેક કર્મચારીની ઈચ્છા હોય છે કે તે નવી જગ્યાએ નોકરી જોઈન કરતા જ કંઈક એવા અંદાઝમાં કામ કરે કે તેને ઓછા સમયમાં જ સારા કર્મચારીની ઓળખ મળી જાય. તમારે આ પ્રકારની ઉતાવળ ન કરવી. વધુ ઝડપ દેખાડવા પર ભૂલ થવાની સંભાવના પણ વધી જાય છે. તેથી તમને સારા કર્મચારી બનવાને બદલે બેદરકાર કર્મચારીનો ટેગ પણ મળી શકે છે. એટલા માટે સમજી વિચારીને ધીમે ધીમે ઓફીસના કામકાજને સમજો અને તે હિસાબે તમારા કામકાજને સુધારતા રહો. તમારી ઓળખ આપોઆપ સારા કર્મચારીની બની જશે.

સમયની મર્યાદાનું હંમેશા ધ્યાન રાખો : ભલે તમે કોઈ પણ સ્થળ ઉપર કામ કરી રહ્યા હો, લેટલતીફ કર્મચારીને કોઈ પણ કંપની સહન નથી કરતી. એટલા માટે જ્યાં પણ તમે નોકરી જોઈન કરો, ત્યાં સમયની મર્યાદા હંમેશા ધ્યાનમાં રાખો. પછી રૂટિંગ વર્કિંગનો સમય હોય કે કોઈ મીટીંગ, હંમેશા 10 મિનીટ પહેલા પહોંચવાનો પ્રયત્ન કરો. આ બાબતમાં લેટલતીફી કરવાથી તમારે વર્ષો સુધી તેની સજા ભોગવવી પડે છે.

રૂટીન વર્ક ટાળવાથી દુર રહો : જ્યારે પણ તમે કોઈ જગ્યાએ નોકરી જોઈન કરો છો તો બોસ અને સાથી કર્મચારીઓની નજર તમારી ઉપર જ લાગેલી રહે છે. તેથી તમે તમારા રૂટીન કામને ક્યારેય પણ ટાળવાનો પ્રયત્ન ન કરો. એમ કરવાથી તમારી પાસે કામનો ભાર વધતો જશે, સાથે જ ઓફીસમાં તમારી ઓળખ કામચોર કર્મચારીની બની જશે. એટલા માટે તમને જે પણ કામ મળે, તેને જલ્દી પુરા કરવાની ટેવ પાડો. સાથે જ જો કોઈ કામમાં કોઈ અડચણ આવે તો તેના યોગ્ય કારણો જણાવીને બોસ કે સાથી કર્મચારીઓ પાસે તેનું સમાધાન કે ઉપાય પણ પૂછી શકો છો.

બીજાની વાતો સાંભળવાની રાખો ધીરજ : ઓફીસમાં હંમેશા કામની બાબતમાં મીટીંગ થતી રહે છે. આ મીટીંગમાં બધા નવા જુના કર્મચારીઓને પોતાની વાત રજુ કરવાની તક મળે છે. તેથી જો તમે ન્યુ જોઈનર છો તો સૌથી પહેલા બીજાની વાતો સાંભળીને મીટીંગનો ઉદેશ્ય જાણો અને ત્યાર પછી ટૂંકમાં અને તાર્કિક શબ્દોમાં તમારી વાત રજુ કરો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે કોઈ ઉપર કમેન્ટ કર્યા વગર સહજતાથી તમારી વાત રજુ કરો. એમ કરવાથી ટીમમાં તમારું માન વધી જશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.