ભૂલથી પણ સળગાવવું નહિ વાંસનું લાકડુ, આને સળગાવવાથી નષ્ટ થઈ જાય છે વંશ

0
723

ભૂલથી પણ વાંસનું લાકડું સળગાવવાની ભૂલ ન કરવી, તેનાથી નષ્ટ થઈ શકે છે વંશ.

વાંસના ઝાડ ભારતના લગભગ દરેક રાજ્યમાં મળી આવે છે, અને આ ઝાડ ઘણા જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વાંસના ઝાડનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે, આ ઝાડના લાકડાને સળગાવવું અશુભ હોય છે. તે ઉપરાંત વૈજ્ઞાનિક પણ વાંસના ઝાડના લાકડાને સળગાવવું આરોગ્ય માટે સારું નથી માનતા.

ફેંગશુઈમાં આ ઝાડને લકી ઝાડ માનવામાં આવે છે, અને તેને ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર કેમ વાંસના ઝાડને પવિત્ર માનવામાં આવે છે? અને આ ઝાડને ન સળગાવવાની વાત શાસ્ત્રોમાં લખવામાં આવી છે, તેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

કેમ હોય છે વાંસનું ઝાડ શુભ?

વાંસના ઝાડને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે, અને લગ્ન કે મુંડનના મંડપ બનાવવામાં આ ઝાડના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ ઝાડની આસપાસ ખરાબ આત્માઓ નથી આવી શકતી. જેને કારણે આ ઝાડનું આસપાસ હોવું શુભ હોય છે. તે ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણજીને વાંસળી ઘણી જ પ્રિય છે, અને વાંસળી વાંસના જ લાકડામાંથી બનાવવામાં આવે છે. જેને લઈને આ ઝાડને શાસ્ત્રોમાં પવિત્ર અને શુભ ઝાડ હોવાનું માનવામાં આવ્યું છે.

અને ફેંગશુઈમાં વાંસના ઝાડને આયુષ્ય સાથે જોડીને જોવામાં આવે છે. ફેંગશુઈ મુજબ આ ઝાડને જો ઘરમાં રાખવામાં આવે તો ઘરના લોકોની ઉંમર લાંબી થાય છે. એટલું જ નહિ ફેંગશૂઇમાં આ ઝાડને શક્તિશાળી ઝાડ પણ માનવામાં આવે છે, અને તેના ઘરમાં હોવાથી ઘર વાળાના ભાગ્ય ચમકતા રહે છે. ફેંગશુઈ મુજબ જો ઘરમાં વાંસનું ઝાડ રાખવામાં આવે, તો ઘરમાંથી નકારાત્મક શક્તિઓ પણ દુર રહે છે.

કેમ માનવામાં આવે છે તેને સળગાવવું અશુભ?

શાસ્ત્રો મુજબ હવન કે કોઈ પણ પ્રકારની પૂજા કરતા સમયે વાંસને સળગાવવું જોઈએ નહિ. વાંસનું લાકડું સળગાવવાથી વંશ આગળ નથી વધતો, અને તેનો નાશ થઈ જાય છે. તે ઉપરાંત આ ઝાડનું લાકડું સળગાવવાથી પિતૃ દોષ પણ લાગી જાય છે.

ફેંગશુમાં એવું માનવામાં આવે છે કે, જો આ ઝાડના લાકડાને સળગાવવામાં આવે તો ઘરની શાંતિ ભંગ થઇ જાય છે, અને ઘરમાં રહેવાવાળા લોકોના જીવનમાં દુઃખ આવવાનું શરુ થઇ જાય છે. અને વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ લાકડામાં લેડ અને ઘણા પ્રકારની ધાતુ મળી આવે છે. આ ધાતુ સળગવાથી તે વાતાવરણને દુષિત કરી દે છે.

ન કરવો જોઈએ અગરબત્તીનો ઉપયોગ :

ઘણા લોકો પૂજા કરતા સમયે અગરબતી સળગાવે છે, જો કે ખોટુ છે. કેમ કે અગરબતીને બનાવવામાં વાંસનો ઉપયોગ પણ થાય છે. એટલા માટે જયારે આપણે અગરબતી સળગાવીએ છીએ તો તે અશુભ હોય છે. તે ઉપરાંત શાસ્ત્રોમાં અગરબતીનો ઉલ્લેખ નથી મળતો, અને શાસ્ત્રોમાં ભગવાનની પૂજા કરતા ધૂપબત્તીનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી છે. એટલા માટે બની શકે તો તમે પૂજા કરતી વખતે માત્ર ધૂપનો જ ઉપયોગ કરો કે દીવડો પ્રગટાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.