બાળકના ઈલાજ માટે લાઈનમાં ઉભી રહી ડીએમની પત્ની, ના લીધી વીઆઈપી ટ્રીટમેન્ટ

0
555

નૈનિતાલના જિલ્લા અધિકારી સવીન બંસલની પત્ની સુરભી બંસલે વીઆઇપી ટ્રીટમેન્ટ લીધી નહીં અને એક સારું ઉદાહરણ બન્યા. ડોક્ટર પાસે તપાસ કરાવવા માટે બાળકને લઈને લાઈનમાં ઉભા રહ્યા.

મળેલી જાણકારી અનુસાર શુક્રવારે પોતાના બાળકના ઉપચાર માટે સુરભી બંસલ બીડી પાંડે જિલ્લા હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં તેમણે એક સામાન્ય નાગરિકની જેમ આચરણ કર્યું. એમણે હોસ્પિટલમાં કેસ કાઢવાની લાઈનમાં ઉભા રહીને કેસ કઢાવ્યો અને પછી બાળકનું ચેકઅપ કરાવ્યું.

ડોક્ટરોએ જણાવ્યું કે, તેમને હોસ્પિટલમાં આવિને ડીએમની પત્ની હોવાનો જરા પણ અનુભવ થવા દીધો નહીં. ડોક્ટરોએ એ પણ જણાવ્યું કે, હોસ્પિટલ માંથી પાછા ફરતી વખતે તેમને લેવા સરકારી વાહન આવ્યું ત્યારે અમને આ વાતની જાણ થઈ. ત્યાં સુધી અમે એમને સામાન્ય વ્યક્તિના પત્ની જ સમજતા રહ્યા.

હોસ્પિટલમાં જઈને ડીએમની પત્નીએ બાળ રોગ વિશેષજ્ઞ ડો. એમએસ રાવત પાસે બાળકનું ચેકઅપ કરાવ્યું. ડો. રાવત પાસે ચેકઅપ કરાવ્યા પછી સુરભી બંસલ બીજા વિશેષજ્ઞ પાસે ગઈ તો તે પોતાના રૂમમાં ન હતા. તે ડોક્ટરના રૂમમાં બેસીને એમની રાહ જોવા લાગી. થોડા સમય પછી ડોક્ટર પહોંચ્યા તો એ એમની પર ખીજાય ગયા અને કહ્યું કે, જ્યાં સુધી ડોક્ટર રૂમમાં ન આવે ત્યાં સુધી બહાર બેસીને રાહ જોવી જોઈએ.

એના સિવાય ડીએમની પત્નીએ અન્ય અવ્યવસ્થાઓ પણ સહન કરવી પડી. ડીએમ બંસલે જણાવ્યું કે તે એમના દીકરાનું રૂટિન ચેકઅપ હતું જેનાથી તેઓ સીધી રીતે હોસ્પિટલની વ્યવસ્થાઓને પણ જાણી શક્યા. જો તે પહેલા જણાવી દેતે કે તે ડીએમની છે, તો આખી હોસ્પિટલ એમની પાછળ લાગી જાત.

ડીએમએ આ રીતે હોસ્પિટલની સિસ્ટમ વિષે જાણ્યું. એમને જાણવા મળ્યું જે હોસ્પિટલમાં દર્દીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. તેમજ ત્યાંનાં ડોકટરો વિષે ફરિયાદ પણ મળતી હતી. એમણે જણાવ્યું કે, વ્યવસ્થાઓ સુધારવા માટે મોટા પગલાં ભરવા પડશે. અને બેદરકારી દાખવતાં ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડીએમ એ પણ જણાવ્યું કે, ડોકટરોને કાઉન્સલીંગની પણ જરૂર છે, કે કઈ રીતે સામાન્ય નાગરિક સાથે વ્યવહાર કરવામાં આવે. એના માટે સમય સમય પર કાઉન્સલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.