“દિયા ઔર બાતી હમ”ની સંધ્યા બિંદની થઇ ગઈ હતી પોતાના ડાયટેકટર પર ફિદા, જુઓ લગ્નના ફોટો

0
2053

ટેલીવિઝન ઉપર થોડી જ એવી સિરિયલ છે જે આપણે આપણા કુટુંબ સાથે બેસીને જોવાનું પસંદ કરીએ છીએ. તેમાંથી એક સિરિયલ હતી ‘દિયા ઓર બાતી હમ’ જો કે સ્ટાર પ્લસની સૌથી ટોપ સિરિયલ રહી છે. તેમાં વહુનું પાત્ર ભજવી રહેલી દીપિકા સિંહે પોતાના સંસ્કાર અને સાદગીથી લોકોના દિલ જીતી લીધા. પણ શું તમે જાણો છો કે દીપિકાનું દિલ કોણે જીત્યું? તે છે તે સિરિયલના ડાયરેક્ટર રોહિત.

આ સમાચાર એકદમ સાચા છે. સૌના દિલ ઉપર રાજ કરવા વાળી દીપિકાએ રોહિતને પોતાનો જીવનસાથી બનાવી લીધો. દીપિકા અને રોહિતનો પ્રેમ કોઈ નવો નથી, પરંતુ તે બંને ઘણા વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બસ લોકોને ખબર ન હતી. પરંતુ કહેવાય છે ને કે પ્રેમ ક્યારે પણ છુપાવવા છતા પણ છુપાતો નથી. બસ એવી જ રીતે તેમની પણ પોલ ખુલી ગઈ જયારે તેના લગ્નની જાહેરાત કરી. આગળ જાણો તેની પૂરી પ્રેમ કહાની.

શુટિંગ દરમિયાન જ કરી લીધા લગ્ન :

જ્યાં એક તરફ સિરિયલનું શુટિંગ ચાલી રહ્યું હતું, ત્યાં બીજી તરફ બંનેએ લગ્ન કરવાનું વિચારી લીધું. ત્યાર પછી સગાઈની જોરદાર પાર્ટીનું આયોજન કર્યું, અને ૨ મે ૨૦૧૪ના રોજ બંને એક બીજા સાથે લગ્નના પવિત્ર સંબંધોમાં બંધાઈ ગયા. આ લગ્ન ઘણી ઉતાવળમાં થયા. જેમ કે તેઓ નહોતા ઇચ્છતા કે પોતાના અફેયર વિષે કોઈને ખબર પડે.

તો આને કહેવાય પ્રેમની સાથે સાથે ચાલાકી પણ. સિરિયલમાં કામ કરી રહેલા તમામ કલાકાર મુંબઈના મીરાં રોડમાં લગ્નમાં પહોંચ્યા. તમામ કલાકારોને સંભાળતા આ લગ્ન એક ઐતિહાસિક લગ્નમાં બદલાઈ ગયા. કેમ કે તે સમયે સાથે જ શો નું શુટિંગ પણ ચાલી રહ્યું હતું.

દીપિકા સિંહ જે હાલમાં ટીવી સિરિયલની દુનિયામાં સૌથી ચર્ચિત હિરોઈન છે. તેનો જન્મ ૨૬ જુલાઈ ૧૯૮૯ના રોજ દિલવાળાના શહેર દિલ્હીમાં થયો હતો. શરુઆતનો અભ્યાસ દિલ્હીમાં પૂરો કર્યા પછી દીપિકાએ પંજાબ યુનીવર્સીટીમાં એમબીએ કર્યું છે. દીપિકા અને રોહિતને એક બાળક છે, જેનું નામ સોહમ છે.

સૌની સંસ્કારી વહુ તરીકે પ્રસિદ્ધ :

દીપિકાની સિરિયલમાં આવતા જ સિરિયલ ટેલિવિઝન જગતમાં આગળ નીકળી પડી. અને ટીવીની મોટી વહુ ઈન્ડસ્ટ્રીની શાન બની ગઈ. તે ટીવી ઉપર એટલી શુશીલ વહુ છે, તો વાસ્તવિક જીવનમાં તેને મેળવીને રોહિતના ઘરવાળા કેટલા ખુશ હશે. રોહિત પણ આ લગ્નથી ઘણો ખુશ છે, કેમ કે તેનો પ્રેમ ઘણો જુનો હતો, પરંતુ છેવટે આ પ્રેમને તેનું પરિણામ મળી ગયું.

આ ઘટન ઉપર જો વિચાર કરશો તો તમને એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પ્રેમ જેવું લાગશે. પણ અફસોસ આ બંનેની ઉંમરમાં થોડા જ વર્ષનું અંતર છે જે તેમની વચ્ચે સંબંધ બંધાવાના સાક્ષી છે.

જયારે પ્રેમ થઇ જાય છે તો માણસ કાંઈ પણ નથી જોતો. અને લોકોએ વિચાર્યું પણ નહિ હોય કે દિયા ઓર બાતીમાં સૌના હોંશ ઉડાડવાવાળી અદા દેખાડીને તે રોહિતને ઉડાડીને લઇ જશે. તમામ દર્શકો અને ફેંસ દ્વારા આ પ્રેમને અભિનંદન આપતા આગળનું જીવન સુખમય બનવાના આશિષ આપવામાં આવી રહ્યા છે. એક નાનો હીરો સોહમ પણ થોડા દિવસો પછી પડદા ઉપર જોવા મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.