દિવ્યાંકા ત્રિપાઠીની બહેન પણ છે તેના જેવી સુંદર, ઋતિક રોશન સાથે પણ કરી ચુકી છે કામ, જુઓ વાયરલ ફોટા

0
228

સુંદરતામાં બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર આપે છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હોટ ફોટાઓ થયા વાયરલ. ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ તો ટીવી પર પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ઝી ટીવીના શો ‘બનું મેં તેરી દુલ્હન’ પછી સ્ટાર પ્લસના શો ‘યે હૈ મોહબ્બતેં’ માં પોતાની એક્ટિંગનો જલવો દેખાડી ચુકેલી દિવ્યાંકા ત્રિપાઠીની બહેન પણ ચર્ચાનો વિષય બની છે. તમે 2012 માં રિલીઝ થયેલી ઋતિક રોશનની ‘અગ્નિપથ’ ફિલ્મ તો જોઈ હશે. તે ફિલ્મમાં ઋતિક રોશનની બહેનનું પાત્ર ભજવનારી કનિકા તિવારી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની પિતરાઈ બહેન છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા પસંદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, કનિકા હિંદી સિનેમાની સાથે સાથે દક્ષિણ સિનેમામાં પણ એક્ટિવ છે. તેમણે તેલુગુ ફિલ્મ બૉય મીટ્સ ગર્લ (2014), કન્નડ ફિલ્મ રંગન સ્ટાઇલ (2014) અને તમિલ ફિલ્મ અવી કુમાર (2015) માં કામ કર્યું છે.

15 વર્ષની ઉંમરમાં કર્યું હતું ફિલ્મોમાં ડેબ્યુ : કનિકા તિવારીએ 15 વર્ષની ઉંમરમાં બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, જયારે અગ્નિપથ રિલીઝ થઈ હતી તો કનિકાની ઉંમર માત્ર 15 વર્ષ જ હતી. ફિલ્મમાં તેમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ઋતિક રોશનની બહેનની ભૂમિકા સિવાય ‘અભી મુઝ મેં કહીં’ ગીતમાં અભિનેત્રીના ભાવનાત્મક અભિનયને જોઈને અને ગીતને સાંભળીને લોકો આજે પણ ઈમોશનલ થઈ જાય છે.

6 હજાર કંટેસ્ટન્ટમાંથી પસંદ થઈ હતી કનિકા :

અગ્નિપથમાં ઋતિકની બહેનના પાત્ર માટે કનિકાને લગભગ 6 હજાર કંટેસ્ટન્ટમાંથી પસંદ કરવામાં આવી હતી. એક્ટ્રેસે એક વાર પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જયારે આ પાત્ર માટે ઓડિશનની તૈયારી કરી રહી હતી, તો પહેલા ફોઈએ ધર્મા પ્રોડક્શનની જાણકારી કાઢી અને પપ્પાને જણાવી. મારા મમ્મી-પપ્પાનું પણ સપનું હતું કે હું એક્ટ્રેસ બનું, એટલે તેમણે તરત હા પાડી દીધી. હું ઓડિશન આપવા ગઈ, જ્યાં મારું સિલેક્શન થયું.

1990 ના દશકની ફિલ્મ અગ્નિપથની રીમેક હતી 2012 ની ફિલ્મ : અગ્નિપથના નિર્માતા કરણ જોહર હતા. આ ફિલ્મમાં ઋતિક રોશન મુખ્ય પાત્ર વિજય દીનાનાથ ચૌહાણની ભૂમિકામાં હતા, જે 1990 માં અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. તેમજ, કાંચા ચીનાના પાત્રમાં સંજય દત્ત મુખ્ય વિલનની ભૂમિકામાં હતા. આ ફિલ્મની સમીક્ષકો દ્વારા ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.