દિવ્યા ભારતીએ આ બોલીવુડ સ્ટાર જોડે કર્યા હતા લગ્ન, નામ જાણીને ચકિત રહી જશો.

0
2226

મિત્રો બોલીવુડમાં બધા ઘણા એવા કલાકારો કામ કરી ચુક્યા છે, જેમણે લોકોના દિલોમાં હંમેશ માટે પોતાનું સ્થાન બનાવી લીધું છે. એના એમાંથી જ એક નામ છે દિવ્યા ભારતી. અને જ્યારે પણ સુંદર અભિનેત્રીઓની વાત કરવામાં આવે, તો તેમાં દિવ્યા ભારતીનું નામ પણ જરૂર આવે છે. દિવ્યા ભારતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી હતી જેમણે ખુબ જ ઓછી ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવી હતી.

દિવ્યા ભારતીએ ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. અને તે સુંદર હોવાની સાથે સાથે ખુબ ટેલેન્ટેડ પણ હતી. પણ તેમનું ફિલ્મી કરિયર ખુબ નાનું રહ્યું. જોકે એમણે ઓછા સમયમાં પણ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. જણાવી દઈએ કે, દિવ્યા ભારતીનું મૃત્યુ બિલ્ડીંગના પાંચમા માળ પરથી પાડવાના કારણે થયું હતું. તપાસ કરવા પર ખબર પડી કે દિવ્યાનું મૃત્યુ એક અકસ્માત હતો. પરંતુ તેમના મૃત્યુનું સાચું કારણ લોકો માટે કોયડો બનીને રહી ગયું છે.

એમના મૃત્યુ બાબતે કેટલાક લોકોનું એવું માનવાનું છે કે, દિવ્યાનું મૃત્યુ કોઈ અકસ્માત નહિ પણ સમજી વિચારેની રચાયેલું ષડયંત્ર હતું. કેટલાક લોકોનું કહેવાનું છે કે, દારૂના નશાને કારણે તે પોતાનું બેલેન્સ બનાવી શકી નહિ અને ઘરની બારી માંથી પડી ગઈ. તો કેટલાક લોકો દિવ્યાના પતિને તેમના મૃત્યુના જવાબદાર માને છે. દિવ્યાનું મૃત્યુ ફક્ત બોલીવુડ જ નહિ પણ આખી દુનિયા માટે એક ઝટકો હતો.

અને આટલી ઓછી ઉંમરમાં એક સુંદર અને કુશળ અભિનેત્રીનું દુનિયા છોડીને ચાલ્યું જવું બોલીવુડ માટે ખુબ મોટું નુકશાન હતું. દિવ્યા પોતાના સમયમાં શ્રીદેવી અને જુહી ચાવલા જેવી સુપરસ્ટારને ટક્કર આપતી હતી. સાંભળવામાં આ પણ આવ્યું છે કે, શ્રીદેવી દિવ્યાની સફળતાથી પોતાને એટલી બધી અસુરક્ષિત સમજતી હતી કે, તેમણે જ દિવ્યાના મૃત્યુનું ષડયંત્ર રચ્યું હતું. પણ આ વાતમાં કેટલું સત્ય છે એ કોઈને નથી ખબર.

જો કે એ વાત સાચી છે કે, દિવ્યાની લોકપ્રિયતા અને સફળતાએ મોટી-મોટી અભિનેત્રીઓનું કરિયર અસુરક્ષિત કરી દીધું હતું. આજે અમે તમને દિવ્યાના જીવન સાથે જોડેયેલ એક પ્રખ્યાત કિસ્સો જાણવાના છીએ. આ કિસ્સા વિષે ઘણા ઓછા લોકો જ જાણતા હશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દિવ્યા ભારતીનો જન્મ 25 ફેબ્રુઆરી 1974 માં થયો હતો. અને ખુબ જ ઓછી ઉંમરમાં બોલીવુડમાં પગ મૂકનારી દિવ્યાએ પોતાના ફિલ્મી કેરિયલની શરૂઆતમાં જ પ્રખ્યાત નિર્માતા સાજીદ નડિયાદવાલા જોડે લગ્ન કરી લીધા હતા.

વર્ષ 1992 માં સાજીદ અને દિવ્યાના લગ્ન થયા હતા. અને બંને એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે દિવ્યાએ જ સાજીદ માટેના પોતાનો પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. બંને એક બીજા સાથે ખુશહાલ જીવન વિતાવી રહ્યા હતા પરંતુ તેમની ખુશી વધારે સમય ટકી નહિ.

મિત્રો, 5 એપ્રિલ 1993 ના રોજ દિવ્યાએ પોતાના ઘરે એક પાર્ટી રાખી હતી અને એના કેટલાક મિત્રોને બોલાવ્યા હતા. એ પાર્ટીમાં દિવ્યાએ ખુબ વધારે દારૂ પી લીધો હતો. અને તે પોતાના ફ્લેટની બારી પર બેસીને ડ્રિન્ક કરી રહી હતી, ત્યારે અચાનક એનું બેલેન્સ બગડ્યું અને તે નીચે પડી ગઈ. નીચે પડતા જ તેમનું મૃત્યુ થઇ ગયું.

અને અચાનક જ દિવ્યાનું મૃત્યુ થવાથી તેમના પતિ સાજીદ ઊંડા શોકમાં ચાલ્યા ગયા. આ ઘટના પછી ઘણા વર્ષ સુધી સાજીદ એકલા જ રહ્યા, અને છેવટે તેમણે વર્ષ 2000 માં વર્ધા ખાન જોડે બીજા લગ્ન કરી લીધા. હવે તેમના બે છોકરાઓ પણ છે.

જણાવી દઈએ કે, દિવ્યા ભારતીએ ‘દીવાના’, ‘રંગ’, ‘વિશ્વકર્મા’, ‘શોલા ઓર શબનમ’, ‘દિલ કા ક્યાં કસૂર’, ‘દિલ હી તો હૈ’, ‘દિલ આશના હૈ’ વગેરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મિત્રો આશા રાખીએ છીએ કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. પસંદ આવા પર અને લાઈક શેયર જરૂર કરજો.