દિશા પટ્ટનીએ કહ્યું – ભવિષ્યમાં ક્યારે પણ સલમાન ખાન સાથે કામ નહિ કરી શકું, કેમ કે.

0
619

દિશાએ જણાવ્યું કે ભવિષ્યમાં હવે ક્યારે પણ તે સલમાન ખાન સાથે કામ નહિ કરી શકે.

સલમાન ખાન, કેટરીના કેફ અને દિશા પટ્ટની હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘ભારત’ નું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનના બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની સરસ ઘટનાક્રમ બતાવવામાં આવ્યો છે. પ્રમોશનલ ઈન્ટરવ્યું દરમિયાન દિશા પટ્ટનીએ ફિલ્મ સાથે જોડાયેલી વિશેષ બાબતો ઉપર ખુલીને ચર્ચા કરી.

દિશાએ જણાવ્યું કે, ભવિષ્યમાં હવે ક્યારે પણ તે સલમાન ખાન સાથે કામ નહિ કરી શકે. હવે દિશાને એવું કેમ લાગે છે અને તેમણે એવું કેમ કહ્યું? આવો તેની ઉપર વિસ્તારથી ચર્ચા કરી જ લઈએ છીએ.

ભરતમાં જોવા મળશે દિશા અને સલમાન ખાનની કેમેસ્ટ્રી :-

સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટ્ટની અને તબ્બુની આ ફિલ્મ ઇદના સમયે રીલીઝ થશે. તબ્બુ અને કેટરીના પહેલા પણ સલમાન ખાન સાથે કામ કરી ચુકી છે. જયારે દિશા પહેલી વખત સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ‘ભારત’ માં સલમાન ખાન અને દિશાની સીજલિંગ કેમેસ્ટ્રી જોવા મળશે. તેની એક ઝલક અમે ફિલ્મના ‘સ્લો મોશન’ ગીતમાં દેખાડી ચુક્યા છીએ.

એક તરફ અમે દિશા અને સલમાન ખાનને મોટા પડદા ઉપર દેખાડવા માટે આતુર છીએ, અને દિશાને લાગે છે કે આગળ તે સલમાન ખાન સાથે ક્યારે પણ કામ નહી કરી શકે.

મને હવે પછી તેની સાથે કામ કરવાની તક નહિ મળે :-

એક ઈન્ટરવ્યુંમાં દિશાએ કહ્યું કે, અલી સરે મને ભારતમાં એક પાત્ર માટે બોલાવી, જે સ્પેશ્યલ અનુભવથી થોડું વધુ છે. મેં તેમને સાંભળ્યા અમે કેમ કે પાત્ર સલમાન સર સાથે હતું, તો મેં તરત હા કહી દીધી. ઈમાનદારીથી કહું તો, મને નથી લાગતું કે હવે પછી ક્યારે પણ મને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળશે. ત્યાં સુધી કે અલી સરે પણ સ્ક્રીપ્ટ સંભળાવતા મને એવું કહ્યું હતું.

દિશાએ જણાવ્યા ઘણા ખાસ કારણો :-

દિશાએ આગળ જણાવ્યું કે સલમાન સર અને મારી વચ્ચે ઉંમરનો મોટો તફાવતને કારણે કદાચ અમે સાથે ક્યારે પણ કામ નહિ કરી શકીએ. ફિલ્મ ભારતમાં સલમાન સરને મોટી ઉંમરના દેખાડવામાં આવ્યા છે, અમે હું યુવાન ઉંમરમાં સાથે જોવા મળીશ. મને વિશ્વાસ છે કે તે ગણતરીએ સલમાન સર અને મારી કેમેસ્ટ્રી દર્શકો પસંદ આવે.

સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા દિશાએ જણાવ્યું કે, ‘સલમાન સર એક અદ્દભુત માણસ હોવા સાથે સાથે ઘણા મહેનતુ પણ છે. મને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. ભારત મારા માટે ઘણી સ્પેશીયલ છે કેમ કે મેં આવા પ્રકારની ફિલ્મમાં ક્યારે પણ કામ નથી કર્યું.

મને આશા ન હતી આવા પ્રકારની કેમેસ્ટ્રીની :-

સલમાન ખાન સાથે કામ કરવાને લઈને આનંદ વ્યક્ત કરતા દિશાએ કહ્યું કે, સલમાન સર સાથે ગીત કરવામાં ઘણું નસીબદાર અનુભવી રહી છું. અમારી વચ્ચ ગજબની કેમેસ્ટ્રી છે. મેં શુટિંગ દરમિયાન તેની ક્યારે પણ આશા નહોતી કરી. મને એ વાતનો આનંદ છે કે લોકો મને સલમાન ખાન સાથે જોશે અને આશા રાખું છું કે દર્શકો મને અમને બન્નેને એક સાથે પસંદ પણ કરશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.