ડિસેમ્બર મહિનામાં શુભ મુહૂર્ત અને મુખ્ય તહેવાર, જાણો લગ્ન માટે અને વ્યાપાર શરૂ કરવા કયા દિવસો શુભ છે.

0
316

જાણી લો ડિસેમ્બર મહિનામાં આવતા મુખ્ય તહેવારો અને શુભ મુહૂર્ત, આ દિવસે વાહન-જમીન ખરીદશો, તો થઈ જશો માલામાલ. હિંદુ ધર્મમાં કોઈ પણ કામ કરવા માટે શુભ મુહુર્તની જરૂર રહે છે. કાર્ય સફળતા પૂર્વક થવા અને શુભ પરિણામ માટે શુભ મુહુર્ત ઉપર જ કામની શરુઆત કરવામાં આવે છે. પછી તે લગ્ન હોય, વેપાર શરુ ક્ર્વવો હોય, ગાડી ખરીદવી હોય વગેરે માટે આપણે જ્યોતિષાચાર્ય પાસે એક શુભ મુહુર્ત કઢાવીએ છીએ. હિંદુ પંચાંગ મુજબ મુહુર્ત તિથી, નક્ષત્ર, ચન્દ્રમાની સ્થિતિ અને ગ્રહોની સ્થિતિના આધાર ઉપર કાઢવામાં આવે છે. તો આવો અમે તમને આ લેખમાં ડીસેમ્બર માસમાં આવતા શુભ મુહુર્ત વિષે વિસ્તાર પૂર્વક જણાવીએ.

શુભ લગ્ન મુહુર્ત : હિંદુ ધર્મમાં 16 સંસ્કારોમાં પંદરમો સંસ્કાર છે લગ્ન સંસ્કાર. એટલા માટે લગ્ન માટે પણ શુભ મુહુર્તનું મહત્વ હોય છે. અને વર્ષ 2020ના ડીસેમ્બર માસમાં માત્ર 2 લગ્નના શુભ મુહુર્ત છે, કેમ કે હિંદુ પંચાંગ મુજબ ચાતુર્માસ (ચાર મહિનાનો સમયગાળો), જેને હિંદુ લગ્ન માટે અશુભ માનવામાં આવે છે. તે આ વખતે 12 જુલાઈ 2020થી ચાલુ છે અને 9 ડીસેમ્બર 2020 ના રોજ સમાપ્ત થશે. કોઈ વ્યક્તિના લગ્ન માટે સૌથી સારી અને શુભ તિથી અને સમયનું નિર્ધારણ કોઈ અનુભવી જ્યોતિષાચાર્યની સલાહ પછી જ લઇ શકાય છે, એવું એટલા માટે છે, કેમ કે લગ્ન માટે સૌથી મહત્વનું અને શુભ તિથી અને સમય, વર-વધુની જન્મ કુંડળી અને લગ્નના સ્થાન ઉપર પણ આધાર રાખે છે.

01 ડીસેમ્બર 2020, મંગળવાર, સવારે 06 વાગીને 57 મિનીટથી 02 ડીસેમ્બર 2020 06 વાગીને 57 મિનીટ સુધી, નક્ષત્ર : રોહિણી, મૃગશીરા, તિથી : એકમ, બીજ

07 ડીસેમ્બર 2020, સોમવાર, સવારે 07 વાગીને 20 મિનીટથી બપોરના 02 વાગીને 33 મિનીટ સુધી, નક્ષત્ર : મધા, તિથી : સાતમ

08 ડીસેમ્બર 2020, મંગળવાર, બપોરે 01 વાગીને 48 મિનીટથી 09 ડીસેમ્બર 2020 સવારે 07 વાગીને 03 મિનીટ સુધી, નક્ષત્ર : ઉત્તરફાલ્ગુની, તિથી : આઠમ, નોમ

09 ડીસેમ્બર 2020, બુધવાર, સવારે 07 વાગીને 03 મિનીટથી 10 ડીસેમ્બર મધ્યરાત્રી ૦2 વાગીને 07 મિનીટ સુધી, નક્ષત્ર : ઉત્તરફાલ્ગુની, હસ્ત, તિથી : નોમ, દશમ

વાહન ખરીદવા માટે શુભ મુહુર્ત : કોઈ પણ વાહન ભલે તે બાઈક, કાર, બસ વગેરે હોય, તે શુભ મુહુર્ત ઉપર ખરીદવું જોઈએ, જેથી સર્વોત્તમ સંભવ પ્રાકૃતિક લાભોની પ્રાપ્તિ થઇ શકે. બીજી તરફ એક પ્રતિકુળ કે અશુભ સમયમાં ખરીદવામાં આવેલું વાહન, વાહનના માલિકને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે, તે ઉપરાંત માલિકની સંભવિત પ્રગતી અને સમૃદ્ધીમાં અડચણ ઉભી કરે છે, તો આવો જાણીએ શુભ મુહુર્ત વિષે.

03 ડીસેમ્બર 2020, ગુરુવાર, બપોરે 12 વાગીને 22 મિનીટથી સાંજે 07 વાગીને 26 મિનીટ સુધી, નક્ષત્ર : પુનર્વસુ, તિથી : ત્રીજ

04 ડીસેમ્બર 2020, શુક્રવાર, સાંજે 08 વાગીને 03 મિનીટથી 05 ડીસેમ્બર 2020 સવારે 07 વાગ્યા સુધી, નક્ષત્ર : પુષ્ય, તિથી પાંચમ

09 ડીસેમ્બર 2020, બુધવાર, બપોરે 03 વાગીને 17 મિનીટથી 10 ડીસેમ્બર 2020 સવારે-7 વાગીને 03 મિનીટ સુધી, નક્ષત્ર : હસ્ત, તિથી : દશમ

10 ડીસેમ્બર 2020, ગુરુવાર, સવારે 07 વાગીને 03 મિનીટથી 11 ડીસેમ્બર 2020 સવારે 07 વાગીને 04 મિનીટ સુધી, નક્ષત્ર : હસ્ત, તિથી : દશમ, અગિયારસ

18 ડીસેમ્બર 2020, શુક્રવાર, બપોરે 02 વાગીને 22 મિનીટથી 19 ડીસેમ્બર 2020 સવારે 07 વાગીને 09 મિનીટ સુધી, નક્ષત્ર : શ્રવણ, ધનિષ્ઠા, તિથી : પાંચમ

20 ડીસેમ્બર 2020, રવિવાર, સવારે 07 વાગીને 09 મિનીટથી બપોરે 02 વાગીને 52 મિનીટ સુધી, નક્ષત્ર : શતબીષા, તિથી : છઠ્ઠ

23 ડીસેમ્બર 2020, બુધવાર, સાંજે 08 વાગીને 39 મિનીટથી 24 ડીસેમ્બર 2020 સવારે 04 વાગીને 33 મિનીટ સુધી, નક્ષત્ર : રેવતી, તિથી : દશમ

27 ડીસેમ્બર 2020, રવિવાર, બપોરે 01 વાગીને 19 મિનીટથી 28 ડીસેમ્બર 2020 સવારે 06 વાગીને 20 મિનીટ સુધી, નક્ષત્ર : રોહિણી, તિથી : તેરસ

30 ડીસેમ્બર 2020, બુધવાર, સાંજે 06 વાગીને 55 મિનીટથી 31 ડીસેમ્બર 2020 સવારે 07 વાગીને 14 મિનીટ સુધી, નક્ષત્ર : પુનર્વસુ, તિથી : અગિયારસ

જમીન ખરીદવાના શુભ મુહુર્ત : જો તમે અશુભ મુહુર્ત ઉપર જમીન ખરીદો છો, તો બની શકે છે કે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલા માટે તમને ડીસેમ્બર 2020માં જમીન ખરીદવાના શુભ મુહુર્ત વિષે જણાવી રહ્યા છીએ.

03 ડીસેમ્બર 2020, ગુરુવાર, બપોરે 12 વાગીને 22 મિનીટથી 04 ડીસેમ્બર 2020 સવારે 06 વાગીને 59 મિનીટ સુધી, નક્ષત્ર : પુનર્વસુ, તિથી : ત્રીજ, ચોથ

04 ડીસેમ્બર 2020, શુક્રવાર, સવારે 06 વાગીને 59 મિનીટથી બપોરે 01 વાગીને 39 મિનીટ સુધી, નક્ષત્ર : પુનર્વસુ, તિથી : ચોથ

31 ડીસેમ્બર 2020, ગુરુવાર, સવારે 07 વાગીને 14 મિનીટથી સાંજે 07 વાગીને 49 મિનીટ સુધી, નક્ષત્ર : પુનર્વસુ, તિથી : એકમ, બીજ

વેપાર શરુ કરવાના શુભ મુહુર્ત : ડીસેમ્બર 2020માં ખાસ કરીને શુભ વેપાર તિથીઓ લાભદાયક રીતે દુકાન ખોલવા, કોઈ ધંધાકીય લેવડ-દેવડ કરવા કે નાણાકીય કરાર કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જો શુભ મુહુર્તમાં વેપાર શરુ કરવામાં આવે છે તો ભવિષ્યમાં વેપારમાં વિકાસ અને વૃદ્ધી થવાની સંભાવના રહે છે. તો આવો જાણીએ શુભ મુહુર્ત વિષે.

02 ડીસેમ્બર 2020, બુધવાર તિથી – બીજ, નક્ષત્ર – મૃગશીરા

05 ડીસેમ્બર 2020, શનિવાર, તિથી – પાંચમ, નક્ષત્ર : પુષ્ય

09 ડીસેમ્બર 2020, બુધવાર, તિથી – નોમ, દશમ, નક્ષત્ર : હસ્ત

10 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – દશમ, નક્ષત્ર : ચિત્રા

11 ડીસેમ્બર 2020, શુક્રવાર, તિથી – અગિયારસ, નક્ષત્ર : ચિત્રા

17 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – ત્રીજ, નક્ષત્ર : ઉત્તરાષાઢા

24 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – દશમ, નક્ષત્ર : અશ્વિની

27 ડીસેમ્બર 2020, રવિવાર, તિથી – અગિયારસ, નક્ષત્ર : રોહિણી

નામકરણ શુભ મુહુર્ત : હિંદુ સંસ્કૃતિમાં વર્ણિત 16 સંસ્કારોમાં સૌથી મહત્વનો સંસ્કાર છે નામકરણ સંસ્કાર. આ સંસ્કાર માટે કોઈ પંડિત કે જ્યોતિષને બોલાવીને નવજાતની કુંડળી જોઇને તેનું ઉચિત નામ રાખવામાં આવે છે. ખાસ કરીને શુભ મુહુર્તને ધ્યાનમાં રાખીને નામકરણ સંસ્કાર કરવામાં આવે છે જેથી નવજાતને જીવનમાં સફળતા, સમૃદ્ધી, સુખ-શાંતિ, ધંધામાં પ્રગતી અને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. તો આવો ડીસેમ્બર 2020માં આવી રહેલા શુભ મુહુર્ત વિષે તમને વિસ્તાર પૂર્વક જણાવીએ.

02 ડીસેમ્બર 2020, બુધવાર, તિથી – બીજ, નક્ષત્ર : મૃગશીરા

09 ડીસેમ્બર 2020, બુધવાર, તિથી – નોમ, દશમ, નક્ષત્ર : હસ્ત

10 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – દશમ, નક્ષત્ર : ચિત્રા

11 ડીસેમ્બર 2020, શુક્રવાર, તિથી – અગિયારસ, નક્ષત્ર : ચિત્રા

17 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – ત્રીજ, નક્ષત્ર : ઉત્તરાષાઢા

18 ડીસેમ્બર 2020, શુક્રવાર, તિથી – ચોથ, પાંચમ, નક્ષત્ર : શ્રવણ

24 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – દશમ, નક્ષત્ર : અશ્વિની

25 ડીસેમ્બર 2020, શુક્રવાર, તિથી – અગિયારસ, નક્ષત્ર : અશ્વિની

31 ડીસેમ્બર 2020, ગુરુવાર, તિથી – એકમ, નક્ષત્ર : પુનર્વસુ

ડીસેમ્બર માસમાં મુખ્ય તહેવાર :

ઉત્પના અગિયારસ : વર્ષ 2020 આરોગ્ય, સંતાન પાપ્તી અને મોક્ષ માટે કરવામાં આવેલુ ઉત્પના અગિયારસનું વ્રત 11 ડીસેમ્બર શુક્રવારના રોજ મનાવવામાં આવશે.

અગિયારસ તિથી શરુ – 10 ડીસેમ્બર 2020ના રોજ બપોરે 12:51 વાગ્યાથી

અગિયારસ તિથી પુર્ણાહુતી – 11 ડીસેમ્બર 2020 ના રોજ સવારે 10:40 વાગ્યા સુધી

સૂર્યગ્રહણ : વર્ષ 2020નું છેલ્લું પૂર્ણ સૂર્યગ્રહણ 14 ડીસેમ્બર સોમવારના રોજ આવશે. આમ તો ભારતમાં તે જોવા મળશે નહિ.

ખરમાસ શરુ : વર્ષ 2020 માં ખરમાસ 15 ડીસેમ્બરથી શરુ થશે અને મકર સંક્રાંતિ 2021ના દિવસે પૂર્ણ થશે. તે દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા અશુભ માનવામાં આવે છે.

વિવાહ પંચમી : વર્ષ 2020માં વિવાહ સાથે સંબંધિત તમામ સમસ્યાઓને દુર કરવા માટે માતા સીતા અને ભગવાન રામની પૂજાનું પર્વ વિવાહ પંચમી 19 ડીસેમ્બરના રોજ મનાવવામાં આવશે.

પંચમી તિથી શરુ – 18 ડીસેમ્બર 2020 બપોરે 02:22 વાગ્યાથી

પંચમી તિથી પૂર્ણ – 19 ડીસેમ્બર 2020 બપોરે 02:14 વાગ્યા સુધી

ગીતા જયંતી : વર્ષ 2020 માં ગીતા જયંતીનું પર્વ 25 ડીસેમ્બર એટલે ક્રીસમસના દિવસે મનાવવામાં આવશે. આ દિવસ મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેને મોક્ષદા અગિયારસ તરીકે મનાવવામાં આવે છે.

અગિયારસ તિથી શરુ – 24 ડીસેમ્બર 2020 ની રાત્રે 11:17 વાગ્યાથી

અગિયારસ તિથી પુર્ણાહુતી – 26 ડીસેમ્બર 2020 મધ્ય રાત્રી 01:54 વાગ્યા સુધી

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.