ગરમીમાં આપણને રાહત આપતું AC ઘણા બધા નુકશાન પણ કરી શકે છે, જાણો રોજ AC માં બેસવાના નુકશાન.

0
784

મિત્રો આજકાલ ઘણા બધા લોકો ગરમીથી રાહત મેળવવા માટે AC એટલે કે, એયર કંડીશનર ઉપયોગમાં લઇ રહ્યા છે. અને એવું કહીએ તો કાંઈ ખોટું ન ગણાય કે, આજે આપણી સૌથી મોટી જરૂરિયાતમાંથી એક AC છે. આપણે ઓફિસે હોઈએ કે ઘેર, ગરમીમાં AC વગર તો બેસી શકતા નથી. ગરમીમાં એવું લાગે છે જેમ કે AC ની શોધ જ માનવીની સૌથી મોટી સફળતા છે.

પણ મિત્રો, શું તમે જાણો છો? કે જે એસીને આપણી અને આવનારી પેઢીની ટેવ બનતી જઈ રહી છે, તે જ્યાં ગરમીથી આપણને રાહત આપે છે, તે આપણા આરોગ્યને નુકશાન પણ પહોચાડે છે. જી હા, AC આપણા આરોગ્યને ઘણું નુકશાન પહોચાડી શકે છે. તો આવે એક નજર ફેરવી લઈએ AC થી થતા નુકશાન ઉપર.

રોજ AC માં બેસવાથી થઇ શકે છે નુકશાન :

થાક :

એ તો તમે જાણો છો કે, AC માં આપણી આસપાસનું તાપમાન ઓછું રહે છે. તેવામાં શરીરને પોતાનું તાપમાન જાળવવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેથી થાક લાગવા લાગે છે.

બેચેની અને સ્ટ્રેસ :

જાણકારી માટે જણાવી દઈએ કે, હંમેશા AC માં રહેવાને કારણે શરીરને એક જ તાપમાનની ટેવ પડી જાય છે. તેવામાં થોડા ગરમ કે વધુ ઠંડા વાતાવરણમાં રહેવું પડે, તો આપણે એને સહન નથી કરી શકતા. તેવામાં બેચેની અને સ્ટ્રેસની તકલીફ થવા લાગે છે.

માથાનો દુ:ખાવો :

તેમજ જો સતત AC માં બેસી રહેવામાં આવે, તો એને લીધે શરીરમાં લોહીના સર્ક્યુલેશનમાં ગડબડ થઇ જાય છે. જેથી મસલ્સમાં ખેંચાણ થાય છે, અને માથાના દુ:ખાવાની તકલીફ થવા લાગે છે.

સાઈનસ :

જણાવી દઈએ કે, AC ની ઠંડી હવાને કારણે મ્યુક્લ ગ્લેન્ડ હાઈ થઇ જાય છે. એના પર થયેલી સ્ટડીઝ દ્વારા જાણવા મળ્યું છે કે, જે લોકો ૪ કલાકથી વધુ સમય સુધી AC માં બેસે છે, તેમને સાઈનસ થવાનો ભય રહે છે.

સુકી ચામડી :

AC ની ઠંડી હવાને કારણે સ્કીનની કુદરતી ભીનાશ ઓછી થઇ જાય છે. જેથી સ્કીન સુકી થઇ જાય છે અને ખંજવાળ થઇ શકે છે.

એલર્જી :

જાણકારી માટે જણાવી દઈએ કે, AC ના ફિલ્ટર લાંબા સમય સુધી સાફ ન થયા હોય, તો તેમાંથી નીકળતી ધૂળ અને બેક્ટેરિયાને કારણે શરદી-જુકામ, વાયરલ ઇન્ફેકશન અને એલર્જી પણ થઇ શકે છે.

આંખોની તકલીફ :

AC થી આંખને પણ નુકશાન થાય છે. એ કેવી રીતે? તો AC ની ઠંડી હવાને કારણે આંખોમાં સુકાપણું વધી જાય છે. જેથી આંખોમાં ખંજવાળ, પાણી આવવું, ખૂંચવું અને આંખો લાલ થઇ જવી જેવી તકલીફ થઇ શકે છે.

મગજ ઉપર અસર :

જણાવી દઈએ કે, AC નું તાપમાન ઘણું ઓછું હોવાને કારણે મગજના સેલ્સ સંકોચાવા લાગે છે. તેની મગજ ઉપર ખરાબ અસર પડે છે. અને ચક્કર આવવાની તકલીફ પણ થઇ શકે છે.