તો આ કારણે જન્મે છે વિકલાંગ બાળકો, ભૂલથી પણ ગર્ભવતી મહિલાએ આ 5 કામ કરવાં નહિ

0
5477

મિત્રો એ વાત એકદમ સાચી છે કે, માં બનવું દરેક મહિલા માટે ઘણી જ સૌભાગ્યની વાત હોય છે. અને દરેક દંપતીના  જીવનનું સૌથી મોટું સુખ પણ માતા-પિતા બનવાનું જ હોય છે. એ વાત તમે જાણો જ છો કે, દરેક બાળકના જન્મના સમયે માં 9 મહિના પોતાના બાળકને પેટમાં રાખે છે. અને જયારે બાળક જન્મ લે છે તો એ પોતાના બાળક વિષે પૂછે છે કે શું તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે?

કારણ કે દરેક માં બાપ એ જ ઈચ્છે છે કે એમનું બાળક સ્વસ્થ જન્મે. અને જન્મેલું બાળક સ્વસ્થ હોય તો એમની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહેતું. પણ જયારે એમને પોતાના બાળકમાં કોઈ ખોડ-ખાપણ જોવા મળે છે, તો એ માં ની તકલીફનો કોઈ અંદાજો પણ નથી લગાવી શકતું.

એવું કહેવામાં આવે છે કે દરેક સ્ત્રી જયારે માં બને છે ત્યારે તે પોતાને સંપૂર્ણ અનુભવે છે. અને જો તમે નથી ઇચ્છતા કે તમારું બાળક વિકલાંગ હોય, તો દરેક ગર્ભવતી મહિલાએ આ કામ કરવાથી બચવું જોઈએ. તો તમારું બાળક સ્વસ્થ રહેશે અને તમારું મન પણ ખુશ રહેશે. આજે અમે તમને થોડી ખાસ વાતો જણાવીશું જેનું તમે ધ્યાન રાખશો તો તમારું બાળક પણ જન્મે ત્યારે સ્વસ્થ હશે.

જો તમે નથી ઇચ્છતા વિકલાંગ બાળક :

દેખીતી વાત છે કે સ્ત્રી ગર્ભવતી થાય છે એટલે એના શરીરમાં ઘણા બધા પરિવર્તન આવે છે. અને એમનું શરીર આ પરિવર્તનને કારણે ઘણું નબળું પડી જાય છે. એટલે ગર્ભવતી મહિલાનું દરેક સમયે સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ગર્ભવતી મહિલાનું ખાસ ધ્યાન રાખશો, તો જ તમારું આવનાર બાળક સ્વસ્થ અને ઘરમાં ખુશીઓ લાવવાવાળું જન્મ લેશે.

સ્વાભાવિક વાત છે કે નવજાત શિશુમાં જરા પણ ખોડ-ખાપણ હોય તો એ કારણે આખું ઘર ઉદાસ થઈ જાય છે. અને એ નવજાત શિશુની માં ના દિલને ઊંડો ઘા લાગે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે, દરેક ગર્ભવતી મહિલા એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે, જેથી તમારું બાળક સ્વસ્થ પેદા થશે.

1. ગર્ભાવસ્થા સમયે મહિલાઓના શરીરમાં હંમેશા દુ:ખાવો રહે છે. એવામાં દુઃખાવો સહન ન થવા પર તેઓ ઘણા પ્રકારની દવાઓ ખાય છે. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પેઈન કિલર ટેબ્લેટ તમને ઘણું નુકશાન પહોંચાડે છે. એવામાં ગર્ભમાં ઉછેરાય રહેલા બાળકને પણ એનાથી નુકશાન થાય છે. માટે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લેવી.

2. બીજી વાત એ છે કે બાળકના ગર્ભમાં આવ્યાના ત્રણ મહિના પછી, કોઈ પણ ગર્ભવતી મહિલાએ કોઈ પણ જાતના ભારે ભરખમ સમાનને ઉંચકવો જોઈએ નહીં. કારણ કે એમના દ્વારા ભારે સામાન ઉંચકવાથી બાળક પર પ્રભાવ પડે છે, અને બાળકનું કોઈ અંગ નબળું પડી શકે છે. માટે ગર્ભવતી મહિલાએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું.

3. તેમજ તમે હંમેશા પ્રેગ્નેન્સી દરમ્યાન મુસાફરી કરવાથી બચો. કારણ કે ઘોંઘાટથી બાળકના કાન પર અસર પડે છે, અને એમના જન્મ થયા પછી બહેરાશ અને ગૂંગાપણાનો ભય વધી જાય છે.

4. ઘરની મહિલાના પ્રેગ્નેન્સીના સમય દરમ્યાન એ મહિલા સાથે હંમેશા નરમ વ્યવહાર જ કરવો. કારણ કે એમની સામે હિંસાત્મક રૂપ લેવાથી બાળકના વિકાસમાં સમસ્યા આવે છે. એવામાં ગર્ભવતી મહિલા તણાવમાં આવી જાય છે, અને બાળકમાં વિકલાંગતાનો ભય વધી જાય છે. અને કોઈ મહિલા સાથે કયારેય પણ હિંસાત્મક વ્યવહાર કરવો જોઈએ નહિ.

5. તેમજ દરેક ગર્ભવતી મહિલાએ હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એમના પેટ સાથે કોઈ પણ વસ્તુ દબાય નહીં. નહીં તો એની અસર સીધી બાળક પર પડશે. સ્વસ્થ બાળકના જન્મ માટે મહિલાએ પૂરતો આરામ કરવો જોઈએ.

આ વાત તમને ગમી હોય અને વાત સાથે તમે પણ સહમત હોવ, તો લાઇક અને શેયર આવશ્ય કરશો.