આ જગ્યાએ સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, રેડ પાડી તો ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં પકડાઈ યુવતીઓ.

0
345

ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાઓ પરથી ‘સ્પા સેન્ટર’ માં બોડી મસાજના નામે ગેરકાયદેસર ગોરખધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થયો છે. અને આ સિલિસલો હજી પણ શરુ જ છે. થાઇલેન્ડથી ટુરિસ્ટ વિઝા ઉપર આવતી ન જાણે કેટલીય યુવતીઓનો ઉપયોગ આવા સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. એટલું જ નહિ આપણા દેશની જ કેટલીય યુવતીઓને આવા ધંધામાં ધકેલી દેવામાં આવે છે. અમદાવાદમાંથી આવા કેટલાય કેસો સમયે આવ્યા છે. અને ફક્ત મોટા જ નહિ પણ નાના શહેરોમાં પણ આવા ગેરકાયદેસર ધંધા ચલાવવામાં આવી રહ્યા છે.

હમણાં થોડા સમય અગાઉ જ સુરત શહેરના પુણા વિસ્તારમાંથી આવો બનાવ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, પુણા પોલીસે હાલમાં જ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચલાવવામાં આવતા વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રેડ પાડવા પર પુણા પાટિયા પાસે આવેલા પ્રિન્સ સ્પામાંથી લલનાઓ સાથે ગ્રાહકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ રેડમાં 4 ગ્રાહકો અને 2 મેનેજરની ધરપકડ કરી છે, અને તે સ્પાના બે માલિકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, પુણા પોલીસને બાતમી મળી હતી કે પુણા પાટિયા પાસે આવેલા સીટાડેલ શોપિંગ સેન્ટરમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. અને તે માહિતીને આધારે પોલીસે પોતાની એક ટીમ દરોડા પાડવા માટે મોકલી હતી. તે દરમિયાન બધાની સામે એ સત્ય સામે આવ્યું કે, અહીં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસને અહીં અલગ-અલગ 3 રૂમ મળી જેમાંથી ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં પકડાઇ હતી. તે રૂમમાંથી પોલીસને કોન્ડોમ પણ મળ્યા હતા. પોલીસે રેડમાં રોકડ રકમ અને મોબાઇલ મળીને લગભગ 20,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને સ્પાના મેનેજર સુલતાન શેખ અને આશાદ્દુલ શેખની ધરપકડ કરી હતી.

આ પ્રિન્સ સ્પાના માલિકો આફ્રિદ અને આદિ ઉર્ફે બાદશાહ ખાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. રેડ દરમિયાન પકડાયેલા ગ્રાહકો રાહુલ સંજય સોનવણે, પ્રશાંત કિશોર સોનવણે, અરબાઝ મુજફ્ફર ખાન અને ધનરાજ પુરૂષોત્તમ ધામનેની પણ પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી રાહુલ અને પ્રશાંત સંજયનગર સોસાયટી, નીલગીરી સર્કલ, લિંબાયતના રહેવાસી છે, અને અરબાઝ આઝાદનગર, અલથાણનો રહેવાસી છે, તેમજ ધનરાજ બાલાજીનગર, ધુલીયાનો રહેવાસી છે એવી જાણકારી સામે આવી.