સત્યનારાયણની કથા કરાવો તો ઘરની આ દિશામાં રાખો ભગવાનની મૂર્તિ, તરત મળશે લાભ

0
2625

આ દુનિયામાં કોઈપણ સુખી નથી. દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ ચાલતી રહે છે. તમારા જીવનમાં આવતી તકલીફો ઘણા કારણોથી થઇ શકે છે, જેમ કે ખરાબ નસીબ, ઘરમાં વાસ્તુ દોષ હોવું, વધુ નકારાત્મક ઉર્જાનું ઘરમાં હોવું, કોઈ ખરાબ શક્તિનો પડછાયો કે પછી દુશ્મનની નજર. આ તમામ સમસ્યાઓને ઉકેલવા માટે તમારે બસ એક જ ઉપાય કરવાનો છે. સત્યનારાયણની કથા.

હવે તમારામાંથી ઘણા લોકોએ પહેલા પણ ઘણી વખત સત્યનારાયણ કથા જરૂર કરી હશે. આમ તો આજે અમે તમને એક ખાસ વિધિથી કરવાની પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ. અમારા દ્વારા જણાવેલ પદ્ધતિથી ઘરમાં સત્યનારાયણની કથા કરાવીને તમે ઘણા વધુ અને તરત લાભ લઇ શકો છો.

એવું કહેવામાં આવે છે કે, સત્યનારાયણની કથા ઘરમાં કરાવવાથી તમામ વાસ્તુ દોષ દુર થઇ જાય છે. એટલું જ નહિ ઘર ઉપર પડતી ખરાબ અને નકારાત્મક શક્તિઓ પણ ભાગી જાય છે. તે ઉપરાંત તમારા દુશ્મનોની ખરાબ નજર પણ નથી લાગતી. એટલા માટે ઘરમાં ઓછામાં ઓછું ત્રણ મહિનામાં એક વખત સત્યનારાયણની કથા કરાવી લેવી જોઈએ. ઉપર જણાવેલા ફાયદા ઉપરાંત તે કુટુંબમાં સકારાત્મક ઉર્જા, શાંતિ અને પ્રગતી પણ લાવે છે.

આ છે સાચી દિશા :

જયારે પણ તમે ઘરમાં સત્યનારાયણની કથા કરાવો છો, તો ભગવાનને રાખવાનું સ્થાન સૌથી વધુ મહત્વ ધરાવે છે. એક સાચી દિશામાં ભગવાનની મૂર્તિ રાખી સત્યનારાયણની કથા કરાવવું શુભ અને યોગ્ય માનવામાં આવે છે. એટલા માટે તમારા ઘરની પૂર્વ દિશામાં સત્યનારાયણજીને રાખવા જોઈએ. તેનું કારણ એ છે કે, પૂર્વ દિશા સૂર્યદેવની દિશા હોય છે.

આ દિશામાં સુરજનું પહેલું કિરણ પડે છે. તે સુરજનું પહેલું કિરણ અપાર સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. તેવામાં તે સ્થાન ઉપર સત્યનારાયણની કથા કરવાથી ભગવાન જલ્દી ઘરમાં પધારે છે. તેનો એક લાભ એ પણ છે કે, કથામાં રહેલા ભક્તોમાં પણ તે સકારાત્મક ઉર્જા સમાઈ જાય છે. આવી રીતે કથાનું એક યોગ્ય વાતાવરણ ઉભું થાય છે.

આ વાતોનું પણ રાખો ધ્યાન :

સત્યનારાયણની કથા ભૂલથી પણ દક્ષીણ દિશામાં ન કરવી જોઈએ. વાસ્તુ મુજબ આ દિશામાં ઘરમાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉભી થતી રહે છે. તેનાથી તમને પૂજાનું ફળ નહિ મળે. તે ઉપરાંત પૂજા કરાવતા પહેલા ઘરને સારી રીતે સ્વચ્છ કરી લો. જે રૂમમાં પૂજા થઇ રહી છે તેમાં કચરો વાળીને પોતું પણ લગાવી દેવું જોઈએ.

પૂજામાં હાજર રહેલા ભક્તો માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરો. પૂજા કરવા વાળા પંડિતજીને તમારી શક્તિ મુજબ દક્ષિણા આપો. પ્રસાદ વહેચવામાં કંજુસી ન કરો. કથા દરમ્યાન વાતાવરણ શાંત રાખો. તેની વચ્ચે દેકારો કે ઊંચા અવાજે ન બોલો.

જો તમે આ બધી વાતોનું સારી રીતે ધ્યાન રાખી ઘરમાં સત્યનારાયણ કથા કરાવો છો, તો તમને તેનો લાભ જલ્દી પ્રાપ્ત થશે. સાથે જ ઈશ્વર તમારાથી ઘણા વધુ ખુશ થઇ જશે. જો તમને આ જાણકારી પસંદ આવી તો બીજા સાથે પણ શેયર કરો જેથી તે પણ તેનો લાભ લઇ શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.