દીકરીનો ચહેરો જોયા વિના શહીદ થયો દેશનો જવાન, 2 મહિના પહેલા જ જન્મી હતી નાનકડી પરી

0
443

જમ્મુ-કશ્મીરમાં આવેલા બરફના તોફાનની ઝપેટમાં આવીને સેનાના ત્રણ જવાન શહીદ થઈ ગયા, જેમાંથી એક ગુરુદાસપુરના ગામ સિદ્ધપુર નવાં પિંડનો હતો. આ જવાનના લગ્ન લગભગ 1 વર્ષ પહેલા થયા હતા. બે મહિના પહેલા જ તેમના ઘરે નાનકડી પરી આવી હતી, પણ તેનો ચહેરો જોયા વિના જ તે જવાન દેશ માટે શહીદ થઈ ગયો. તે જવાન જમ્મુ-કશ્મીરમાં કુપવાડા જિલ્લાના માછિલ-ઉડી સેક્ટરમાં શહીદ થયો.

26 વર્ષના રંજીત સિંહ સલારિયા 45 મી રાષ્ટ્રીય રાઇફલ્સમાં સિપાઈ હતા. તે એ સમયે જમ્મુ કશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા.

રંજીતના લગ્ન ગયા વર્ષે 26 જાન્યુઆરી 2019 ના રોજ થયા હતા. ઘરમાં દરેક તરફ ખુશીઓનો માહોલ હતો.

લગ્ન પછી શહીદ રંજીત સિંહ શત્રુઓ સામે લડવા માટે બોર્ડર પર જતા રહ્યા હતા. ડિસેમ્બરમાં તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો જેનું નામ પરી રાખવામાં આવ્યું.

શહીદ રંજીત સિંહ પોતાની દીકરીનો હસતો અને ખીલખીલાટ કરતો ચહેરો જોઈ પણ ન શકયા, તે પહેલા જ તે બરફના તોફાનની ઝપેટમાં આવી ગયા અને હંમેશા માટે મૃત્યુની ઊંઘમાં સરી પડ્યા.

શહીદના પિતા હરબંસ સિંહે જણાવ્યું કે, અમને મંગળવારની સાંજે ફોન આવ્યો હતો, કે તમારા દીકરાનું બરફમાં પડવાથી મૃત્યુ થઈ ગયું છે. પિતા અશ્રુ ભીની આંખો સાથે કહ્યું કે, તે તેમનો એકમાત્ર સહારો હતો. તેમનો બીજો દીકરો મંદબુદ્ધિ છે.

પિતાએ દીકરાને યાદ કરતા કહ્યું કે, મારા દીકરાના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. થોડા મહિના પહેલા જ તેની દીકરી પરીનો જન્મ થયો છે. આખા પરિવારની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ. આખા ગામમાં શોકની લહેર છે, કારણ કે પરિવાર ઘણી ગરીબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. ઘરમાં તે જવાન જ કમાવાવાળો હતો, જે દેશ માટે શહીદ થઈ ગયો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.