યુવકને આવ્યું એવું સપનું કે રાત્રે ખોદી નાખ્યું પોતાનું જ ઘર, દીવાલની નીચે દાટેલી હતી આ વસ્તુ.

0
328

સપનામાં યુવકને દેખાયું કે ઘરની નીચે આ વસ્તુ દાટેલી છે, ચાર મિત્રો સાથે મળીને ખોદી નાખ્યું ઘર, પછી….

ઉત્તર પ્રદેશમાંથી એક રસપ્રદ અને ચકિત કરી દેનારો કેસ સામે આવ્યો છે. જ્યાં એક યુવકે અંધવિશ્વાસને કારણે પોતાનું જ આખું ઘર ખોદી નાખ્યું. જણાવી દઈએ કે, યુવકને સપનું આવ્યું હતું કે તેના મકાનની નીચે એક સોનાનો ઘડો દટાયેલો છે. આ કારણે તેણે આખું ઘર રમકડાંની જેમ ખોદી નાખ્યું.

અંધવિશ્વાસમાં પોતાના જ ઘરને ખોદી નાખ્યું : હકીકતમાં અંધવિશ્વાસનો આ કેસ પ્રદેશની રાજધાની લખનઉની નજીકમાં આવેલા નિજામ પુર ગામનો છે. અહીં યુવકે પોતાના 4 મિત્રો સાથે મળીને પોતાનું જ ઘર ખોદી નાખ્યું. જયારે આ ઘટનાની જાણકારી પોલીસને મળી તો તેમણે ચારેયની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા.

રાત્રે જ ઘરને ખોદવાનું શરૂ કરી દીધું : જણાવી દઈએ કે, ગોસાઈગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રહેતા હરિ રામ સાહુ નામના યુવકને અમુક દિવસ પહેલા સપનું આવ્યું હતું કે, તેના ભાઈ અમરજીત સાહુના જુના ઘરમાં સોનું દટાયેલું છે. પછી શું હતું, તે યુવકે રાત્રે જ પોતાના ભાઈના ઘરમાં ખોદવાનું શરૂ કરી દીધું.

ખોદકામનો અવાજ સાંભળીને જાગ્યા ગામના લોકો : જયારે રાત્રે આરોપી યુવક ઘરમાં ખોદકામ કરવા લાગ્યો તો પાડોશીઓને અવાજ સંભળાયો અને તેઓ જાગી ગયા. ત્યારબાદ લોકોએ પોલીસને સૂચના આપીને ઘટના સ્થળ પર બોલાવી. ત્યારબાદ દરેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.