જો તમારા ટુથપેસ્ટ પર પણ છે આ લાઈન, તો થઇ જજો સાવધાન, નહિ તો થઇ શકે છે આ નુકશાન.

0
847

આપણે ટીવી પર એવી ઘણી જાહેરાત જોઈએ છીએ જેમાં લોકો એવું પૂછે છે કે, શું તમારા ટુથપેસ્ટમાં મીઠું છે? કારણ કે એનાથી દાંત પરના બધા કીટાણુ મરી જાય છે. ઘણી કંપનીની એવી જાહેરાત હોય છે કે, અમારી આ ટુથપેસ્ટમાં કાર્બન છે, જે ગંદગી ખેંચી લે છે. તો ઘણી એવી હોય છે કે, આ પેસ્ટમાં ઈલાયચી અને ફૂદીનો છે, જેનાથી શ્વાસ જાદુઈ થઇ જાય છે.  આવી અતરંગી વાતો વાળી ઘણી જાહેરાત તમે ટીવી પર જોઈ હશે.

પણ શું તમે જાણો છો કે, હકીકતમાં તમારી પેસ્ટમાં ખરેખર શું છે? તે કઈ વસ્તુથી બનેલી છે? તે ટ્યુબની અંદર શું હોય છે? કંપની પ્રચાર માટે જે પણ કહે, પણ તમે કંપનીનું સાચું અને ખોટું ખુબ જ સરળતાથી ઓળખી શકો છો. કારણ કે કેટલીક પેસ્ટ તો ફક્ત અને ફક્ત ખતરનાક કેમિકલથી જ બનેલી હોય છે. તે દાંત તો સાફ કરે છે, પણ એ કેમિકલ જીવલેણ સાબિત થાય છે.

ઘણી બધી ટુથપેસ્ટ દાંતને જેટલા સાફ કરે છે, તેના કરતા વધારે તેને નુકશાન પણ કરે છે. પરંતુ જો તમે થોડી સમજદારીથી કામ કરો તો તમે આ ટુથપેસ્ટ કંપનીઓની જાળ માંથી ફસાવાથી બચી શકો છો. જાણકારી અંતે જણાવી દઈએ કે, હકીકતમાં નિયમાનુસાર દરેક ટુથપેસ્ટ કંપની પોતાની ટુથપેસ્ટમાં મિશ્રણ થતા પદાર્થો વિષે જણાવવા માટે બાધ્ય છે.

આથી ટુથપેસ્ટ કંપની ગ્રાહકોને ગુમરાહ કરીને આ વાતોને કોડમાં બતાવે છે. ટુથપેસ્ટ કંપનીઓ આ વાતને અલગ અલગ કલરની એક નાનકડી પટ્ટીના માધ્યમથી બતાવે છે. હંમેશા તમે જોયું હશે કે, અલગ અલગ ટુથપેસ્ટ પેકના નીચેના ભાગમાં અલગ અલગ રંગની પટ્ટી હોય છે.

અને બજારમાં તમને કાળા, લાલ, ભૂરા અને લીલો રંગના માર્ક વાળા ટુથપેસ્ટ મળી જશે. એટલા માટે એને ખરીદતા સમયે આ માર્કને જોવાનું ક્યારે પણ ના ભૂલતા. કારણકે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

કાળો રંગ એટલે સૌથી વધારે કેમિકલ :

જણાવી દઈએ કે, જો તમે કોઈ પેસ્ટના વધારે લાભો વિષે જાણીને તેને ખરીદી હોય, તો ચોક્કસપણે તેમાં કેમિકલ નાખવામાં આવ્યા છે. અને સાથે જ એ ટુથપેસ્ટના નીચેના ભાગમાં કાળા રંગની પટ્ટી પણ હશે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે, જે કંપની સૌથી વધારે કેમિકલનો ઉપયોગ કરે છે, તે ટુથપેસ્ટને ભૂલથી પણ ખરીદવી જોઈએ નહિ. એવું એટલા માટે કારણ કે કાળા કલરની પટ્ટી વાળી ટુથપેસ્ટમાં કેમિકલ્સની માત્રા સૌથી વધારે હોય છે.

લાલ રંગ થોડા ઓછા કેમિકલ વાળું :

જો કોઈ ટુથપેસ્ટના નીચેના ભાગમાં લાલ કલરની પટ્ટી હોય, તો એનો અર્થ એ છે કે તે થોડી ઓછી નુકશાનકારક છે. અને તે કાળા કલરની પટ્ટી વાળી પેસ્ટ કરતા થોડી વધારે સારી છે. એટલે આને બનાવવા માટે પ્રાકૃતિક વસ્તુની સાથે સાથે કેમિકલનો પણ ઉપયોગ કર્યો છે.

વાદળીનો મતલબ પ્રાકૃતિક અને મેડિકેશન :

મિત્રો જો કોઈ ટુથપેસ્ટની નીચે વાદળી કલરની પટ્ટી હોય, તો એ ટુથપેસ્ટ તમારા માટે ઘણી હદ સુધી સુરક્ષિત છે. કારણ કે એમાં પ્રાકૃતિક વસ્તુની સાથે સાથે મેડિકેશન વાળા તત્વ પણ રહેલા હોય છે. જે સીધી રીતે દાંતની સફાઈની સાથે સાથે મોં ની અનેક બીમારીઓ માટે ફાયદાકારક હોય છે.

લીલો રંગ સ્વાસ્થ્ય માટે ઓથી સારો :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, લીલા રંગની પટ્ટી વાળી ટુથપેસ્ટને સ્વાસ્થ્ય માટે સૌથી સારી માનવામાં આવે છે. કારણ કે એ લીલી પટ્ટીનો અર્થ એ છે કે, તે ટુથપેસ્ટને બનાવવા માટે પ્રાકૃતિક તત્વોનો જ ઉપયોગ કર્યો છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.