રેલ્વેમાં જોવા મળતા પોલીસ, RPF અને GRP માં શું તફાવત હોય છે.

0
742

ઉત્તર પ્રદેશનો જીલ્લો છે શામલી. અહિયાં એક માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. આરોપ છે કે તેનું કવરેજ કરવા ગયેલા પત્રકારને જીઆરપી પોલીસે માર માર્યો. પત્રકારને કસ્ટડીમાં રાખ્યો. આ કેસમાં આરોપી જીઆરપી એસએચઓ રાકેશ કુમાર અને જમાદાર સંજય પવારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પત્રકાર સાથે આવા પ્રકારનું વર્તન કરવા વાળા જીઆરપીના કર્મચારી હતા.

પણ શું તમે જાણો છો જીઆરપી શું હોય છે. રેલ્વેમાં જીઆરપી ઉપરાંત બીજી કેટલા પ્રકારની પોલીસ કામ કરે છે.

સામાન્ય રીતે રેલ્વેમાં બે પ્રકારની પોલીસ કામ કરે છે.

૧. ગવર્મેન્ટ રેલ્વે પોલીસ (જીઆરપી).

૨. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ).

આઝાદી પહેલા પ્રાઈવેટ રેલ્વેનો કોન્સેપ્ટ હતો. એ મુજબ રેલ્વેની સુરક્ષા માટે ચોકીદાર રાખવામાં આવે છે. જીઆરપીને પૈસા આપીને રેલ્વેની સુરક્ષા માટે બોલાવવામાં આવે છે. આઝાદી પછી પણ તે જુનો કોન્સેપ્ટ ચાલુ રહ્યો છે. પરંતુ ૧૯૫૭ આરપીએફ એક્ટ આવ્યું અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ બની. પરંતુ તે દરમિયાન જીઆરપીનો કોન્સેપ્ટ પણ ચાલુ રહ્યો. જેવી રીતે એયરપોર્ટ ઉપર સીઆઈએસએફ કામ કરે છે તેવી રીતે રેલ્વેમાં આરપીએફ કામ કરે છે.

જીઆરપી અને આરપીએફ બન્ને એજન્સીઓને કામની વહેંચણી થયેલી હોય છે. તેમના અધિકાર ક્ષેત્ર પણ જુદા જુદા હોય છે. સૌથી પહેલા જાણીએ જીઆરપી વિષે.

જીઆરપી :

મુખ્ય : જીઆરપી સ્ટેટ પોલીસની બ્રાંચ છે. રેલ્વેનું માનવું હતું કે, રેલ્વે હેઠળ થતા ગુનાને કારણે પ્રવાસીઓને પોલીસ સ્ટેશન સુધી જવું નહિ પડે, પણ તેને બદલે પોલીસ સ્ટેશન જ રેલ્વે પાસે આવી જાવ. પછી રેલ્વે સ્ટેશનો ઉપર જીઆરપી પોલીસ સ્ટેશન બન્યા. તેના માટે રેલ્વે જીઆરપીને ચુકવણી પણ કરે છે. એટલે જીઆરપીનો જે ઓપરેશનલ છે, તેનો અડધો ભાગ રાજ્ય સરકાર તો અડધો ભાગ રેલ્વે આપે છે.

વચ્ચે વચ્ચે એ પણ પ્રશ્ન ઉભો થતો રહે છે કે, રેલ્વે જીઆરપીને ૫૦ ટકાની ચુકવણી કેમ કરે? કેમ કે લો એંડ ઓર્ડર જાળવી રાખવી તો પોલીસનું કામ જ છે. દરેક રાજ્યની પોલીસ જુદા જુદા પેટર્ન ઉપર કામ કરે છે. કેમ કે જીઆરપી સ્ટેટ પોલીસનો ભાગ છે, એટલા માટે તેમની કામ કરવાની પદ્ધતિમાં રાજ્યો મુજબ અંતર પડી જાય છે.

કામ : રેલ્વેમાં જીઆરપીનું કામ ખાસ કરીને લો એંડ ઓર્ડર એટલે કાયદા વ્યવસ્થાને જાળવી રાખવાનું છે. ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી) હેઠળ જે ગુના થાય છે તેને જીઆરપી સંભાળે છે. જનરલ ગુના જેવા કે ટ્રેનમાં નશો, ચોરી, લુટફાટ, હત્યાનો પ્રયાસ એવા પ્રકારના જે પણ ગુના છે, તે જીઆરપી સંભાળે છે. રેલ્વે સ્ટેશન અને તેના એક કિલોમીટર આજુબાજુનો વિસ્તાર છે, તે જીઆરપી નીચે આવે છે. એટલે તેની હેઠળ જો કોઈ ગુના બને છે તો તેને જીઆરપી સંભાળશે.

અધિકાર : જીઆરપી આરોપીને પકડી શકે છે. એફઆઈઆર નોંધી શકે છે. જીઆરપી અમુક ગાડીઓને એસ્ફોર્ટ કરે છે, એટલે કે અમુક ટ્રેનોમાં જીઆરપીના જવાન ગોઠવવામાં આવે છે. જીઆરપીની પોસ્ટ કે પોલીસ સ્ટેશન હોય છે. યુપીની વાત કરીએ તો જીઆરપી ૭૮૦ ટ્રેનોને એસ્કોર્ટ કરે છે. તે ૯૨૨ રેલ્વે સ્ટેશન ઉપર ગોઠવાયેલી છે.

આરપીએફ :

મુખ્ય : આરપીએફ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. તે રેલ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે.

કામ : આરપીએફનું મુખ્ય કામ રેલ્વે મિલકતનું રક્ષણ કરવાનું છે. સૌથી પહેલા આરપીએફને રેલ્વેની મિલકતના રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. રેલ્વે મિલકતનું રક્ષણ કરવુ આરપીએફનું કામ હતું. પરંતુ એ કેવી રીતે થઇ શકે કે, આરપીએફ રેલ્વેનું રક્ષણ કરશે પરંતુ રેલ્વે પ્રવાસીઓનું નહિ. પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો.

૨૦૦૩માં આરપીએફ એક્ટમાં એમેંડમેંટ કરવામાં આવ્યું. રેલ્વે એક્ટ હેઠળ આરપીએફ પગલા ભરી શકે છે. એફઆઈઆર નોંધી શકે છે. જેવા કે ગેરકાયદેસર વેંડર્સ, ચેન પુલિંગ, દારુ પી ને ટ્રેનમાં ચડવા જેવા કેસમાં કાર્યવાહી કરી શકે છે.

અધિકાર : જીઆરપીની સરખામણીમાં આરપીએફના અધિકાર મર્યાદિત હોય છે. પરંતુ બીજા અધિકાર આપવાની વાત કરવામાં આવી રહી છે. પહેલાની સરખામણીમાં અધિકાર મળ્યા પણ છે.

અધિકારોનું ઘર્ષણ : બન્ને એજન્સીઓમાં અધિકારોનું ઘર્ષણ પણ થતું રહે છે. માની લો કે આરપીએફે ટ્રેનમાં મોબાઈલ ચોરને પકડ્યો. અને મોબાઈલ તેના માલિકને આપી દેવામાં આવ્યો. પરંતુ આરપીએફ ચોરને પકડીને જીઆરપી પોલીસ સ્ટેશન લઇ ગઈ. તો એમાં એ વાત ઉપર ઘર્ષણ થાય છે કે, ચોરી થયેલો મોબાઈલ જેનો છે તેને પાછો આપવો જોઈતો ન હતો. મોબાઈલ પાછો આપ્યા પછી કેસ રજીસ્ટર નહિ કરાય. આવા પ્રકારના નાના મોટા ઘર્ષણ થતા રહે છે.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.