શુ અંતર હોય છે સફેદ બ્રેડ અને કોફી બ્રેડમાં, જાણો કઇ બ્રેડ ખાવા માટે બેસ્ટ છે

0
1218

બજારમાં બે પ્રકારના બ્રેડ મળે છે એક વ્હાઇટ બ્રેડ અને બીજા બ્રાઉન બ્રેડ. છે તો બંને બ્રેડ જ પણ એમાંથી એક આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારું હોય છે. અને તમે પણ જાણો જ છો કે, આજકાલ સ્વાસ્થ્યને લઇને લોકો ખૂબ સજાગ હોય છે. એવામાં લોકો હવે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવતા વ્હાઇટ બ્રેડનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે, અને તેની જગ્યાએ બ્રાઉન બ્રેડનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. પણ ઘણા બધાને વ્હાઇટ બ્રેડ અને બ્રાઉન બ્રેડમાં શુ અંતર છે એની ખબર નથી હોતી. તો આજે અમે તમને એ બંને વચ્ચેની અંતર જણાવીશું અને કયું બ્રેડ ખાવું બેસ્ટ છે એ પણ જણાવીશું.

પોષક તત્વની દૃષ્ટિએ : સૌથી પહેલા તો એ જાણી લો કે, બ્રાઉન બ્રેડ ઘઉંમાંથી બને છે, અને વ્હાઇટ બ્રેડ મેંદાઆથી બનતા હોય છે. અને વ્હોલ ગ્રેન એટલે કે આખા અનાજમાંથી બનતા બ્રાઉન બ્રેડ, મેંદામાંથી બનતા વ્હાઇટ બ્રેડની તુલનામાં એક પૌષ્ટિક નાસ્તો સાબિત થાય છે. તેમાં ફાઇબરની પ્રચુરતા હોય છે, જે ડાયજેશનને યોગ્ય રાખે છે અને તેમાં વિટામીન બી-6, વિટામીન ઇ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, જિંક, કોપર, અને મેગનીઝ પણ હોય છે. વ્હાઇટ બ્રેડમાં ફાઇબરનું પ્રમાણ ઓછા પ્રમાણમાં હોય છે.

જેના કારણથી પાચન સંબંધી ઘણી સમસ્યા થવા લાગે છે. વ્હાઇટ બ્રેડમાં તુલનાત્મક રીતે કેલ્શ્યિમ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. બ્રાઉન બ્રેડનો ગ્લાઇસિકમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, જણાવી દઈએ કે એનાથી બ્લડ શુગર અચાનક વધવાનો ખતરો રહેતો નથી.કેલરીની દૃષ્ટિએ : જાણકારી માટે જણાવી દઈએ કે, વ્હાઇટ બ્રેડમાં ખાંડનું પ્રમાણ વધારે હોવાથી તેમાં કેલરી પણ વધારે હોય છે. અને તેનું વધારે સેવન કરવાથી વજન ઝડપથી વધવા લાગે છે, અને વધતા વજનની સમસ્યા થવા લાગે છે. જ્યારે બ્રાઉન બ્રેડમાં ઓછી મિઠાસ હોવાના કારણે કેલરી પણ ઓછી હોય છે. કેવી રીતે બને? મિત્રો, જયારે વ્હાઇટ બ્રેડ બનવાવામાં આવે છે ત્યારે ઘઉંથી ચોકર અને બીજ હટાવવામાં આવે છે અને પોટેશિયમ, બ્રોમેટ, બેંજોલ પેરોક્સાઇડ અને ક્લોરીન ડાઇ ઓક્સાઇડની સાથે બ્લીચ મિક્સ કરવામાં આવે છે. આવી બ્રેડનું સેવન કરવાથી ઘણા લોકોને સ્વાસ્થયને લગતી સમસ્યા થવા લાગે છે. જ્યારે બ્રાઉન બ્રેડ બનાવતા સમયે ઘઉંમાં ચોકરને દૂર કરવામાં આવતો નથી, જેનાથી પૌષ્ટિક તત્વ બનેલા રહે છે અને શરીરને નુકસાન થતું નથી છે. રાખો આ ખાસ વાતનું ધ્યાન : મિત્રો જણાવી દઈએ કે, દરેક બ્રાઉન બ્રેડ આખા અનાજમાંથી બનતી નથી. એટલે બ્રેડ ખરીદતા સમયે તમારે તેનું લેબલ જરૂર જોવું. એના પર સૌથી પહેલા લખેલું હોવું જોઇએ ‘આખું અનાજ કે આખો મીલ ફ્લોર.’

એવું જ પેકેટ લેવું. અને જો એ બ્રેડના પેકેટ પર લખેલી સામગ્રીઓમાં કેરેમલ લખ્યું છે, તો તેનો અર્થ એ છે કે, વ્હઇટ બ્રેડ પર બ્રાઉન કલર કરેલો છે. બ્રેડના પેકેટ પર લખેલી સામગ્રી ઓછી ઓછી હોવી જોઇએ. કારણકે ઓછી સામગ્રી વાળી બ્રેડ વધારે હેલ્ધી હોય છે. તો હવે તમે સમજી ગયા હશો કે કયા અને કેવા બ્રેડ તમારે ખાવા જોઈએ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.