શું તમે પણ ડાયાબિટીસના શિકાર નથી ને? જાણો 10 મુખ્ય લક્ષણ.

0
6843

આ 10 મુખ્ય લક્ષણો પરથી ખબર પડે છે કે તમે ડાયાબિટીસના શિકાર છો કે નહિ, જાણી લો જેથી સમય રહેતા તેના પર નિયંત્રણ મેળવી શકાય.

મિત્રો એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, કે આખા વિશ્વમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. પણ એ બધામાં આજના સમયમાં એક એવી બીમારી છે, જે વિશ્વમાં ખુબ ઝડપથી પોતાની પકડ મજબુત કરતી જઈ રહી છે, અને દિવસે ને દિવસે લાખો લોકો તેના ભોગ બનતા જઈ રહ્યા છે. એ ગંભીર બીમારી છે ડાયાબીટીસ. દરેક માણસની અંદર ડાયાબીટીસ હોવાથી જુદા જુદા પ્રકારના લક્ષણ જોવા મળે છે.

જો આ લક્ષણો માંથી તમારા શરીરમાં પણ કોઈ લક્ષણ જોવા મળે છે, તો તમારે એકદમથી સાવચેત થવાની જરૂર છે. ડાયાબીટીસના દર્દીઓમાં થોડા સામાન્ય લક્ષણ જોવા મળે છે. આવો આજે અમે તમને આ બધા લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ડાયાબીટીસનો ભોગ બનેલા દર્દીના શરીરમાં જોવા મળે છે.

મિત્રો તમારા શરીરમાં પણ આ લક્ષણો માંથી કોઈપણ લક્ષણ જોવા મળે છે, તો તમે ડાયાબીટીસની તપાસ ઘરે બેઠા જ જાતે કરી શકો છો. જો તમને શંકા હોય કે તમે ડાયાબીટીસના ભોગ બની ગયા છો, તો જલ્દી કોઈ નજીકના સારા ડોક્ટર પાસે જરૂર જાવ અને તમારી તપાસ કરાવો, જેથી તમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જાવ કે તમને ડાયાબીટીસ થયો છે કે નહી.

આપણા શરીરમાં ડાયાબીટીસની તકલીફ થાય તો સામાન્ય રીતે આ ૧૦ લક્ષણ મળી આવે છે.

(૧.) અચાનક જ જો તમને વધુ પેશાબ આવવાની સમસ્યા ઉભી થઈ જાય છે, તો તમે તમારું ડાયાબીટીસનું ચેકઅપ જરૂર કરાવો. (૨.) બીજું લક્ષણ એ છે કે સામાન્ય રીતે જો તમને વધુ તરસ લાગે છે, તો તમે ડાયાબીટીસનો ભોગ બની શકો છો. (૩.) તમને હંમેશા ભૂખ લાગવી પણ એક મુખ્ય લક્ષણ છે.

(૪.) જો તમારા શરીરનું વજન અચાનક ઘટવાનું શરુ થઈ ગયું છે, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. કારણ કે આ ડાયાબીટીસ થવા ઉપર થાય છે. જો આવું કઈ દેખાય તો પોતાનું ચેકઅપ જરૂર કરાવો.

(૫.) માણસ શારીરિક રીતે તેના દ્વારા કરવામાં આવતા કામમાં થાકી જાય છે. પરંતુ જો તમે સામાન્ય રીતે વધુ થાકનો અનુભવ કરો છો, તો તમે તમારી નજીકની હોસ્પિટલમાં ડાયાબીટીસની તપાસ કરાવો.

(૬.) છઠ્ઠું લક્ષણ આ મુજબ છે. તમને કામ કરવા માટે એમાં રસ હોવો વધુ જરૂરી છે. પરંતુ કોઈ સમસ્યા ન થાય તો પણ તમારું કોઈ કામમાં મન ન લાગી રહ્યું હોય, અને એકાગ્રતા ન જળવાઈ રહી હોય, તો તમે તમારું ડાયાબીટીસનું ચેકઅપ જરૂર કરવો.

(૭.) જો તમારા હાથ પગ વધુ પડતા સુના પડવા લાગે છે, કે પછી તેમાં જકડાઈ જવા જેવી તકલીફ ઉભી થાય છે, તો તે એક મોટી સમસ્યા છે. (૮.) તમારી આંખોની દ્રષ્ટિ ઓછી થવી એટલે કે વસ્તુ જોવામાં ધૂંધળાપણું આવવું પણ ડાયાબીટીસની નિશાની છે.

(૯.) ધ્યાન રાખો કે જો તમારા શરીરમાં વારંવાર ઈન્ફેકશન થવા લાગે છે, તો તે પણ ડાયાબીટીસ થવાના સંકેત છે. (૧૦.)શરીર ઉપર થયેલી ઈજા જલ્દી સાજી ન થવી પણ ડાયાબીટીસનું એક મુખ્ય લક્ષણ છે. જો એવા લક્ષણ તમારા શરીરમાં જોવા મળી જાય છે તો તમે જરૂર ડોક્ટરને જણાવો અને એની તપાસ કરાવો.

આજે અમે તમને ડાયાબીટીસમાં થતા મુખ્ય ૧૦ લક્ષણ જણાવી આપ્યા છે. હવે જો આ લક્ષણો માંથી કોઈપણ લક્ષણ તમને કે તમારા કોઈ સ્નેહીના શરીરમાં જોવા મળે છે, તો ડાયાબીટીસનું ચેકઅપ જરૂર કરાવો.