ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અરબપતિ જ ભણાવી શકે છે પોતાના બાળકોને, ફી જાણી આંચકો લાગશે.

0
1731

દેશમાં આ બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ છે. ખાસ કરીને સેલિબ્રિટીઝના બાળકો અહિયાં ભણી રહ્યા છે અથવા તો ભણી ચુક્યા છે.

૨૧મી સદીનું આ એક સત્ય પણ છે કે દુનિયાના દરેક માં-બાપ બે વસ્તુની બાબતમાં ક્યારે પણ સમાધાન નથી કરતા. એક શિક્ષણ અને બીજું સારવાર. ગરીબમાં ગરીબ વાલી પોતાના બાળકોને સારામાં સારી સ્કુલમાં ભણાવવા માંગે છે અને જો જરૂર પડે તો સૌથી સારી સારવાર અપાવવા માંગે છે. પરંતુ આજના યુગમાં આ બન્ને જ વસ્તુ હેસિયતના હિસાબે નક્કી થાય છે.

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પિતાની યાદગીરીમાં મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ ખોલી. ચોક્કસ પોતાના સ્તરની સ્કુલોમાં અંબાણી સ્કુલ ઊંચા રેન્ક ઉપર છે. પરંતુ સ્કુલની ફી એટલી છે કે સામાન્ય માણસ બસ વટથી જ પોતાના બાળકોનો પ્રવેશ આ સ્કુલમાં કરાવી શકે છે.

દેશમાં આ બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ છે. મોટાભાગે સેલિબ્રિટીઝના બાળકો ભણી રહ્યા છે કે ભણી ચુક્યા છે. ખરેખર એ કઈ વિશેષતા છે. જે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને સૌથી અલગ બનાવી છે. આવો તમને જણાવીએ છીએ.

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકર, બોલીવુડના કિંગ શાહરુખ ખાનથી લઈને શ્રીદેવી સુધીના બાળકો ભણી ચુક્યા છે. ઘણા વર્તમાન સમયમાં ભણી રહ્યા છે. સ્કુલના ચેયરપર્સન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી છે. તે એક ઈન્ટરવ્યુંમાં કહી ગઈ છે કે જયારે એડમીશનનો સમય હોય છે, ત્યારે તેને પોતાનો ફોન સ્વીચ ઓફ કરવો પડે છે. જેથી ભલામણ ફોનથી બચી શકાય.

નીતા અંબાણીની બહેન મમતા પણ આ સ્કુલમાં ભણાવે છે. બાંદ્રા આવેલી અંબાણી સ્કૂલને શરુ કરતી વખતે મમતાએ જ નીતા અંબાણીની આયોજન સાથે સંકળાયેલી બાબતમાં મદદ કરી હતી. મજાની વાત એ છે કે નીતા એવું કહી ચુકી છે કે સ્કુલ ખોલતી વખતે તેને એ વાતનો ડર પણ હતો કે સ્કુલ ચાલશે કે નહિ.

અંબાણી સ્કૂલને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રેન્કિંગ્સમાં દેશની મુખ્ય ૧૦ સ્કુલોમાં ગણવામાં આવી ચુકી છે. સ્કુલને નંબર વન ઇન્ટરનેશનલ સ્કૂલનો પણ એવોર્ડ મળી ચુક્યો છે. સ્કુલના વાર્ષિક મહોત્સવમાં બોલીવુડના ઘણા કલાકાર દર વર્ષે પ્રગતી કરે છે. છેલ્લી વખત શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને ઋત્વિક રોશન સહીત ઘણા સ્ટાર્સ આવ્યા હતા.

ફી :-

૨૦૦૩માં સ્કુલની શરુઆત થઇ હતી. બિલ્ડીંગ ૭ માળની છે. મીડિયાના અહેવાલ મુજબ લો કેજી થી ૭માં ધોરણ સુધીની ફી ૧ લાખ ૭૦ હજાર રૂપિયા, ૮ થી ૧૦માં ધોરણ (આઈસીએસઈ બોર્ડ) ની ફી ૧ લાખ ૮૫ હજાર રૂપિયા, ૮ થી ૧૦ (આઈસીએસઈ બોર્ડ)માટે ફી ૪ લાખ ૪૮ હજાર રૂપિયા છે. આ સ્કુલ ખાસ ઇન્ટરનેશનલ બેકાલુરેટ (આઈબી) કોર્સ પણ ચલાવવામાં આવે છે.

સુવિધાઓ :-

સ્કુલમાં મલ્ટીમીડિયા પ્રોજેક્ટરથી લેસ આઈટી ઈનેવિલ્ડ ક્લાસરૂમ છે. કોમ્યુટર અને વિજ્ઞાન વિષયો માટે સરસ પ્રયોગશાળા છે. મલ્ટી પરપજ ઓડીટોરીયમ, આર્ટસ માટે આધુનિક સેન્ટર, ચિત્રકલા, મ્યુઝીક, ડાંસ અને નાટક માટે સ્પેશ્યલ એક્ટીવીટી રૂમ્સ છે. બાસ્કેટ બોલ, ટેનીસ, ટેબલ ટેનીસ, બેડમીંટન, ક્રિકેટ અને જુડો જેવી સ્પોર્ટ્સ એક્ટીવીટીઝ થાય છે. ફૂટબોલ માટે એસ્ટ્રો ટર્ફ મેદાન બનાવ્યું છે. સ્કુલમાં યોગ્ય ડોકટરો અને નર્સો વાળું મેડીકલ સેન્ટર પણ છે.

સ્કુલની લાયબ્રેરીમાં ૩૮૨૦૦ પુસ્તકો, ૪૦ સમાચારપત્રો અને મેગેઝીન્, ૧૬૦૦ મલ્ટીમીડિયા સીડી-ડીવીડી-ઓડિયો કેસેટ્સ અને ૧૬ ઓનલાઈન ડેટાબેસ રહેલા છે. આખા કેમ્પસમાં વાઈફાઈની સુવિધા છે. આધુનિક રસોડું અને ૨ ડાઈનીંગ હોલ્સ સાથે સરસ કેફેટેરિયા છે. સૌર ઉર્જાની સીસ્ટમ લગાવેલી છે. લાઈટ અને પાણી બચાવવાના યુનીટ પણ લગાવેલા છે. સ્કુલના કેમ્પસ આધુનિક સુરક્ષા સીસ્ટમથી સજ્જ ગણાવવામાં આવે છે. સાથે સાથે ફાયર સેફટી વગેરે પણ છે

એવોર્ડ્સ :-

સ્કુલની વેબસાઈટ ૨૦૧૩થી લઈને ૨૦૧૭ સુધી રેન્કમાં નંબર વન ઇન્ટરનેશનલ હોવાનો દાવો કરે છે. અને ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી મુંબઈમાં નંબર વન ૨૦૧૫ અને ૨૦૧૬માં પાઠ્યપુસ્તકોના આધારે નેશનલ અને ઇન્ટરનેશનલ કેટેગરીમાં નંબર એકનો દાવો કરે છે. ૨૦૧૬માં સ્કુલને એકેડમીક્સ માટે એનડીટીવી એકસોલેંસ એવોર્ડ્ મળી ચુક્યો છે. એજ્યુકેશન વર્ડ એકેડમિક્સ એજ્યુકેશનમાં આઈસીએસઈ રેન્કિંગમાં સ્કુલ નંબર એક રહી હતી. અને ૨૦૧૭માં મહારાષ્ટ્ર સ્કુલ મેરીટ એવોર્ડ પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં નંબર એક ઇન્ટરનેશનલ સ્કુલ થવા માટે મળી ચુક્યો છે.

પ્રવેશ કેવી રીતે થાય છે?

સ્કુલમાં પ્રવેશ કેવી રીતે થાય છે. તેના માટે વેબસાઈટ ઉપર સરનામું અને ફોન નંબર આપવામાં આવેલા છે. તેના દ્વારા સંપર્ક કરવાનો રહે છે. સ્કુલમાં એનુઅલ ડે ઉપરાંત પણ ઘણા કાર્યક્રમ થાય છે. જેમાં ગ્રેજયુએશન ડે. લેન્ગવેજ ડે વિશેષ છે. સ્કુલમાં બાળકો કમ્યુનીટી સર્વિસીઝ દ્વારા તેને સામાજિક બનવાનું શિક્ષણ આપવામાં આવે છે. અહિયાં વિદ્યાર્થી કાઉંસીલ પણ છે. સ્કુલમાં મેળા અને પ્રદર્શનો પણ ભરાય છે. પ્રોજેક્ટ ડે પણ મનાવવામાં આવે છે.

બોર્ડ અને વર્ગ :-

સ્કુલમાં એલકેજીથી લઈને ૧૨માં ધોરણ સુધીના વર્ગો ચાલે છે. સ્કુલ સીઆઈએસઈ, સીઆઈઈ, આઈસીએસઈ, આઈજીસીએસઈ થી જોડાયેલા છે અને ૧૧થી ૧૨માં ધોરણ માટે ખાસ ઇન્ટરનેશનલ બેકાલુરેટના આઈબી ડિપ્લોમાં આપવામાં આવે છે. સ્કુલ ફેબ્રિજ ઇન્ટરનેશનલ પ્રાઈમરી પ્રોગ્રામ ઉપરાંત ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્ય પણ છે.

તેમાં કાઉંસીલ ઓફ ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ ઇન્ટરનેશનલ સ્કુલ, ન્યુ ઇંગ્લેન્ડ એસોસીએશન ઓફ સ્કુલ્સ એંડ કોલેજીસ, રાઉન્ડ સ્કવોયર, દ હેગ ઇન્ટરનેશનલ મોડલ યુનાઇટેડ નેશંસ, નીયર ઈસ્ટ સાઉથ એશિયા કાઉંસીલ ઓફ ઓવરસીજ સ્કુલ્સ, નેશનલ એસોસીએશન ફોર કોલેજ એડમીશન કાઉંસલિંગ અને ઇન્ટરનેશનલ સ્કુલ્સ થીએટર એસોસીએશનનું નામ રહેલું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.