ઘર્મેન્દ્રનો મોટો ભાઈ એમના કરતા પણ મોટો સુપરસ્ટાર હતો, આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઈએ કરી હતી હત્યા.

0
1443

મિત્રો, એ વાતથી તો તમે બધા પરિચિત છો જ કે, બોલીવુડની દુનિયા માંથી દરેક સમયે કંઈક ને કંઈક નવું સાંભળવા મળતું જ રહે છે. અને મોટેભાગે એમાંથી સંબંધોને લઈને વાતો થતી જ રહે છે. ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, પતિ-પત્ની વગેરેના સંબંધોના સમાચાર બોલીવુડ માંથી આવતા જ રહે છે. અને એના કરતા વધારે અફેયર્સના સમાચાર સાંભળવા મળે છે.

પણ આજે અમે તમને બોલીવુડના એક એવા સબંધના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સબંધ વિષે ઘણા ઓછા લોકોને ખબર છે. આજે અમે તમને ધર્મેન્દ્ર અને એમના મોટા ભાઈ વિષે જણાવીશું.

બોલીવુડના હી-મેન કહેવાતા ઘર્મેન્દ્રને આજે કોઈ ઓળખ આપવાની જરૂર નથી. ઘર્મેન્દ્ર પોતાના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર રહ્યા છે. આજના સમયમાં ઘર્મેન્દ્ર પોતાના દીકરાની ફિલ્મોમાં જ જોવા મળે છે. ઘર્મેન્દ્રના બંને દીકરા સની દેઓલ અને બોબી દેઓલને તમે બધા લોકો જાણતા હશો. પરંતુ શું તમે ઘર્મેન્દ્રના ભાઈના વિષે જાણવાનો પ્રયત્ન કર્યો છે? કદાચ નહિ.

તો આજે અમે તમને ઘર્મેન્દ્ર અને તેના ભાઈ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. એક સમયે આખો દેશ ધર્મેન્દ્રનો દીવાનો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, તેમના ભાઈની દીવાનગી લોકોની વચ્ચે કાંઈ ઓછી ન હતી.

આ સાંભળીને તમને ભલે નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. આજે ધર્મેન્દ્રને લોકો પોતાની શ્રેષ્ઠ ફિલ્મો માટે જાણે છે. પણ જણાવી દઈએ કે, બોલીવુડની ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કરવા વાળા ઘર્મેન્દ્રના ભાઈ વીરેન્દ્ર સિંહ પણ એક શ્રેષ્ઠ સ્ટાર હતા. આજે અમે તમને ઘર્મેન્દ્રના મોટા ભાઈ વીરેન્દ્ર સિંહ વિષે જણાવવા જઈ રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ ઘર્મેન્દ્રના ભાઈ વીરેન્દ્ર સિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ આજે પણ તેમને ફિલ્મોમાં યોગદાન માટે યાદ કરવામાં આવે છે. વીરેન્દ્ર સિંહ પંજાબી ફિલ્મોમાં અભિનેતા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે, એક સમય હતો જયારે વીરેન્દ્ર સિંહ પંજાબી ફિલ્મોમાં સુપરસ્ટાર થયા કરતા હતા. આમણે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાણકારી અનુસાર વીરેન્દ્ર સિંહ પંજાબના રહેવા વાળા હતા. તેમનો જન્મ પંજાબના ફગવાડામાં 15 ઓગસ્ટ 1948 માં થયો હતો. 70-80 ના દશકમાં પંજાબી ફિલ્મોમાં એમનું જ નામ ચાલતું હતું. વીરેન્દ્ર સિંહ પોતાના 12 વર્ષના ફિલ્મી કરિયરમાં લગભગ 25 થી વધારે ફિલ્મોમાં કામ કર્યો છે. એક ફિલ્મમાં તો વીરેન્દ્ર સિંહ પોતાના ભાઈ ધર્મેન્દ્ર સાથે પણ કામ કર્યુ હતું.

જણાવી દઈએ કે, વીરેન્દ્ર સિંહે ઘર્મેન્દ્રની સાથે ‘તેરી મેરી જીંદડી’ ફિલ્મમાં કામ કર્યુ હતું. જે 1975 માં રિલીઝ થઇ હતી. વીરેન્દ્ર સિંહની પત્નીનું નામ પામી વીરેન્દ્ર સિંહ છે. વીરેન્દ્ર સિંહના બે દીકરા રણદીપ આર્ય અને રમનદીપ આર્ય. 3 ડિસેમ્બર 1988 ની વાત છે, જયારે વીરેન્દ્ર સિંહ પોતાની ફિલ્મ ‘જટ તે જમીન’ ની શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન કોઈએ તેમની હત્યા કરી નાખી. જાણકારી અનુસાર અંગત દુશ્મની નીકાળવા માટે કોઈએ આમની હત્યા કરી નાખી હતી. આજે તેમની મૃત્યુને ઘણા વર્ષો વીતી ગયા છે. આજે પણ તેમના ચાહવા વાળા યાદ કરે છે.