નવરાશના સમયમાં પોતાના સાથીઓ સાથે ખેતરમાં ગાય-ભેંસ ચરાવી રહ્યા છે ધર્મેન્દ્ર, જુઓ ફોટા.

0
256

સુપરસ્ટાર ધર્મેન્દ્ર ખેતરમાં ગાય-ભેંસ ચરાવીને પોતાના સાથીઓ સાથે કંઈક આ રીતે સમય પસાર કરી રહ્યા છે.  બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર બોલીવુડની ચમકતી દુનિયાથી દૂર પોતાના ફાર્મ હાઉસ પર એક શાનદાર અને શાંતિ ભરેલું જીવન જીવે છે. થોડા થોડા દિવસે તે પોતાના ફાર્મ હાઉસ પરના પોતાના ફોટા અને વિડીયો શેયર કરવાની સાથે નવી નવી જાણકારીઓ પણ શેયર કરતા રહે છે.

આ કડીમાં ધર્મેન્દ્રએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક નવો વિડીયો શેયર કર્યો છે. આ વિડીયોમાં ધર્મેન્દ્ર ગાય-ભેંસ ચરાવતા દેખાઈ રહ્યા છે. ધર્મેન્દ્ર ખુલ્લી કારમાં બેસીને ખેતરમાં ફરી રહ્યા છે, અને તેમની આસપાસ ડર્ઝનો ગાય-ભેંસ ચારો ચરતી દેખાઈ રહી છે. ધર્મેન્દ્રના તમામ ફેન્સને તેમનો આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે, અને ધરમજી આ દરમિયાન હંમેશાની જેમ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રએ પોતાના આ શાનદાર વિડીયોને શેયર કરતા એક શાનદાર ટ્વીટ પણ કરી છે. તેમણે વિડીયો શેયર કરતા લખ્યું કે, ‘મિત્રો, આ મૂંગા સાથીઓ પાસેથી પ્રેમ જ મળે છે, સારું ઘાસ તેમનું જમણવાર છે, જ્યાં તે દેખાય ત્યાં આ સાથીઓને લઇ જઉં છું.’ સાથે જ ધર્મેન્દ્ર પોતાના વિડીયોમાં કહી રહ્યા છે કે, ગાય-ભેંસ ચરાવી રહ્યો છું. સારું ખેતર છે. સાથે જ આ દિગ્ગજ કલાકાર દ્વારા પોતાના તમામ ફેન્સને આ વિડીયો અંતર્ગત પૂછવામાં આવ્યું છે કે, તેમની દિવાળી કેવી ગઈ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અભિનેતા ધર્મેન્દ્ર થોડા થોડા દિવસે પોતાના ફેન્સ સાથે પોતાના ફાર્મહાઉસના ઘણા ફોટા અને વિડીયો શેયર કરતા રહે છે. 84 વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. તે હંમેશા પોતાના ખેતરમાં ખેતી કરતા જોવા મળે છે. તે ક્યારેય શાકભાજી સાથે તો ક્યારેક ફળો સાથેના ફોટા અને વિડીયો શેયર કરતા રહે છે.

હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતાઓમાં શામેલ ધર્મેન્દ્રએ આ પહેલા પોતાના ફાર્મ હાઉસનો વધુ એક શાનદાર વિડીયો શેયર કર્યો હતો. તેમાં તે પોતાના ફાર્મ હાઉસ પર આવેલા મોરને દાણા ખવડાવતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્ર પોતાના હાથમાં દાણા રાખીને તેને મોરના જોડાને ખવડાવતા જોવા મળ્યા હતા. અને હાલમાં જ તેમનો શાયરાના અંદાજ પણ ફેન્સને ઘણો પસંદ પડ્યો હતો.

તેમણે પોતાની એક ટ્વીટમાં શાયરી લખી હતી કે, ‘બંદે કર લે ગુના હોં સે તૌબા વરના… સજા કોરોના સે ભી બડી દે દેગા વો… દર્દ… તેરી મરજી આજ કી… મેરી જુબાન સે.’ જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર બોલીવુડની ચકાચૌંધ ભરેલી દુનિયાથી દૂર જ રહે છે. તે કોઈ ઇવેન્ટ અથવા એવોર્ડ શો માં જ જોવા મળે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.