ફરી એક વાર નાના-નાની બન્યા હેમા માલિની અને ધર્મેન્દ્ર, દીકરી અહાનાએ આપ્યો જોડિયા બેબીને જન્મ.

0
390

ધર્મેન્દ્ર અને હેમા માલિનીને મળી બમણી ખુશીઓ, એક નહિ પણ બે બેબીના બન્યા નાના-નાની. બોલીવુડની ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની અને અભિનયના ‘બાદશાહ’ ધર્મેન્દ્રના ઘરેથી શુભ સમાચાર સામે આવ્યા છે. હેમા માલિની અને ધર્મેન્દ્રની નાની દીકરી અહાના દેઓલ વોહરાએ મુંબઈની ‘હિન્દુજા હોસ્પિટલ’ માં 26 નવેમ્બરના રોજ જોડિયા દીકરીને જન્મ આપ્યો છે.

જે લોકો નથી જાણતા તેમને જણાવી દઈએ કે, હેમા માલિની અને ધર્મેન્દ્રએ 21 ઓગસ્ટ 1979 ના રોજ લગ્ન કર્યા હતા, અને વર્ષ 1981 માં તેની મોટી દીકરી ઈશા દેઓલનો જન્મ થયો હતો. ત્યાર પછી વર્ષ 1985 માં હેમાએ દીકરી અહાના દેઓલને જન્મ આપ્યો હતો. બંને દીકરીઓ મોટી થયા પછી ઈશાના લગ્ન બિઝનેસમેન ભરત તખાની સાથે થયા. ઈશાને બે દીકરીઓ પણ છે, જેના નામ રાધ્યા અને મીરાયા છે.

જયારે અહાનાના લગ્ન કોન્ટીનેંટલ કેરીયર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ડાયરેક્ટર વૈભવ વોહરા સાથે થયા છે. અહાનાની વૈભવ સાથે મુલાકાત ઈશા દેઓલના લગ્નમાં થઈ હતી. બંનેએ જુન 2013 માં સગાઈ અને 2 ફેબ્રુઆરી 2014 ના રોજ લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરો ડેરીયન વોહરા પણ છે. હવે હાલમાં જ અહાનાએ બે જોડિયા દીકરીને જન્મ આપ્યો છે. આ રીતે હેમા માલિની અને ધર્મેન્દ્ર એક વખત ફરી નાના-નાની બની ગયા છે.

અહાના દેઓલે પોતે તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ શુભ સમાચાર શેર કર્યા છે. અહાનાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે, ‘અમુક ચમત્કાર જોડીમાં આવે છે. અમે ઘણા ખુશ છીએ કે અમારે ઘરે જોડિયા દીકરી એસ્ટ્રા અને એડીયાનો જન્મ થયો છે. 26 નવેમ્બર 2020 ના રોજ બંનેનો જન્મ થયો. માતા-પિતા અહાના અને વૈભવ વોહરા ગર્વ અનુભવી રહ્યા છે. ભાઈ ડેરીયન વોહરા એકસાઈટેડ છે, સાથે જ દાદા દાદી પુષ્પા અને વિપિન વોહરા, નાના-નાની હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલ ઘણા ખુશ છે.’ આ પોસ્ટ સામે આવ્યા પછી સેલેબ્સથી લઈને પ્રશંસકો પણ કમેન્ટ દ્વારા અભીનંદન આપી રહ્યા છે.

બંને દીકરીઓ અને જમાઈને ઘણો પ્રેમ કરે છે હેમા માલિની : બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની પોતાની બંને દીકરીઓને ઘણો પ્રેમ કરે છે. હેમાએ એક વખત કહ્યું હતું, લોકોએ હંમેશા મને યાદ અપાવ્યું કે મારે કોઈ દીકરો નથી, માત્ર બે દીકરીઓ છે. પરંતુ હું તેમને જણાવવા માગું છું કે હવે મારે બે દીકરા છે. મારા બંને જમાઈ મારા પોતાના દીકરા જેવા જ સારા છે.

પૌત્ર ડેરીયન સાથે મસ્તી કરે છે ધર્મેન્દ્ર અને હેમા માલિની : ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી બી-ટાઉનની સૌથી પસંદ કરવામાં આવતી જોડીઓમાંથી એક છે, અને બંનેના ફોટા લોકોને ખુબ ગમે છે. અહિયાં એક ફોટો છે જેમાં ધર્મેન્દ્રજી અને હેમાજી પોતાની દીકરીના દીકરા ડેરીયન સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટો કોઈ પ્રસંગનો છે અને તેમાં ડેરીયન ખુરશી ઉપર બેઠો છે અને તેની પાસે ધર્મેન્દ્ર પણ બેઠા છે. હેમા ડેરીયનને પાછળથી સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે.

હેમાજી અને ડેરીયને એક જ કલરના આઉટફીટ પહેર્યા છે. આ ફોટો ઘણો ક્યુટ છે જેનું શબ્દોથી વર્ણન નથી કરી શકાતું. જયારે બીજા ફોટામાં હેમાજી તેની ક્યુટ દીકરીના દીકરા ડેરીયન સાથે ફોનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ફોટામાં જોઈ શકાય છે કે હેમાજીએ ફોન પકડ્યો છે અને તે ડેરીયનને તેમાં કાંઈક દેખાડી રહી છે. ડેરીયન પણ ધ્યાન પૂર્વક નાની સાથે ફોનમાં કાંઈક જોઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા અહાનાએ તેના ઈંસ્ટાગ્રામ ઉપર માં હેમા સાથે દીકરા ડેરીયનનો ફોટો શેર કરતા કેપ્શનમાં ‘પાર્ટનર્સ ઈન ક્રાઈમ’ લખ્યું હતું.

બંને બહેનોમાં છે ઘણી સારી મિત્રતા : જો ઈશા દેઓલ અને અહાના દેઓલની દોસ્તીની વાત કરીએ, તો બંને બહેનો એકબીજાની ઘણી નજીક છે. ઈશા અને અહાના વચ્ચે ઉંમરમાં 4 વર્ષનો ગેપ છે અને બંને બહેનોથી વધુ એક બીજાની બેસ્ટ ફ્રેન્ડ છે. ‘સિસ્ટર્સ ડે’ ના દિવસે ઈશાએ તેના ઈંસ્ટાગ્રામ પેજ ઉપર અહાના સાથે એક સુદંર ફોટો શેર કર્યો હતો, જેમાં બંને એક સાથે બેઠેલી જોવા મળી રહી છે. આમ તો અહાનાએ પણ ફિલ્મોમાં તેનો હાથ અજમાવ્યો છે. તેમણે ફિલ્મ ‘ના તુમ જાનો ના હમ’ માં કામ કર્યું હતું. આમ તો તેમણે એક ફિલ્મ પછી જ આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. અહાના એક સારી ડાંસર પણ છે.

આપણે પણ અહાનાને વહેલા સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને તેના ઘરે આવેલી ખુશીઓ માટે ઘણા બધા અભીનંદન આપીએ છીએ. તો અમારી આ પોસ્ટ કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.