પટેલ ભાઈના રોલમાં દેખાશે હોલીવુડના પિક્ચરમાં ધનુષ, ધનુષની આ પહેલી હોલિવુડ મુવી છે

0
1213

સાઉથના લોકપ્રિય એકટર ધનુષની આવનારી ફિલ્મ ‘ધ એક્સ્ટ્રાઓર્ડીનરી જર્ની ઓફ ધ ફકીર’ રોમેન પુર્તોલસ(Romain Puertolas) ના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મને કેન સ્કોટે(Ken Scott) ડાયરેક્ટ કરી છે.

ફિલ્મ ‘ધ એક્સ્ટ્રાઓર્ડીનરી જર્ની ઓફ ધ ફકીર’ (The Extraordinary Journey of the Fakir) ને ભારતીય પ્રોડયુસર સૌરભ ગુપ્તા, ગુલઝાર સિંહ ચહલ અને અદિતિ આનંદે મળીને પ્રોડયુસ કરી છે. આ ફિલ્મની વાર્તા અજાતશત્રુ લવશ પટેલના જીવનની આસપાસ ફરે છે, જેનો રોલ ધનુષે ભજવ્યો છે.

‘રાંઝણા’ ફિલ્મ અને પોતાના ‘કોલાવેરી ડી’ ગીતથી લોકોના દિલોમાં જગ્યા બનાવવાવાળા ધનુષ જલ્દી જ પોતાની આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘ધ એક્સ્ટ્રાઓર્ડીનરી જર્ની ઓફ ધ ફકીર’ લઈને ભારતમાં આવવાના છે. આ ફિલ્મથી ઇન્ટરનેશનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગ રાખવા વાળા ધનુષ પોતાની આ ફિલ્મના પ્રમોશન માટે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019 (Cannes Film Festival 2019) માં પહોંચ્યા હતા.

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં જ એમણે પોતાની આવનાર ફિલ્મનું પોસ્ટર રીલીઝ કર્યું છે. એમની આ ફિલ્મ 21 જૂન 2019 ના રોજ ભારતના બધા સિનેમાઘરોમાં જોવા મળશે.

ભારતમાં આ ફિલ્મ રીલીઝ થવાની જાણકારી પોતે અભિનેતા ધનુષે ટ્વીટ કરીને આપી હતી. ટ્વીટ કરતા એમણે પોતાના ફેન્સને જણાવ્યું કે, એમની આ ફિલ્મ ભારતમાં રીલીઝ થવાની છે એને લઈને તે ઘણા ઉત્સાહિત છે.

ધનુષે ટ્વીટમાં ફિલ્મની રિલીઝની જાણકારી આપતા લખ્યું કે, “તમારા બધાની સાથે આ શેયર કરતા મને ઘણી ખુશી થઈ રહી છે કે, મારી પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘ધ એક્સ્ટ્રાઓર્ડીનરી જર્ની ઓફ ધ ફકીર’ ભારત, અમેરિકા, કેનેડા, યુકે, સિંગાપુર, મલેશિયા, બાંગ્લાદેશ અને નેપાળમાં 21 જુનના રોજ રીલીઝ થઈ રહી છે.”

ધનુષે પોતાની બીજી ટ્વીટથી પોતાના તમિલ ફેન્સને પણ ઘણા ખુશ કર્યા. એમણે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, મારી ફિલ્મ ‘ધ એક્સ્ટ્રાઓર્ડીનરી જર્ની ઓફ ધ ફકીર’ નું તમિલ વર્ઝન પક્કિરી(Pakkiri) પણ 21 જુન 2019 થી જ સિનેમાઘરોમાં જોવા મળશે.

ઘનુષ દ્વારા આ ફિલ્મની જાણકારી અપાયા પછી એમના ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. ઘનુષના ફેન્સે એમની ટ્વીટ પર કમેન્ટ કરીને ફિલ્મ વિષે પોતાની ખુશી વય્ક્ત કરી છે. હવે જોવાની એ છે કે, એમની પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ દર્શકોના દિલ પર કેવો જાદુ કરે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.