ધન પ્રાપ્તિ માટે માત્ર 3 બુધવાર કરો આ ઉપાય, ગણેશજીની કૃપાથી ચમકી જશે ભાગ્ય

0
3744

મોટાભાગના લોકોને ખબર છે કે બુધવારનો દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે, તેને કારણે જ બુધવારના દિવસને ઘણો જ વિશેષ માનવામાં આવે છે, જો આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોઈએ તો જો કોઈ વ્યક્તિને ધન પ્રાપ્તિની કામના છે તો તેના માટે બુધવારનો દિવસ ઘણો જ શુભ માનવામાં આવે છે,

જો તમે બુધવારના દિવસે આ થોડા ઉપાય કરો છો તો તેનાથી ધનવાન બનવાની ઈચ્છા ઘણી ઝડપથી પૂરી થઇ શકે છે, જો તમે આ દિવસે વિધિ પૂર્વક બુધ દેવતાની પૂજા અર્ચના કરીને પછી થોડા ઉપાય કરશો તો તેનાથી તમારા જીવનની ધનની ખામી ઘણી ઝડપથી દુર થઇ જશે.

જો તમે આ ઉપાય 3 બુધવાર સુધી સતત કરશો તો તેનાથી ભગવાન ગણેશજી સાથે સાથે બુદ્ધદેવ પણ પ્રસન થાય છે અને તમારા જીવનમાં ધન, સુખ-સંપત્તિની પ્રાપ્તિ થશે, આ ઉપાયો કરવાથી તમારી મનગમતી દરેક મનોકામના પૂરી થશે.

આવો જાણીએ બુધવારના દિવસે ક્યા ઉપાય કરવા

જો શ્રીમંત બનવાના રસ્તા માં કોઈ અડચણ ઉભી થઇ રહી છે તો તેવામાં તમે બુધવારની સાંજે કોઈ ગણેશ મંદિરમાં જાવ અને ત્યાં બુદ્ધદેવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કર્યા પછી થોડા અનાજનું દાન કરો, આ ઉપાય કરવાથી તમને તમારા દુર્ભાગ્ય માંથી છુટકારો મળશે અને ધનવાન બનવાના રસ્તા ખુલી શકશે, આ ઉપાય તમે સતત ત્રણ બુધવાર કરો, તમને લાભ જરૂર મળશે.

તમે બુધવારના દિવસે તમારા ઘરમાં લીલા મગ, લીલી પાલક સરસીયાનું શાક , મીઠું, લીલા મરચા, પપૈયું જેવી વસ્તુ લઈને આવો અને કોઈ ગરીબ નાના બાળકને તે આપી દો.

જો તમે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે બુધવારના દિવસે સાંજે લગભગ ૫.૦૦ વાગ્યા પછી તમે ગણેશ મંદિરમાં જઈને સફેદ દુર્વા ૧૧ નંગ સફેદ કાગળ ઉપર રાખીને અર્પણ કરો, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બુધવારે ભૂલથી પણ બજારમાંથી લીલા પાન ખરીદીને ન લાવો અને તે પાનનું સેવન ના કરો.

તમે બુધવારના દિવસે કોઈપણ કિન્નરનો મજાક ન ઉડાવો, ન તો તેનું અપમાન કરો.

જો તમે બુધવારના દિવસે ગાયને લીલું ઘાંસ ખવડાવો છો તો તેનાથી ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહે છે અને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ દોષ છે તો તેની અસર પણ ઓછી થઇ જાય છે.

જો તમે બુધવારના દિવસે ભગવાન ગણેશજીને સિંદુર અર્પણ કરો છો તો તેનાથી તમારા જીવનમાં જે તકલીફો ચાલી રહી છે તેનું તરત સમાધાન થાય છે.

ભગવાન ગણેશજીને મોદક ઘણા ગમે છે, આથી તમે બુધવારના દિવસે ભગવાનજીની પૂજા અર્ચના કરતી વખતે તેમને મોદકનો ભોગ જરૂર ચડાવો, તેનાથી ગણેશજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર જળવાઈ રહેશે, અને બુધ ગ્રહની ખરાબ અસર પણ દુર થાય છે.

ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, જો તેમની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો તે ઘણા ઝડપથી પ્રસન્ન થાય છે અને ખુશ થઈને પોતાના ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધીના આશીર્વાદ આપે છે, ઉપરોક્ત થોડા ઉપાય જણાવવામાં આવ્યા છે, જો તમે આ ઉપાય બુધવારના દિવસે કરો છો તો તેનાથી ભગવાન ગણેશજીની કૃપા સાથે સાથે બુધ ગ્રહની ખરાબ અસર પણ દુર થશે.