તમારી પાસે પણ ધન નથી રહેતું તો કરો આ 7 ઉપાય, ચારે તરફથી વરસશે પૈસા.

0
3278

મિત્રો એ વાતમાં કોઈ બે મત નથી કે, આજકાલ લોકો માટે પૈસા સૌથી જરૂરી વસ્તુ બની ગયા છે. લોકો એની પાછળ ગાંડાની જેમ પડ્યા છે. તમે એવું પણ કહી શકો કે, વર્તમાન સમયમાં પૈસા વ્યક્તિના જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયા છે. અને પૈસા વગર તો વ્યક્તિનું જીવન એકદમ અધૂરું જ ગણાય છે.

એવા ઘણા કિસ્સા જોવા મળે છે કે, જો કોઈ વ્યક્તિ પાસે પૈસા નથી તો એની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંબંધ નથી જોડતા ઈચ્છતા. એમના સંબંધીઓ પણ ધીરે-ધીરે એમનાથી અંતર બનાવી લે છે. પરંતુ જે વ્યક્તિ પાસે પૈસા હોય છે, એમની સાથે દરેક લોકો સંબંધ બનાવવા માંગે છે. અને ધનવાન વ્યક્તિઓને અન્યની સરખામણીમાં સમાજમાં વધારે માન-સમ્માની પ્રાપ્તિ થાય છે.

એવામાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે દિવસ-રાત એક કરીને સખત મહેનત કરે છે. તે દરેક સંભવ પ્રયત્નમાં લાગ્યા રહે છે, જેથી તે ઘણા બધા પૈસા કમાઈ શકે. પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ એને સફળતા મળતી નથી. એવામાં તમે કયારેય વિચાર્યુ છે કે આવું કેમ થાય છે? જણાવી દઈએ કે એવું એટલા માટે થાય છે, કારણકે એમનું નસીબ સાથ નથી આપતું. એટલે કે વ્યક્તિની મહેનતની સાથે સાથે એનું નસીબ પણ સાથે હોવું જોઈએ. જો નસીબ સાથ આપે તો વ્યક્તિએ ઓછી મહેનતમાં વધારે સફળતા પ્રાપ્ત થાય છે.

તમારા માંથી ઘણાએ આ વાત પર ધ્યાન આપ્યું હશે કે, તમે પોતાના કાર્યોને પુરી મહેનત સાથે પૂર્ણ કરવાના પ્રયત્ન કરો છો, પણ તમારું નસીબ તમારો સાથ નથી આપતું અને તમારા કાર્યમાં કોઈને કોઈ અડચણ આવતી જ રહે છે. જો તમારી સાથે પણ આજ પ્રકારની સમસ્યા છે, તો આજે અમે તમારા માટે આ લેખના માધ્યમથી અમુક એવા ઉપાય જણાવીશું, જે અજમાવીને તમે પોતાના જીવન માંથી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર કરી શકો છો.

આવો જાણીએ એ ઉપાયો વિષે :

૧. સૌથી પહેલા તો તમે રોજ સવારના સમયે સ્નાન કરતા પહેલા બધા તીર્થો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરો. જો તમે આ કામ કરો છો, તો તમને બધા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. અને સાથે સાથે તમારું દુર્ભાગ્ય પણ સમાપ્ત થઈ જશે. તેમજ જો તમે ઈચ્છો તો તમારા સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો, તે વધારે શુભ માનવામાં આવે છે.

૨. બીજો ઉપાય એ છે કે, તમે સવારના સમયે સ્નાન વગેરે નિત્ય ક્રિયા પુરી કરીને તુલસીના છોડને જળ અર્પિત કરો અને ત્યાં દીવો પ્રગટાવો. અને તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તમે તુલસી માતાના છોડની નિયમિત રૂપે દેખરેખ કરતા રહો, અને તુલસીના છોડની આસપાસ સ્વછતાનું વિશેષ ધ્યાન રાખો. જો તમે આવું કરો તો એનાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે.

૩. તેમજ જો તમે સવારના સમયે પોતાની પથારી જલ્દી છોડી દેશો, અને ઉઠતા સમયે સૌથી પહેલા પોતાની બંને હથેળીઓના દર્શન કરશો, અને એની સાથે પોતાના ઈષ્ટ દેવનું મનમાં ધ્યાન કરશો, તો તમને તમારી સમસ્યા દૂર થશે અને તમારું ભાગ્ય પણ ચમકવા લાગશે.

૪. તે ઉપરાંત તમે તમારા ઘરના મંદિરમાં સવાર-સાંજ પૂજા કરતા સમયે ઘી નો દીવો અવશ્ય પ્રગટવો. અને એની સાથે કપૂર પણ સળગાવો. તેમજ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તમારા ઘર મંદિરની આસ-પાસ હંમેશા સાફ-સફાઈ રહે.

૫. જાણકારી માટે જણાવી દઈએ કે, તમે સવારના સમયે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને તાંબાના લોટાથી જળ અર્પિત કરો. જો તમે સૂર્ય દેવને જળ અર્પિત કરો છો તો એનાથી તમને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે.

૬. મિત્રો જો તમે તમારા ઘર માંથી કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જાવ છો, તો નીકળતા સમયે દહીં અથવા કંઈક મીઠું ખાઈને જ નીકળો. એ પણ ઘણું શુભ માનવામાં આવ્યું છે. આમ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધે છે.

૭. અને અંતમાં જણાવી દઈએ કે, જો તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, અથવા શનિ ગ્રહ તરફથી શુભફળ પ્રાપ્ત કરવા માંગો છો, તો એના માટે દર શનિવારે એક વાટકી તેલ લો અને એમાં પોતાનો ચહેરો જુઓ, અને આ તેલ કોઈ નિર્ધનને દાન કરી દો. એનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવ તમારા જીવનમાં ખુશીઓ લાવે છે.