રોજ રાત્રે ઊંઘતા પહેલા આ 2 ધન મંત્રોનો જાપ કરવાથી, મળશે ધન અને ચમકશે નસીબ તમારું

0
2824

મિત્રો આ દુનિયામાં લગભગ દરેક લોકો પૈસા એટલે કે ધનની પાછળ પડયા છે. અને ધનની લાલચ એવી છે કે, જેને માણસ ક્યારેય છોડતો નથી. ઉદાહરણ તરીકે જો આજે તમે કોઈ ભિખારીને ૧૦ રૂપિયા આપશો, તો બીજી વખત તે બમણી રકમની ઈચ્છા રાખશે. ધન મેળવવાનો આપણી ઈચ્છા એક ઊંડો કુવો છે, જે ભરાતો જ નથી. અને જેમ જેમ આપણને ધન મળે છે, તેમ તેમ આપણી ઈચ્છાઓમાં પણ વધારો થવા લાગે છે.

અને એ વાત પણ સાચી છે કે, પૈસા મેળવવાની આ દોડધામમાં ઘણી વખત માણસ જીવન જીવવાનું પણ ભૂલી જાય છે. તે આખું જીવન માત્ર પૈસા પૈસા કરતો રહી જાય છે, અને એનું જીવન પૂરું થઈ જાય છે. મિત્રો, જો તમે પણ ધનની ઈચ્છા ધરાવો છો, પરંતુ તમારા તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. તો આજે અમે તમને ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલા અચૂક મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ, જેનો રોજ રાત્રે સુતા પહેલા જાપ કરીને તમે ધન મેળવી શકો છો.

આપણે ત્યાં લક્ષ્મી માતાને ધનની દેવી કહેવામાં આવે છે. અને લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુના પત્ની છે. પણ આજે અમે તમને જે મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ, તે લક્ષ્મી માતાના નહિ પણ શ્રીકૃષ્ણના નામના મંત્રો છે. શાસ્ત્રોનું માનીએ તો આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના દુ:ખ દુર થઇ જાય છે. અને આ મંત્રોમાં આખો બ્રહ્માંડ સમાયેલો છે. જેનો ૧૦૮ વખત જાપ કરવાથી આપણી તમામ મનોકામના પૂરી કરી શકે છે.

એ તો તમે જાણો છો કે, શ્રીકૃષ્ણને વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર માનવામાં આવે છે. તેવામાં તેમના નામમાં એટલી શક્તિ છે કે, તે કોઈપણ પરિસ્થિતિનો સામનો ચપટીમાં કરી શકે છે. એટલું જ નહિ પણ આ મંત્રના જાપથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઇ શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ 2 મંત્રોનો જાપ કરતા સમયે આનો એક અક્ષર ખોટો વાંચવાથી પણ તમને તેના લાભની પ્રાપ્તિ નહી થાય. તો આ મંત્રોનો લાભ મેળવવા માટે એ જરૂરી છે કે, આ મંત્રોનો જાપ યોગ્ય રીતે કરવામાં આવે. આ મંત્રોને તમે ક્યારે પણ અને ક્યાંય પણ બોલી શકો છો.

આ છે શ્રીકૃષ્ણના મંત્ર :

૧. શ્રીકૃષ્ણ મંત્ર – ‘ઓમ શ્રી નમઃ શ્રીકૃશ્નાય પરીપૂર્ણતમાય સ્વાહા’.

જાણકારી માટે જણાવી દઈએ કે ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલો આ મંત્ર ભગવાન શ્રીકૃષ્ણનો સપ્તદશાક્ષર મહામંત્ર છે. આ મંત્રનો સો બસો નહિ પરંતુ પુરા પાંચ લાખ વખત જાપ કરવાથી જ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તમે દરરોજ રાત્રે સુતા પહેલા આ મંત્રનો જાપ જરૂર કરો.

૨. શ્રીકૃષ્ણ મંત્ર – ‘કૃ કૃષ્ણાય નમઃ’

આ મંત્ર શ્રીકૃષ્ણનો મૂળમંત્ર છે. અને આ મૂળમંત્રનો જાપ સુખ ઈચ્છવા વાળા દરેક મનુષ્યએ સવારના સમયે દિનચર્યા અને સ્નાન કર્યા પછી એક સો આઠ વખત કરવા જોઈએ. એમ કરવા વાળા માણસ તમામ મુશ્કેલીઓ અને દુ:ખોથી કાયમ માટે મુક્ત રહે છે. આ મંત્રથી ક્યાય પણ અટકેલું ધન તરત મળી જાય છે.

શુક્રવારના દિવસે કરો પૂજા :

અને આ બે મંત્રનો પ્રયોગ કરવાં ઉપરાંત, તમે દર મહીનાના પહેલા શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી ઘરમાં પુજાના સ્થાનમાં ઘી નો દીવો પ્રગટાવીને લક્ષ્મી માતાને સાકર અને ખીરનો ભોગ લગાવો. અને સાથે જ લક્ષ્મી માતાનો મંત્ર ‘ઓમ શ્રી શ્રીયે નમઃ’ નો ૧૦૮ વખત સાચા મનથી જાપ કરો. તેનાથી માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઇ જશે, અને તમને ધનનો લાભ આપશે.