ધાબળો ઓઢીને આ પોલીસ ઓફિસર કુદી ગયા આગમાં, રોકી મોટી દુર્ઘટના

0
1140

સામાન્ય રીતે આપણી સૌની એક એવી માન્યતા હોય છે કે પોલીસવાળા ખરાબ હોય છે, તે માન્યતા હકીકતમાં ખોટી સાબિત કરે તેવી એક સત્ય ઘટના મીડિયા દ્વારા સામે આવી છે, જેમાં એક એવી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે જાણીને આપણા બધાની એ માન્યતા ખોટી સાબિત થઇ શકે છે.

સોશિયલ મીડિયા ઉપર એક પોલીસ ઓફિસરની બહાદુરીનો કિસ્સો વાયરલ થઇ રહ્યો છે. લોકો અખિલેશ કુમારની ઘણી પ્રસંશા કરી રહ્યા છે, જે ઉત્તર પ્રદેશમાં સબ ઇન્સ્પેક્ટર છે. આમ તો ૩ મે ના દિવસે અખિલેશે પોતાની સમજ શક્તિથી એક મોટી દુર્ઘટના અટકાવી દીધી. યુપીના ગ્રેટર નોયડા આવેલા એક ઘરમાં આગ લાગી રહી હતી, જયારે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોચી, તો લોકોએ જણાવ્યું કે ઘરની અંદર એલપીજીના બે સીલીન્ડર રહેલા છે. આ સીલીન્ડર ફાટવાથી એક મોટી દુર્ઘટના થઇ શકતી હતી. તે વખતે અખિલેશ સળગી રહેલા ઘરમાં ઘુસી ગયા અને તે સીલીન્ડરને ખેંચીને બહાર લઇ આવ્યા.

કામળો ઓઢીને કુદી ગયા આગમાં :-

દનકોરના એસએચઓ સમરેશ સિંહે જણાવ્યું કે પોલીસ ઘટના સ્થળ ઉપર બપોરના ૩ વાગીને ૧૫ મીનીટે પહોચી. તે દરમિયાન લોકોની ભીડે ઘરને ઘેરી લીધું હતું. જેના માલિક ગીતા અને ફૂલ સિંહ છે. આગ ઓલવતા દરમિયાન એક વ્યક્તિએ અધિકારીને જણાવ્યું કે ઘરની અંદર બે એલપીજી ગેસ સીલીન્ડર છે. ત્યાર પછી અખિલેશે ઝડપથી એક કામળો મંગાવ્યો અને તેને ઓઢીને સળગતા ઘરમાં ઘુસી ગયા. જયારે તે બહાર નીકળ્યા તો તેમના હાથમાં એલપીજી સીલીન્ડર હતા. તેમની આ બહાદુરીથી એક મોટી દુર્ઘટના અટકી ગઈ.

લોકોએ અખીકેશને કહ્યા – રીયલ હીરો :-

આ ઘટનાને ટ્વીટર યુઝર Shafaque Alam એ ૩ મે ના દિવસે શેર કરી. તેમણે ઘટનાના ફોટા મૂકી લખ્યું, વિલાસપુરના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અખિલેશ દીક્ષિતે પોતાની સમજ શક્તિથી એક મોટી દુર્ઘટના અટકાવી લીધી. આ બહાદુરી માટે તેને સન્માનિત કરવા જોઈએ. આ ટ્વીટના સમાચાર લખ્યા સુધી ૧૭ હજારથી વધુ લોકોએ લાઈક અને લગભગ ૬ હજાર લોકો રી-ટ્વીટ કરી ચુક્યા છે.

થોડા સુપરહીરો પહેરે છે યુનિફોર્મ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.