આ રીતે ઘરે જ એકદમ સ્વાદિષ્ટ ધાબા સ્ટાઇલના આલુ પરોઠા બનાવો, જાણો રીત

0
2248

ભારતીય લોકોની એક સામાન્ય આદત હોય છે કે સવારે ચા, કોફી કે દૂધ સાથે નાસ્તો જરૂર કરવામાં આવે છે. અને એ સારી વાત છે, કારણ કે શિયાળો, ઉનાળો કે ચોમાસા ઋતુ કોઈ પણ હોય, જો સવારે ભરપેટ નાસ્તો કરવામાં આવે તો આખો દિવસ એનર્જી જળવાય રહે છે. આમ તો આપણે રોજ અલગ અલગ નાસ્તો બનાવીને ખાઈએ છીએ, પણ ગુજરાતમાં સૌથી વધારે થેપલા, ભાખરી, પૂરી અને પરોઠા ખાવામાં આવે છે. અને આ બધી વસ્તુઓમાં પરોઠા એક એવી વસ્તુ છે, જેમાં તમે ઈચ્છા અનુસાર વિવિધતા લાવી શકો છો. અને પરોઠા બનાવવા પણ ખુબજ સરળ છે. અને એને ચા સાથે ગરમા ગરમ ખાવાની મજા જ કંઈ જુદી છે. અને આજે અમે તમારા માટે ઘરે જ બહાર મળતા હોય એવા આલુ પરોઠા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ એના વિષે.

આલુ પરોઠા માટે જરૂરી સામગ્રી :

ઘંઉનો લોટ : 1 કપ,

બાફેલા બટાકા : 6 નંગ,

આદુ મરચાંની પેસ્ટ : 1 ચમચી,

આખા ધાણા : 1/2 ચમચી,

તજ : 1 ટુકડો,

બારીક સમારેલા કાંદા : 1 નંગ,

આખા મરી : 1/2 ચમચી,

જીરું : 1 ચમચી,

હિંગ : 1/2 ચમચી,

અજમો : 1/2 ચમચી,

લીંબુનો રસ : 1 ચમચી,

ગરમ મસાલો : 1 ચમચી,

મીઠું : સ્વાદ અનુસાર.

આલુ પરોઠા બનાવવાની સરળ રીત :

આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા તો બટાકાને બાફવા માટે મૂકી દો. પછી ઘંઉનો લોટ લઇ એમાં જીરૂ, મીઠું અને 1 ચમચી તેલ તથા ઘી ઉમેરીને એનો મીડીયમ લોટ તૈયાર કરી લો. ત્યારબાદ આખા ધાણા, જીરૂ, અજમો, મરી અને તજને વ્યવસ્થિત રીતે શેકીને તેને ક્રશ કરીને તેનો પાવડર તૈયાર કરો. હવે બટાકા બફાઈને તૈયાર થઇ ગયા હશે એટલે એની ચાલ ઉતારી એનો છૂંદો કરી એમાં આગળ તૈયાર કરેલો પાવડર, ચટણી, ગરમ મસાલો, મીઠું, આદુ-લસણની પેસ્ટ તથા લીંબુનો રસ વ્યવસ્થિત રીતે ઉમેરીને મિક્સ કરો.

બટાકાનો મસાલો તૈયાર કર્યા પછી એક નોન-સ્ટીક કડાઈમાં બટર અથવા ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં હીંગ, મીઠો લીમડો તથા બારીક સમારેલી ડુંગળીને ઉમેરીને તેને 5 મિનિટ સુધી વ્યવસ્થિત રીતે સાંતળો. આ ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેને બટેટાના મિશ્રણમાં મિક્સ કરો. હવે તૈયાર કરેલા લોટમાંથી એક સમાન લુઆ તૈયાર કરો. આ લુઆને મિડીયમ થીક વણીને તેમાં બટાકાનું મિશ્રણ ઉમેરીને તેની બધી સાઈડો ભેગી કરી ને તેને વાળીને લુઆ જેવુ તૈયાર કરવુ. પછી એને વણી લો. હવે વણીને તૈયાર થયેલા આલુ પરાઠાને મધ્યમ ગેસ પર શેકો. શેકતા સમયે પરાઠા પર બટર નાખતા જાઓ. અને આલૂ પરોઠાને બરાબર શેકાવા દેવા. ત્યારબાદ તેના પર બટર લગાવીને અથાણા સાથે તેને સર્વ કરવા. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઈલના આલૂ પરોઠા. આ આલૂ પરોઠાને તમે નાસ્તામાં ખાઈ શકો છો. તમારું મન આનંદિત થઇ જશે

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.