તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તે ચડાવી 6.5 કિલો સોનાથી બનેલી આ વસ્તુ, તેના પરથી તમારી નજર નહિ હતે.

0
235

એક ભક્તે સાડા છ કિલો સોનાની આ વસ્તુનું તિરુપતિ બાલાજી મંદિરમાં કર્યું દાન, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે.

આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુમલા તિરુપતિ બાલાજીનું નામ દેશના સૌથી પ્રતિષ્ઠિત અને શ્રીમંત મંદિરોમાં આવે છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને કરોડો રૂપિયાનો ચડાવો ચડાવવામાં આવે છે. સોમવારના રોજ હૈદરાબાદના શ્રીનિવાસ દંપત્તિએ 1.8 કરોડ રૂપિયા (વર્તમાનમાં લગભગ 4 કરોડ રૂપિયા) ના ખર્ચે બનેલી સોનાની તલવાર ભેંટ કરી.

શ્રીનિવાસ દંપત્તિએ સોમવારે સવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અધિકારીઓને સોનાની તલવાર સોંપી. શ્રીનિવાસ દંપત્તિએ રવિવારના રોજ તિરુમાલાના કલેકટીવ ગેસ્ટ હાઉસમાં મીડિયા સામે લગભગ સાડા છ કી.ગ્રા. વજનની તલવારનુ પ્રદર્શન કર્યું. કહેવામાં આવે છે કે શ્રીનિવાસ દંપત્તિ છેલ્લા એક વર્ષથી તલવાર સોંપવા માંગતા હતા, પણ કો-રો-નાને કારણે તે શક્ય થઇ શક્યું ન હતું.

ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં સોનાની તલવાર સોપવા વાળા શ્રીનિવાસે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી સોનાની તલવાર ‘સૂર્ય કટારી’ ને ભેંટ આપવા માંગતા હતા, પણ કો-રો-નાને કારણે જ મંદિર બંધ હતું. થોડા દિવસ અગાઉ સવારે સુપ્રભાત સેવા દરમિયાન શ્રીનિવાસ દંપત્તિએ સૂર્ય કટારીને ટીટીડી અધિકારીઓને સોંપી.

કહેવામાં આવી રહ્યું છે કે, સોનાની તલવાર સૂર્ય કટારી શ્રીનિવાસ દંપત્તિએ તમિલનાડુના કોયમ્બતૂરમાં કુશળ જવેલર્સ પાસે બનાવરાવી છે. તે બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો. સાડા છ કિલો વજનની આ સોનાની તલવાર બનાવવામાં આવી, ત્યારે તેની કિંમત લગભગ 1.8 કરોડ રૂપિયા હતી, પણ હાલ તેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.

આ પહેલા તમિલનાડુના ટેનીના જાણીતા કપડાના વેપારી થંગા દોરાઈએ 2018 માં મેંતિરુમાલા આવેલા ભગવાન વેંકટેશ્વરને 1.75 કરોડ રૂપિયાની સોનાની તલવાર દાનમાં આપી હતી. સોનાની તલવાર કે સૂર્ય કટારી બનાવવામાં લગભગ છ કી.ગ્રા. સોનું વપરાયું હતું. દોરાઈએ પણ સુપ્રભાત સેવા દરમિયાન મંદિરના અધિકારીઓને તલવાર ભેંટમાં સોપી હતી.

આંધ્ર પ્રદેશના ચિત્તુર જીલ્લામાં આવેલા તિરુમલાના પહાડી વિસ્તાર ઉપર બનેલું શ્રી વેંકટેશ્વર મંદિર એક પ્રસિદ્ધ હિંદુ તીર્થ સ્થળ છે. ઘણી સદીઓ પહેલા બનેલું આ મંદિર દક્ષીણ ભારતીય વાસ્તુકલા અને શિલ્પ કલાનું અદ્દભુત ઉદાહરણ છે. કહેવામાં આવે છે કે ચોલ, હોયસલ અને વિજયનગરના રાજાઓનું આ મંદિરના નિર્માણમાં આર્થીક રીતે ખાસ યોગદાન રહ્યું હતું.

તિરુપતિ શ્રીવેંકટેશ્વર મંદિર ભારતનુ બીજા નંબરનું સૌથી શ્રીમંત મંદિર છે, જ્યાં કરોડોનો ચડાવો દર વર્ષે આવે છે. દર વર્ષે લાખો ભક્ત આંધ્રપ્રદેશના તિરુમલાના પહાડી વિસ્તારમાં આવેલા આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા માટે આવે છે. કો-રો-ના કાળમાં બીજા મંદિરોની જેમ આ મંદિર પણ બંધ હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.