શિવજી સાથે દેવી પાર્વતીની પૂજાના જરૂરી નિયમ જાણી લો, નહી તો પૂજાનું ફળ નહિ મળે.

0
168

શ્રાવણમાં શિવજીની પૂજાનું ફળ મેળવવું છે તો આ નિયમ ધ્યાનમાં રાખજો, જાણો શું કરવાનું છે?

9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થવાનો છે. તે દરમિયાન શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વ્રત પણ રાખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી ઘણી મનોકામનાઓ પૂરી થાય છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારનું વ્રત અને પૂજા કરવાથી કુવારા લોકોને મનપસંદ જીવનસાથી મળે છે. અને પરણેલા લોકોને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. પણ તેના માટે એ જરૂરી છે કે વ્રત દરમિયાન પૂજા યોગ્ય વિધિથી કરવામાં આવે. નહિ તો તેનું ફળ મળતું નથી.

જો ભગવાન શિવની પૂજામાં કોઈ ભૂલ થઇ જાય તો તે પૂજાનું ફળ નહિ મળે. જેમ કે શિવજીને એવી વસ્તુ ચડાવવામાં આવે જે તેમને પસંદ ન હોય કે શિવજીની પૂજા વગર પાર્વતીજીની પૂજા કરવામાં આવે. ધર્મ પુરાણો અને જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો શિવજીની પૂજા એકલી કરવામાં આવે એટલે કે તેમની સાથે પાર્વતીજીની પૂજા ન કરવામાં આવે તો તે પૂજાનું ફળ નથી મળતું.

શિવ, શક્તિ એટલે કે માં પાર્વતી વગર અધુરા છે તેથી હંમેશા બંનેની પૂજા કરવી જોઈએ. જ્યોતીષાચાર્ય જણાવે છે કે, શિવલિંગમાં શિવજી અને પાર્વતીની બંનેની શક્તિ સમાયેલી હોય છે, તેથી શિવલિંગની પૂજા કરવાથી બંનેની પૂજા થઇ જાય છે.

આ સ્થિતિમાં કરી શકાય છે એકલી પૂજા : પાર્વતીજી વગર શિવજીની એકલી પૂજા કરવામાં આવી શકે છે. એવું ત્યારે કરી શકાય છે, જયારે શિવજીની પૂજા તમારા ગુરુ તરીકે કરો છો.

ધર્મ પુરાણો અને જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, શિવજી સાથે પાર્વતીજી અને તેમના નંદીનો પણ અભિષેક કરવો જોઈએ. તેનાથી શિવ પૂજાનું પૂરું ફળ મળે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી સુચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.