દેવ દિવાળીના દિવસે આ કામ કરવાથી મળશે વિશેષ લાભ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

0
406

આ તારીખે છે દેવ દિવાળી (કાર્તિક પૂર્ણિમા), વિશેષ લાભ મેળવવા માટે આ દિવસે જરૂર કરો આ ખાસ કામ. કારતક માસની પુનમ આ વર્ષે 30 નવેમ્બરના રોજ આવી રહી છે. આ પુનમને ઘણી વિશેષ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ દિવસે દાન અને ગંગા સ્નાન કરવાથી લાભ મળે છે. કારતક માસની પુનમના દિવસે ગુરુનાનક જયંતી પણ મનાવવામાં આવે છે. જેના કારણે તેનું મહત્વ ઘણું વધી જાય છે.

પુરાણોમાં આ પુનમને ઘણી શુભ ગણવામાં આવી છે અને પુરાણો મુજબ કારતક માસ વિષ્ણુજીનો પ્રિય હોય છે. આ પુનમના દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવે છે. કારતક પુનમ ઉપર દાન-સ્નાન જરૂર કરવું જોઈએ.

પૌરાણીક કથા મુજબ આ દિવસે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી બ્રહ્મ સરોવર પુષ્કરમાં અવતરીત થયા હતા. તે સ્થળ ઉપર જ બ્રહ્માજીનું એક માત્ર મંદિર પણ છે. કહેવામાં આવે છે કે કારતક પુનમ ઉપર પુષ્કરમાં સ્નાન કરવાથી ઉત્તમ ફળ આપે છે. જે લોકો આ દિવસે રાજસ્થાનના પુષ્કર જઈને બ્રહ્મ સરોવરમાં સ્નાન કરે છે અને બ્રહ્માજીના મંદિરે જાય છે. તેના દુઃખ હંમેશા માટે દુર થઇ જાય છે. એ કારણ છે કે કારતક પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો અહિયાં આવીને સ્નાન કરે છે અને બ્રહ્માજીની પૂજા કરે છે.

આમ તો જે લોકો કોઈ કારણસર ત્યાં નથી જઈ શકતા. તે લોકો ગંગા સ્નાન કરી શકે છે અને ઘરે જ બ્રહ્માજીઓની પૂજા કરી લે. ગંગા સ્નાન કરવાથી પણ માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી દાન પણ જરૂર આપવું જોઈએ. કારતક પુનમની પુનમ ઉપર દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. દાનમાં તમે કોઈ ગરીબ માણસને ખાવાની વસ્તુ, કપડા અને અન્ય પ્રકારની વસ્તુ આપી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખો કે તમે તે દાન સાચા મનથી કરો.

દાન કરવા માટે સૌથી પહેલા દાન કરવા વળી વસ્તુને તમારા હાથ ઉપર રાખો અને મનમાં વસ્તુ દાન કરવાનો સંકલ્પ કરો. ત્યાર પછી જમણા હાથથી તે વસ્તુ કોઈને દાન કરી દો. તમે ધારો તો દાન કરવામાં આવતી વસ્તુ કોઈ વ્યક્તિને આપવાને બદલે મંદિરમાં પણ ચડાવી શકો છો.

કારતક પુનમના શુભ મુહુર્ત : કારતક પુનમ 29 નવેમ્બર 2020ના રોજ રાત્રે 12 વાગીને 47 મિનીટથી શરુ થઇ જશે. જે 30 નવેમ્બર 2020ની રાત્રે 02 વાગીને 59 મિનીટ સુધી રહેવાનું છે. પંડિતોના જણાવ્યા મુજબ 29 નવેમ્બરની રાતે પુનમ તિથી શરુ થશે. એટલા માટે 30 નવેમ્બરની સવારે સ્નાન અને દાન કરો.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.