‘દેશી ચા’ એ બદલી નાખ્યું આ વિદેશી મહિલાનું નસીબ, આ રીતે બની કરોડોની માલિક

0
1125

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, ભારતમાં લોકોના દિવસની શરૂઆત ચા ની ચુસ્કી સાથે થાય છે. એમાં કોઈ બે મત નથી કે ચા કરતા વધારે રિફ્રેશિંગ બીજું કાંઈ પણ નથી. ત્યારે જ તો ભારતીય ચા નો સ્વાદ વિદેશોમાં ચર્ચાનો વિષય રહે છે. આ જ કારણ છે કે ન ફક્ત આપણા દેશમાં પણ વિદેશોમાં પણ લોકો ભારતીય ચા ના કાયલ છે. પણ શું તમે જાણો છો? કે ભારતની ચા લોકોનો મૂડ સારો કરવા સિવાય લોકોને કરોડપતિ પણ બનાવી શકે છે.

અમેરિકાની રહેવા વાળી બ્રૂક એડી ભારતની દેશી ચા ને પોતાના દેશમાં વેચીને ખુબ કમાણી કરી રહી છે. આ સમયે ભારતમાં પણ સોશિયલ મીડિયા પર બ્રૂક એડીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તમે ભલે આ મહિલાને ન જાણતા હોય, આખી દુનિયા એમની ‘ભક્તિ ચાઈ’ થી સારી રીતે પરિચિત છે. એમની કંપની ભક્તિ ચાઈ ની બ્રાંડ વેલ્યુ આજે 45.5 કરોડ થઈ ગઈ છે.

જો તમે ઈચ્છો તો આ સમાચાર વાંચ્યા પછી ગુગલ બાબાને બ્રૂક એડી અને એમની ભક્તિ ચાઈ વિષે જરૂર પૂછી શકો છો. બ્રૂક એડીની ચા ની ખાસિયત ફક્ત સ્થાનિકતા જ નહિ પણ તેની કિંમત પણ છે. ચાની કિંમતના રૂપમાં એમની દુકાન તમારી પાસે ફક્ત પડતર ખર્ચ લે છે. એટલે કે એમનો બિઝનેસ મંત્ર છે – નફો કમાયા વગર બિઝનેસનો વિસ્તાર. 2002 માં ભારતમાં ચાલી રહેલા સામાજિક પરિવર્તન સાથે જોડાયેલા સ્વાધ્યાય આંદોલન પર ‘એનપીઆર સ્ટોરી’ સાંભળીને એડીએ અહીં નો રસ્તો પકડ્યો હતો.

પોતાની રિસર્ચ દરમિયાન એડીએ પશ્ચિમી ભારતના ગામોની શોળખોળ કરી. જલ્દી જ તે અલગ અલગ જગ્યાની ચા અને એની સુગંધની ચાહક બની ગઈ. બે જગ્યાની ચા ની સુગંધને થોડી સેકન્ડમાં સમજીને તે અલગ કરી દે છે. પોતાની આ સમજણના આધારે તેમણે એ પણ સ્થાપિત કરી દીધું કે, બે જગ્યાની ચા પણ અલગ અલગ હોય છે.

એડીએ 2007 માં પોતાની કારના પાછળના ભાગમાં મૈસોન જાર (બરણી) રાખીને તેનું વેચાણ શરૂ કર્યું. 2018 માં એમની કંપનીની રેવન્યુ લગભગ 45.5 કરોડ રૂપિયા છે. આમ તો એમની કંપનીની કોલ્ડ ડ્રિક પ્રોડક્ટ પણ છે, જે હોલ ફુડ્સ, કૉસ્ટકો અને ટારગેટ શેલ્વ્સ પર આખા અમેરિકામાં ઉપલબ્ધ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.