આ છે આપણા દેશનું સૌથી સસ્તુ કાપડ બજાર, અહીં તમને મળશે 12 રૂપિએ કિલો કપડાં. જાણો ક્યાં આવેલું છે બજાર.

0
2578

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજના આ લેખમાં અમે તમને એક એવા બજાર વિશે જણાવવાં જઈ રહ્યા છીએ, જ્યાંથી આટલી મોંઘવારીમાં પણ તમે કોથળા ભરીને કપડા ખરીદી શકશો. જી હા, તમને જણાવી દઈએ કે આ માર્કેટમાં તમને જીન્સથી લઈને જેકેટ સુધી બધું જ મળી જશે, અને એ પણ એકદમ સસ્તા ભાવમાં. કારણ કે આ હોલસેલ માર્કેટ છે.

તેમજ જાણકારી માટે જણાવી દઈએ કે, આ માર્કેટ રાજધાની દિલ્લીમાં આવેલું છે. અને આ સૌથી સસ્તા માર્કેટનું નામ છે આઝાદ માર્કેટ, શિવાજી રોડ. તમે ઈચ્છો તો ત્યાં પહોંચવા માટે મેટ્રોની મદદ પણ લઇ શકો છો. મેટ્રો સ્ટેશનથી તે નજીકમાં જ છે, હવે તમને જણાવી દઈએ કે ત્યાં કઈ રીતે પહોંચાય?

તમે મેટ્રો સ્ટેશન પાસેથી જ તીસ હજારી અને પુલ બંગસના રસ્તાથી સરળતાથી ચાલતા ચાલતા આ માર્કેટમાં પહોંચી શકો છો. જણાવી દઈએ કે, આ માર્કેટની ખાસિયત છે કે, અહીયાં સેકેન્ડ હેન્ડ કપડા મળે છે. અહીંની દરેક દુકાનો કપડાથી સજાવેલી હોય છે, જ્યાંથી તમે કપડા ખરીદી શકો છો. એટલું જ નહીં, અહીં તમને ૧૦ રૂપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીનાં બંડલમાં કપડા મળે છે, તે ઉપરાંત ઘણાં કપડા કિલોના ભાવથી પણ મળી આવે છે. જેમાં ૧ કિલોથી લઈને ૪૫ કિલો સુધીનાં બંડલ હોય છે.

આ માર્કેટમાં ઘણું મોટું છે. અને અહિની દરેક દુકાન પર અલગ અલગ ભાવમાં કપડા મળે છે. તમે અહીં ભાવ-તાલ કરી શકતા હોવ, કે પછી બજારમાં થોડા ફરીને દરેક વસ્તુના ભાવની જાણકારી લઇ શકતા, તો એવું કરીને પછી જ ખરીદી કરો. કારણ કે એવું કરવાથી તમને વધારે ફાયદો થશે.

જણાવી દઈએ કે આ માર્કેટમાં ખરીદી કરતા સમયે ધ્યાન રાખવું કે, ત્યાંથી જે કપડા ખરીદો તેને એકવાર તપાસી લેવા. કારણ કે ઘણી વાર કપડા ફાટેલાં પણ નીકળી શકે છે. સાથે જ એ પણ જણાવી દઈએ કે તમે ત્યાંથી સિંગલ કપડા નહીં ખરીદી શકો, તમારે કપડા ઓછામાં ઓછા ૧૦ ના બંડલમાં લેવા પડે.

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, આ માર્કેટમાં કપડાની શરૂઆતની કીમત ૧૨ રૂપિયા કિલોથી લઈને ૪૦ રૂપિયા કિલો સુધી છે. અહીં તમે જીન્સથી લઈને જેકેટ સુધી દરેક આઈટમ ખરીદી શકો છો. ત્યાં ખરીદી કરતી વખતે થોડા પીસ ડીફેકટીવ પણ નીકળી શકે છે, એટલે કપડાનું વજન કરાવતા પહેલા ચેક કરી લેવું, કેમ કે પાછળથી પસ્તાવાનો કોઈ ફાયદો નથી.

ઘણા બધા લોકો અહીથી બિઝનેસ કરવા માટે કપડા ખરીદે છે. આઝાદ નગરમાં હોઝીઅરી કપડાના વ્યાપારી રિતેશ મિત્તલ જણાવે છે, કે આ માર્કેટમાં સારી એવી ભીડ રહે છે, લોકો અહીંથી કપડા લઇ જઈને પોતાની દુકાનમાં મોંઘા ભાવમાં વેચે છે. કેટલાક લોકો બિઝનેસ માટે જ અહીં આવે છે, તેઓ અહીંથી ઓછા ભાવે કપડા લઈ જાય છે, અને તેને ધોવડાવીને ઈસ્ત્રી કરી પેકિંગ કરી દે છે, પછી પોતાની દુકાનમાં વેચે છે.

એટલું જ નહીં અહી એવા ઘણા લોકો આવે છે. જે મોંઘા કપડા નથી ખરીદી શકતા, તેઓ આ માર્કેટમાં આવે છે અને આખા પરિવાર માટે કપડા ખરીદીને જાય છે.