દેશમાં BS-6 ગાડી આવવાથી તમારા જીવન પર શું પડશે અસર? જાણો અહીં

0
1321

ભારતમાં પહેલી એપ્રિલથી ૨૦૨૦થી બીએસ-6 માન્યતા વાળી ગાડીઓ વેચાશે. પરંતુ પહેલાથી જ જે લોકો બીએસ-4 ગાડીઓ ચલાવી રહ્યા છે, તેને દુર કરી અથવા બંધ નહિ કરવામાં આવે. માત્ર નવી ગાડીઓ જ બીએસ-6 એન્જીન સાથે આવશે. ઘણા લોકો એવા પણ છે જેને બીએસ-6 વિષે વધુ જાણકારી નથી.

બીએસ-6 શું છે? અને તેના આવવાથી શું ફરક પડશે આપણા જીવન ઉપર? બીએસ-4ની સરખામણીમાં આ કેટલું ફાયદાકારક છે? એ બધા પ્રશ્નોના જવાબ તમને આ રીપોર્ટમાં મળશે. જાણો શું છે બીએસ-6?

સૌથી પહેલા તો તમને જણાવી આપીએ કે બીએસ-6નો અર્થ થાય છે ભારત સ્ટેજ. તેનો સીધો સંબંધ ઉત્સર્જન ઉત્પાદનો સાથે હોય છે. ખાસ કરીને બીએસ-6 એન્જીન વાળા વાહનોમાં વિશેષ ફિલ્ટર લાગશે. જેનાથી ૮૦-૯૦ ટકા પીએમ ૨.૫ જેવા કણ અટકાવી શકાશે, તેનાથી નાઈટ્રોજન ઓક્સાઈડ ઉપર નિયંત્રણ લાગી શકશે. જેને કારણે જ પદુષણ ઉપર ઘણું નિયંત્રણ આવશે.

બીએસ-6થી શું થશે ફાયદો :-

વહન વ્યવહાર નિષ્ણાંતો અને ઓટો નિષ્ણાંતના જણાવ્યા મુજબ બીએસ-6 ગાડીઓમાં હવામાં પદુષણના કણ ૦.૦૫થી ઘટીને ૦.૦૧ થઇ જશે. જેનાથી વાતાવરણ સ્વચ્છ રહેશે. બીએસ-6 એન્જીન વાળી ગાડીઓથી (પેટ્રોલ અને ડીઝલ) હોવાથી પદુષણ ૭૫ ટકા સુધી ઓછું થશે.

બીએસ-4ની સરખામણીમાં કેટલું અલગ :-

આ પ્રશ્ન ઘણો મહત્વનો છે કે બીએસ-4ની સરખામણીમાં બીએસ-6 કેટલું અલગ છે. તો અહિયાં અમે તમને જણાવી આપીએ કે બીએસ-6માં પદુષણ ફેલાવવા વાળા ખતરનાક પદાર્થ ઓછા થશે. જાણકારી માટે જણાવી આપીએ કે બીએસ-4 અને બીએસ-3 ફયુલમાં સલ્ફરનું પ્રમાણ ૫૦ પીપીએમ સુધી હોય છે જો કે આપણા માટે ઘણું ખતરનાક છે જયારે બીએસ-6માં તે માત્ર ૧૦ પીપીએમ સુધી રહી જાય છે. એટલે પદુષણ ઘણું ઓછું થશે.

તો એટલા માટે મોંઘી ગાડીઓ :-

બીએસ-6 એન્જીન વાળી ગાડીઓની કિંમતમાં પણ વધારો થશે કેમ કે બીએસ-6 માટે નવું એન્જીન અને તેમાં ઇલેક્ટ્રિક વાયરીંગ બદલવા ખર્ચ વધી જશે. એટલું જ નહિ બીએસ-6થી ગાડીઓના એન્જીનની ક્ષમતા વધશે, જેથી ઉત્સર્જન ઓછું થશે. જેને કારણે જ કંપનીને ગાડી ઓના ભાવ વધારવા પડશે. બીએસ-6 ગાડીઓ ૧૫ ટકા સુધી મોંઘી પડશે. એટલું જ નહિ બીએસ-6 ફયુલ (પેટ્રોલ-ડીઝલ) ની કિંમત ૧.૫ થી ૨ રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘી થઇ શકે છે.

માઈલેજ ઉપર પડશે અસર :-

બીએસ-6 એન્જીન વાળી નવી ગાડીઓની માઈલેજ ઉપર પણ અસર પડશે. નવી ગાડીઓ વધુ માઈલેજ આપશે. અને માઈલેજ થી લઈને કોઈપણ વાહન કંપની માઈલેજના ખોટા દાવા પણ નહિ કરી શકે કેમ કે નિયમ લાગુ પડવાથી કંપનીઓ તેનું પાલન કરવાનું રહેશે.

બીએસ-6 ગાડીઓ આવવાથી ન માત્ર ગાડીઓ સારી રહેશે, તે પદુષણ ઉપર પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરી શકશે. જેવી રીતે દેશમાં રોડ ઉપર સતત ગાડીઓ વધી રહી છે તે જોતા બીએસ-6 એન્જીન વાળા વાહનો ઘણા ઉપયોગી સાબિત થશે. પદુષણ ઓછું થશે તો જીવન થોડું વધુ સારું બનશે. કાંઈ નહિ તો ખુલ્લી હવા તો લઇ શકીશું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.