દેશમાં અહીં શરૂ થયું 1 કિલો કચરાના બદલામાં મળશે, ભોજનની સ્વાદિષ્ટ થાળી.

0
1234

દરરોજ કરોડો ટન કચરો આ પૃથ્વી ઉપર વધતો જાય છે. આપણે માણસ દરરોજ કોઈને કોઈ વસ્તુ ફેંકતા રહીએ છીએ. હવે તેમાંથી ઘણા પ્રકારના કચરાથી છુટકારો મેળવવો તો સરળ હોય છે, પરંતુ જયારે વાત પ્લાસ્ટિકની આવે છે, તો વાત થોડી અટપટી બની જાય છે. આ પ્લાસ્ટિક જમીનમાં પોતાની જાતે પીગળતું નથી. તે કેટલાય વર્ષો સુધી એવું જ રહે છે.

ઘણી વખત આ પ્લાસ્ટિકના કચરાને કારણે જ જમીનમાં સારી રીતે પાણી સંગ્રહ થઇ શકતું નથી. દુનિયા આખીમાં જમા પ્લાસ્ટિક જંગલ, દરિયો અને બીજા વિસ્તારોમાં જાનવરોને મારી રહ્યું છે. તેવામાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય ઉપયોગ કરવા માટે છતીસગઢમાં એક ખુબ જ સારી પહેલ કરવામાં આવી છે.

ખાસ કરીને છતીસગઢના અંબિકાપુરમાં ભારતનું પહેલું ગાર્બેજ કેફે ખુલ્યું છે. તેની ખાસ વાત એ છે કે અહિયાં તમે પ્લાસ્ટિકનો કચરો જમા કરી બદલામાં પેટ ભરીને ભોજન ખાઈ શકો છો. આ સ્કીમ નગર નિગમ ચલાવી રહી છે. જેનો ફાયદો ગરીબ અને નિરાધર લોકો લઇ શકે છે. અહિયાં તમને કચરાના બદલામાં ભોજનની થાળી આપવામાં આવે છે. આ યોજના હેઠળ તમે અહિયાં એક કિલો પ્લાસ્ટિક જમા કરી પેટ ભરીને ભોજન કરી શકો છો, જો તમે ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક લાવો છો, તો તેનો નાસ્તો થઇ શકે છે.

અંબિકાપુર એ શહેર છે. જેણે ઇન્દોર પછી ભારતનું સૌથી સ્વચ્છ શહેરના લીસ્ટમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. આ ગાર્બેજ સ્કીમને આગળ વધારવા માટે નગર નિગમેં પોતાના બજેટમાં પાંચ લાખ રૂપિયા પણ લગાવ્યા છે. આ યોજના હેઠળ પ્લાસ્ટિકના બદલે નિરાધાર અને ગરીબોને માત્ર ખાવાનું જ નથી આપવામાં આવતું પરંતુ તેને રહેવા માટે પણ પ્રયાસ થશે.

એક બીજી રસપ્રદ વાત એ છે કે આ યોજનાથી જે પ્લાસ્ટિક એકઠું થશે, તેનો ઉપયોગ અંબિકાપૂરમાં રોડ બનાવવા માટે કરવામાં આવશે. શહેરમાં પહેલા પણ પ્લાસ્ટિકમાંથી એક રોડ બનેલો પણ છે. તેની અંદર Granules અને Asphalt નો પણ ઉપયોગ થયો છે. આ રોડ બનાવવા માટે લગભગ ૮ લાખ પ્લાસ્ટિક બેગ ઉપયોગમાં લેવામાં આવી હતી.

છતીસગઢ નગર નિગમની આ યોજના ખરેખર વખાણવા લાયક છે. તેના વિષે જાણ્યા પછી બીજા રાજ્યોમાં નાગરિક પણ તેને પોતાના શહેરમાં ખોલવાની માંગણી કરી રહ્યા છે. તે વાતમાં કોઈ શંકા નથી કે આપણે માણસ દિવસે ને દિવસે કચરો, વાયુ, પદુષણ, જળ પદુષણ વગેરે દ્વારા આ પૃથ્વીની હાલત ખરાબ કરતા રહીએ છીએ.

જો વહેલી તકે આપણે તેના વિષે કાંઈ નહિ કરીએ તો આ પૃથ્વી રહેવા લાયક નહિ રહે. ખાસ કરીને આપણી આવનારી પેઢીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, એટલા માટે આ પૃથ્વીને સારી બનાવવા માટે સરકાર સાથે આપણે પણ આપણી કક્ષાએ પ્રયાસ કરવા જોઈએ.

આમ તો આ યોજનાની એક ખાસ વાત એ પણ છે કે તેનાથી ન માત્ર પર્યાવરણને ફાયદો થશે પરંતુ ગરીબ લોકોનું પેટ પણ ભરી શકાશે. જે લોકો બેરોજગાર કે ગરીબ છે તે પ્લાસ્ટિક કચરો વીણી પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.