દેશનું એવું શહેર જ્યાં મજૂરને મળી રહ્યા છે હીરા, એક ઝટકામાં બની રહ્યા છે કરોડપતિ

0
1114

મધ્ય પ્રદેશમાં હીરાના શહેર પન્નામાં હીરાની ચમકથી મજુર સતત કરોડપતિ બની રહ્યા છે, અને એમના જીવન બદલાઈ રહ્યા છે. આ ક્રમમાં હીરા કાર્યાલય પ્રાંગણમાં સંપન્ન થયેલી હરાજીમાં વધુ બે મજૂરોના હીરાની કરોડોમાં હરાજી થઈ છે.

હકીકતમાં, દુનિયામાં હીરા માટે પ્રખ્યાત પન્નામાં મજૂરોને હીરા મળતા રહે છે. હાલમાં જ થોડા દિવસ પહેલા થયેલી હીરાની હરાજીમાં 261 નંગ, 316 કેરેટ વજનના હીરા મુકવામાં આવ્યા હતા, જેમાંથી 187.10 કેરેટ વજનના 150 નંગ હીરા 2 કરોડ 43 લાખ રૂપિયામાં વેચાયા હતા.

એમાંથી એક મજુરનો સૌથી મોટો 29.46 કેરેટનો હીરો 3,95,500 રૂપિયાના ડરથી 1.16 કરોડ (1,16,51,430) રૂપિયામાં વેચાયો તો અન્ય એક મજુરનો બીજો સૌથી મોટો હીરો જે 18.13 કેરેટનો હતો, તે 4,00,500 રૂપિયાના દરથી 72.6 લાખ (72,61,065) રૂપિયામાં વેચાયો.

તુઆદાર એટલે કે હીરા માલિક રાધેશ્યામ દ્વારા શોધવામાં આવેલા 18 કેરેટનો હીરો, અને પન્નાના મજુર બ્રજેશ ઉપાધ્યાય દ્વારા લાવવામાં આવેલ 29.46 કેરેટના હીરાને બે મહિના પહેલા થયેલી હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. પણ છેવટે હવે તેમના હીરાની હરાજી થઈ ગઈ.

હીરા વ્યાપારી લગાવે છે બોલી :

આ હરાજીના છેલ્લા દિવસે 29.46 કેરેટના ઘણા કિંમતી પથ્થરને હીરા વ્યાપારી નંદકિશોર જડિયાએ ખરીદ્યો, જયારે 18.13 કેરેટ વજનવાળા હીરાને પન્નાના જ એક હીરા વ્યાપારી ભુપેન્દ્ર દ્વારા ખરીદવામાં આવ્યો.

આ વર્ષે સપ્ટેમ્બરમાં 29.46 કેરેટના હીરાને ખોદકામ કરી શોધવામાં આવ્યો હતો, જયારે 18.13 કેરેટના હીરાને તુઆદાર દ્વારા લગભગ 1 વર્ષ પહેલા શોધવામાં આવ્યો હતો. પણ હીરા કાર્યાલયમાં થયેલી પહેલાની હરાજીમાં તે 18.13 કેરેટનો હીરો વેચાઈ શકયો ન હતો.

હીરા કાર્યાલય અનુસાર 18.13 કેરેટનો હીરો 29.46 કેરેટ વજનની સરખામણીમાં ભલે ઓછો હોય, પણ ક્વોલિટીની બાબતમાં 29.46 કેરેટના હીરા કરતા સારો છે. પહેલા તેની કિંમત 4,00,500 રૂપિયા પ્રતિ કેરેટ હતી, જયારે ભારે પથ્થર પ્રતિ કેરેટ 3,95,500 રૂપિયે પ્રાપ્ત કરી શકાય છે.

હીરા અધિકારી એસએન પાંડેયએ કહ્યું કે, હીરાના વ્યાપારીઓએ બે દિવસની અંદર હીરાની રકમના 20% ની ચુકવણી કરવી પડે છે, જયારે બાકીના 80% તે પછીના મહિનામાં આપવાના રહે છે. બાકી રકમ મેળવવા માટે મજૂરોએ રૉયલ્ટીના રૂપમાં હીરાની કુલ કિંમતના 12% હીરા કાર્યાલયમાં જમા કરાવવા પડે છે.

પન્નામાં થયેલી આ હરાજીમાં મુંબઈ, સુરત, દિલ્લી અને અન્ય સ્થાનો પરથી 50 થી વધારે હીરાના વ્યાપારીઓએ ભાગ લીધો. પન્નાના હીરા અધિકારી એસએન પાંડેયએ જણાવ્યું કે, હીરા ખરીદનારોને તેમની વાજબી કિંમત મળી ગઈ છે.

હીરાના શહેરના નામથી પ્રખ્યાત પન્નામાં મજૂરોને સતત હીરા મળતા રહે છે. તે હીરા હરાજીમાં વેચવામાં આવે છે, અને મજૂરોને તેની સારી એવી રકમ આપવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.